Book Title: Jivdaya ane Mans Khavani Manai
Author(s): Pila Bhikhaji Makati
Publisher: Jivdaya Mandali

View full book text
Previous | Next

Page 10
________________ ઉપલા ફકરાથી વાંચક વર્ગ જોઈ શકશે કે જેવી રીતે આપણા એક બાળને સર્વે રીતથી એગ્ય મદારત કરીએ છીએ, તેવી જ રીતે ગેસ્પદેની પણ કરવી જોઈએ. ઈશ્વરે આ અવનિમાં હરેક ચીજો પેદા કરી છે, જે દરેક પર હકુમત ચલાવવા અનેકો પોતાનો માણસ મુકેલ છે. આપણું બાબમાં જનાવરેની ઉપર ને ઘેટાં બકરાં ઉપર, ટુંકમાં જીવવાળા પ્રત્યેક માણસ ને જનાવરો ઉપર માત્ર એક શકિત રાજ કરે છે, જેને “બહમન અમશાસ્પદ યાને “ મન' કહે છે. એને અવસ્તામાં વેમાન” કહીને ઓળખેલો છે. એટલે હું સંસ્કૃત વસુ યાને ભલું, નેક તથા સંસ્કૃત મન એટલે વિચારવું, જે ઉપરથી વેહમાને શબ્દ ઉત્પન્ન થયેલ છે. આપણા શાસ્ત્રમાં પાલવાનાં જાનવરને માત્ર માણસથીજ ઉતરતાં જાનવર ગણેલાં છે. કારણ, “પસ્વીર યાસ્ત સરહેઘનામ વહિપ્ત.” યાને પશુ અને માણસ જે બે સૌથી સરસ જાતનાં (જનદાર) છે. હાલના કેટલાક ફીલસુફેએ અવલોકન કરી એવું બી શોધી કાઢયું છે કે જનાવરોને આપણું જ માફક ખુશાલી અને દિલગીરી, સુખ અને દુઃખ ભય, શંકા, નેહ, ધિકકાર, વાર અને ઈર્ષા વગેરે મનની શકિતઓ તથા લાગ ઓ હોય છે. કેટલીક વેળા તે તેઓમાં શાબાશી મેળવવાની ઇચ્છા, શીખવાની ટેવ, અને નકલ કરવાની શકિત પણ જોવામાં આવે છે. કારણ તેને યાદ દાસ્ત ને તર્ક શકિત ધરાવે છે. ટૂંકમાં તેઓ માત્ર જીદગી ધરાવે છે, એટલું જ નહિ, પણ ચેક્ટિસ દરજે ચતુરાઈ ને લાગણુ બી દર્શાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64