________________
૩૪
શકતું નથી. જેનામાં દુ:ખી પ્રાણીઓ પ્રત્યે દયા નથી, દીલસેઝી નથી લાગણું નથી તે વાસ્તવિક રીતે તપાસતાં એ આદમી મનુષ્ય નથી, પરંતુ મનુષ્યના રૂપાતરમાં રાક્ષસ છે.
જાનવરો તથા જીવજંતુઓ પ્રત્યે દયા બતાવવી. કવચીત તેઓ આંધળાં-પાંગળાં, અથવા બીજી એવી જ રીતે અશ્રુત હોય તો તેની વહારે દોડી જાઓ, ને યથાશકિત તેમને સહાય ભુત બને. દયા, દાન અને દીનતા એ ધર્મનિષ્ઠ મનુષ્યનું ભૂષણ છે. કરૂણા યુકત કામ કરવાથી અંતકરણમાં સ્વભાવિક આનંદ ઉદ્ભવે છે, તેને સારાં કૃત્ય માનવાં. કારણ દયાથી પ્રભુ રાજી છે.
અપવાદ તરીકે કેટલાક નિર્દય અવિચારી મનુષ્ય, કઈવાર કીડીઓને, માખીઓને, તેમજ પંતગીઆ ને બીજા એવાં જ જીવજંતુઓને પકડે છે, મારી નાખે છે, કઈ જીવડાંના પગને પાંખો તેડી નાખે છે, કેઈ પક્ષીઓ તરફ કાંકરા ફેકે છે, તો કે કુતરાં અને બિલાડાં જેવાં પ્રાણુઓની પૂછડી ઘણું જેર સાથે ખેંચે છે અથવા ચાબુકથી કે લાકડીથી માર મારે છે. કેઈ પક્ષીના પીછાં ખેંચી કાઢે છે. વગેરે આ પ્રમાણે પ્રાણુને દુઃખ આપી તેમાં પિતાની મેઝ માને છે.
પણ ઉપર જણાવેલા નમુનાઓ નિર્દયપણાનાં છે. માટે દયા વિષે નાનપણથી જ સારે બેધ ભવિષ્યના બાળપર કસાવો જોઈએ. જો તેમ નહિ કરવામાં આવે તો આગળ જતાં ભવિષ્યમાં–મોટપણમાં પ્રસંગેપાત તેઓ નિર્દય કામ કર્યો વિના રહે નહિ. જેને સુખ દુઃખની લાગણી થતી હોય, તેવાં દરેક જીવજંતુ, ને પ્રાણીનું સુખ વધાવું ને દુઃખ એછું કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com