Book Title: Karm Prakruti Ganitmala Author(s): Devshreeji, Hetshreeji Publisher: Vitthalji Hiralalji Lalan View full book textPage 9
________________ સં. ૧૯૮૯ ના પર્યુષણમાં નવલબાઈએ મુંબઈમાં અઠ્ઠાઈ કરી હતી, જે વખતે પ્રભુનું પારણું પોતાને ઘેર પધરાવી રાત્રિ જાગરણ, પ્રભાવના, સ્વામિવત્સલ વિગેરે અનેક ધર્મ–પ્રભાવક કાર્યો કર્યા હતાં. વળી તેમણે નવ કરતાં પણ વધારે વખત આંબેલની ઓળી કરી હતી. બાવીસ ભગવાનના એકાસણું કર્યા હતાં તેમ હમેશાં ચઉવિહાર તથા નવકારશી કરતા, તે અંતસમય સુધિ પણ છોડયાં નહોતાં. સં. ૧૯૯૦ ની શરૂઆતમાં તેમને જીર્ણ તાવ લાગુ થયા બાદ તાવ વધવાથી ડોકટરની દવા લેવી શરૂ કરી, તેથી બહુ ફેર ન પડવાથી જામનગર આવ્યા. ત્યાં તબીયત વધુ લથડવા લાગી. સં. ૧૯૯૧ ના મહા સુદમાં તેમને છાતીમાં સખત દુઃખાવો થવા લાગ્યો, અને બેચેની જવા લાગી. મહા સુદ ૧૧ ના સવારે નિત્ય-કર્મ કરી અગ્યારક વાગે તેમણે અંદગી પર્વતના અણસણના પચ્ચખાણ કર્યા, બધાને ખમાવ્યા; તેમજ ચાર શરણ લઈને પથારીમાં શાંતિથી સુતા. પિતાના મરણ પછી રેકકળ કરવાની તેિજ ના પાડી, બાદ તેમને લાગ્યું કે મારે જીવ હવે ઘડી બે ઘડી છે, છતાં એક પણ નિઃસાસો કે હાયકારો નાખ્યા વિના એક અરિહંતમાંજ પિતાનું ચિત્ત પરોવવા પૂર્વક સવાબારને અરસે તેમનો આત્મા આ ક્ષણભંગુર દેહને છોડીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. કહેવાની મતલબ એ છે કે પુણ્યયોગે ધનસંપત્તિ હોવા છતાં ધર્મ-કાર્ય સિવાય જગતના અન્ય સુખ માણવાની તેમની ઈચ્છા જ નહોતી, એ પૂર્વકૃત પુણ્યનો પ્રભાવ છે. તે અનુસાર આ ભવમાં પણ તેમણે પુણ્યપાર્જન કરવાને સુગ મલ્યો હતો, જેથી તે પુણ્યશાલી છવ અનુક્રમે સુગતિને મેળવો ? તેઓ પિતાનાં પાંચ સંતાન મુકી ગયા છે, જેમાં ત્રણ કરો અને બે છોકરીઓ છે, મેટા પુત્ર કાંતિલાલની ઉમર ૧૬ વર્ષની અને સર્વથી નાની પુત્રીની ઉમર ૪ વર્ષની છે તેઓ પણ ધર્મકાર્યમાં પોતાની માતાને પગલે ચાલી મનુષ્યભવ સાર્થક કરે એમ ઈચ્છી વિરમું છું. લી.. વિઠલજી હીરાલાલ લાલન.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218