________________
કુસુમાંજલિ
પરમ પૂજ્ય, પ્રાતઃ સ્મરણીય, મેક્ષમાર્ગના દાતા,
અનંત ઉપકારી, ગુરુદેવ મુનિરાજ
શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજ ! અનંત પુણ્યના ઉદયથી પ્રાપ્ય અતિદુર્લભ માનવજન્મ આપીને, પરમ વાત્સલ્યથી લાલન-પાલન તથા પિષણ કરીને તેમજ ધર્મના ઉત્તમ સંસ્કારો આપીને પિતાશ્રી તરીકે આપે ગૃહસ્થાવસ્થામાં મારા ઉપર અનંત ઉપકાર કરેલા છે. ત્યારપછી આપે દીક્ષા અંગીકાર કરીને મને પણ એ જ પવિત્ર માર્ગે ચઢાવીને મારે પરમ ઉદ્ધાર કર્યો દીક્ષા આપ્યા પછી શાસ્ત્રોક્ત વિધિ મુજબ અનેક દેશોમાં મને તીર્થયાત્રા કરાવીને, અનેકવિધ શાસ્ત્રોનું અધ્યયન કરાવીને તથા જ્ઞાન દર્શનચારિત્રના ઉત્તમોત્તમ સંસ્કારોથી મારા આત્માને સુવાસિત કરીને આપે મારા ઉપર અનંતાનંત ઉપકાર કરેલા છે. મારા અસંખ્ય અવિનય અને અપરાધની પરમકૃપાળુ આપે સદા ક્ષમા જ આપી છે. પરમ વત્સલ ગુરુદેવ ! મારું શ્રેય કેવી રીતે થાય એ માટે આપે સદૈવ ચિંતન કર્યું છે. મારી ઉન્નતિ તથા ઉદ્ધાર કરવા માટે આપે આપની મન વચનકાયાની સર્વ શક્તિએને સદા ઉપયોગ કર્યો છે. ગુરુદેવ! આપના મારા ઉપર એટલા બધા અનંત અનંત ઉપકારે છે કે તેનું શબ્દોથી કેઇ પણ રીતે વર્ણન થઈ શકે તેમ જ નથી તેમ તેના અનંતમા ભાગને પણ બદલી કઈ પણ રીતે મારાથી કદી વાળી શકાય તેમ જ નથી, છતાં ભક્તિના પ્રતીકરૂપે, હે સદૈવ પરમહિતચિંતક પરમકૃપાળુ પરમવત્સલ મોક્ષમાર્ગના દાતા જ્ઞાની ગુરુદેવ! આપશ્રીની જ પ્રરણ. સૂચના તથા માર્ગદર્શનથી તૈયાર થયેલા આ લઘુ પુસ્તકરૂપી પુષ્પને અનંતશઃ વંદનાપૂર્વક આપના પવિત્ર કરકમલમાં અર્પણ કરીને આજે પરમ આનંદ અનુભવું છું. આપશ્રીના ચરણકમળને ઉપાસક અંતેવાસી શિશુ
-જબૂ