________________
૧૭
સ્વશરીર પ્રત્યે પણ અત્યંત નિસ્પૃહી હતા. યાવજીવ સુધી તેમને પાંચ વિગઇના ત્યાગ હતા. વસ્ત્રમાં પણ માત્ર એક ચાલપટ્ટો અને ઉપર એઢવાનુ એક કપડુ પહેરતા હતા.
એક વખત ગુજશ્વર કહ્યુ દેવ યુવરાજ જયસિહ સાથે બહાર જતા હતા. રસ્તામાં મલમલિન શરીર અને વસ્ત્રોને ધારણ કરનારા આચાર્ય શ્રી અભયદેવ સૂરિ મહારાજને જોયા. આચાયૅ શ્રીની સ્વદેહ પ્રત્યે પણ આવી ભારે નિસ્પૃહતા જોઈને કદેવ પ્રસન્ન થઈ ગયા એટલુ જ નહિ પણ તેમને મધારીનુ બિરુદ આપ્યું. ત્યારથી હર્ષ પુરીયગચ્છ માધારગચ્છ તરીકે પ્રચલિત થયા અને આ ગચ્છની પરંપરામાં થતા આચાર્યાં પણ મલધારી તરીકે ઓળખાતા હતા.
મલધારી શ્રી હેમચંદ્ર સૂ મ.૧:
આચાર્ય શ્રી હેમગ્ર દ્રસૂરિમહારાજ ગૃહસ્થપણામાં પ્રદ્યુમ્ન નામે મહામાત્ય હતા, આ. શ્રી અભયદેવસૂરિ મહારાજના ઉપદેશથી પોતાની સ ંપત્તિ, ૪ રૂપવતી પત્નીએ તેમજ મંત્રીપદ વગેરે છેડી દઈને તેમણે ચારિત્ર લીધુ. શાસ્ત્ર ભણીગણીને ગુરૂમહારાજના હાથે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું અને મલધારી શ્રીહેમચંદ્રસૂરિમહારાજના નામે પ્રખ્યાત થયા. તેઓશ્રી સ્વભાવે નમ્ર, શાંત, અને પાપભીરુ હતા તેમજ બહુશ્રુત અને ગીતાથ આચાય હતા. આચાર્ય શ્રી મહુધા ઉપમિતિભવપ્રપ‘ચાકથા' નું વ્યાખ્યાન આપતા અને ત્યારથી આ કથા વધુ પ્રસિદ્ધ બની હતી. રાજા સિદ્ધરાજ તેમના મૌલિક ગુણાથી ખેંચાઈને પેાતાના પરિવાર સાથે તેમની દેશના સાંભળતા તેમની સાથે ધર્મ ચર્ચા કરતા અને અવાર નવાર પોતાના મહેલમાં પણ તેમની પધરામણી કરાવતા.
આચાય શ્રીએ પોતાના કાળ દરમિયાન અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી, અનેક યાત્રા સદ્યા તેમની નિશ્રામાં નીકળ્યા, અનેક જિનાલયાના જણે દ્ધાર કરાવ્યા, દેવદ્રવ્યના ૧ - મલધારશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના જીવનને લગતા કોઈ સ્વતંત્ર ગ્રંથ કે પ્રબંધ રચાયા હોય તેને ખ્યાલ નથી પરંતુ નીચેના ગ્રન્થાની પ્રશસ્તિઓમાંથી તેમના જીવનને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. ન્ય
૧ શ્રી મુનિસુવ્રત ચરિત્ર પ્રશસ્તિ
૨ ધર્મોપદેશમાલા વિવરણ પ્રશસ્તિ
૩ સુપાસનાહૂ ચરિય` પ્રશસ્તિ
૪ ન્યાયાવતાર ટિપુન ૫ પાંડવાયન
૬ ન્યાયકલી પ`જિકા પ્રક્ષસ્તિ ૭ પ્રાકૃત
ભ્યાશ્રય મહાકાવ્ય વૃત્તિ પ્રશસ્તિ
કર્તા
આ. શ્રી ચન્દ્રસૂરિ આ. શ્રી વિજયસિંહરિ પં. શ્રી લક્ષ્મણગણિ
આ. શ્રી દેવપ્રભ સુર મા. શ્રી દેવભદ્ર સુરિ
આ. શ્રી રાજશેખરસૂરિ
મા. શ્રી રાજશેખરસૂરિ