Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan

View full book text
Previous | Next

Page 21
________________ શુભ અને મંગલ યમાં પણ અનેકવાર વિદનો આવે છે. પણ આ મહોત્સવ પ્રસંગે એવા કોઈ વિદને તો આવ્યા નહિ જ પરંતુ એવી સરસ ચમત્કારીક ઘટનાઓ થઈ કે જેથી આપણું મનની શ્રદ્ધા દઢ જ થાય, એમાંની ડીક ટૂંકમાં જાણવા જેવી છે. શિરપુરમાં વાંદરાઓને ઉપદ્રવ ઘણો હતો, પણ ઉત્સવ દરમિયાન તેઓએ એક પિસા ભારની તકલીફ આપી નથી. તેઓ જાણે અદશ્ય થઈ ગયા હતા. વરસાદનો એવો રંગ જામ્યો હતો કે વરસે તે સમારંભનું પણ પાણી કરી નાખે એમ હતું પણ અર્ધા માઈલ ઉપર એ તોફાન કરી ગયો અને અત્રે તકલીફનું નામ નીશાન નહિ. યાત્રીઓ પાસેથી યાત્રાવેરો લેવાનો હુકમ થએલે, એ અન્યાય દૂર કરવામાં મહેનત સરખી પણ કરવી પડી નહિ. સરકારી અધિકારી એ જ Stop શબ્દથી ગેર સમજતી ઉભી કરી અને વેરો લેવાનું કામકાજ મટી ગયુ. કોઈ ચારીને કર ભરવો પડ્યો નહિ. હજારો યાત્રીઓ એક સરખા જમવા ભેજન મંડ૫માં આવતા, ધારવા કરતા સંખ્યા બે–ત્રણગણી વધી જતી પણ રાંધેલ અનાજમાં કાઈપણ ફેરફાર કર્યા વગર બધા સુખપૂર્વક ભેજન કરી સંતુષ્ટ થઈ જતા હતા. એ અંદાજ બાંધી કરેલી રાઈ આટલા બધાને કેમ પુરી પડતી હતી એ સમજાતું નહિ. દૈવી સહાય વગર એ કેમ બને ? નવા મંદીર નિર્માણની કલ્પના : શિરપુર આવનાર હજારો યારીભાઈઓને ત્રણ કલાકના વારા બંધાએલા હોવાથી ઘણીવાર ભકિતને રંગ ખુટી જતે અને તેઓ નારાજ થતા. પણ એ અગવડ દૂર કરવાનો કાર્યકરોએ નિર્ણય લીધે, તે શુભ ઘડી પણ આ મંગલ મહોત્સવના દરમ્યાન જ આવી અને ઘણા વર્ષોની આ અગવડનો અંત લાવવા કાર્યકરો સમર્થ બન્યા. જેમાં પ. પૂ. આચાર્ય ભગવંતના ઉપદેશની પણ સારી એવી અસર થઈ. આજે ત્યાં વિનહર પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંદ જીનાલય સુવર્ણ કળશ એને સુંદર ચૈત્ય ધ્વજા સાથે શોભતું નજરે પડે છે. જે ખરેખર મનોહર અને ભવ્ય છે. આ ચૈત્ય-નિર્માણના કાર્યમાં છુટા હાથે દ્રવ્યદાન આપનાર બાલાપુરના શેઠાણી સમરથન, શ્રીમતી સરસ્વતીબેન અને ખુબ ધગશપૂર્વક આ જવાબદારીને વહન કરનર શ્રીમાન હરકચંદ હૌશિલાલ શેઠને ખરેખર ખુબખુબ ધન્યવાદ આપવો ઘટે છે. પ્રતિષ્ઠા મહોત્સવનો બીજ સુંદર પ્રસંગ : સંવત ૨૦૨૦ ના ફાગણ સુદ ૩ ના નુતન અને મંદિરમાં ભગવાન શ્રી પાર્શ્વનાથના અલૌકીક લીંબને વિનહર પાર્શ્વનાથ પ્રાસાદમાં ગાદીનશન કરધાનો ફરી એક | ( ૧૪ ) Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154