Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થને વહીવટ કરવાને તાંબરને સંપૂર્ણ અધિકાર આપતા, અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પોતપોતાની વિધિ પ્રમાણે વારાફરતી સૌના ટાઈમ દરમિયાન પૂજા કરવાનો તાંબર દિગંબર બંનેને અધિકાર આપતા, તથા મૂર્તિને લેપ કરવાનો તાંબરોને અધિકાર આપતા પ્રિવી કાઉન્સીલના ચુકાદા સુધીના ઈતિહાસને
આપણે જોઈ ગયા છીએ. પિાલકોના હાથમાં તીર્થ હતું તે વખતે પણ મુર્તિને લેપ કરવામાં આવતો હતો. પિલકારોના હાથમાંથી છોડાવ્યા પછી સને ૧૯૦૮ માં લેપ કરવામાં આવ્યો. પણ દિગંબરોએ લોઢાના ઓજારોથી કછટ તથા કંદોરાના ભાગને ખોદી નાખ્યા તેથી વેતાં– બોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને તેનો નાગપુરની કેટથી સને ૧૯૨૩માં ચૂકાદે આવ્યો તેમાં મંદિર અને મૂર્તિના વહીવટ અને કટિસૂત્ર તથા કચ્છોટ સહિત લેપ કરવાને તાંબરોને અધિકાર મળ્યો. આથી વેતાંબરોએ તરત જ સને ૧૯૨૪ માં લેપ કરાવ્યું. જો કે આ વખતે દિગંબરોએ કોર્ટમાં અટકાવવા (Stayની માગણી કરી હતી, પણ તે મંજૂર થઈ નહોતી. આથી તેમણે તેમના પૂજાના ટાઈમ દરમ્યાન રાજ ગરમ ઉકળતા દૂધ અને પાણીના પ્રક્ષાલ કરીને લેપને ધોઈ નાખવાનો પ્રયત્ન કર્યો અને લેપને ઘણું નુકસાન પહોંચાડ્યું આ રીતે દિગંબરે તેમને મળેલા પુજાના અધિકારના સદુપયોગ (!) કરીને રાજી થયા. ત્યારબાદ તેમણે પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરી તેનો પણ ચૂકાદે નાગપુરના ચૂકાદાની જેમ વેતાંબરોની તરફેણમાં જ આવ્યો. આથી બ્રિર્વä સુવ ભવતા એ ન્યાયથી તાંબાનો અધિકાર પાકે પાકે થઈ ગયો. એટલે તાંબરોએ મંદિરમાં રીપેરીંગ કામની શરૂઆત કરી. એ પ્રમાણે વેતાંબરોએ મતિને લેપ કરાવવાની પણ સને ૧૯૩૪ માં તૈયારી કરી, પરંતુ દિગંબરોએ તે સામે વાંધો ઉઠાવ્યો અને સીવીલ પ્રોસીજર કોડની ૪૭મી કલમને આધારે આકેલાની કોર્ટમાં તેમણે અરજી (Application ) કરી ક– તાંબરોન પ્રિવી કાઉન્સીલના ચુકાદાથી લેપ કરવાનો ભલે અધિકાર મળ્યો હોય, પણ તેમાં લેપ ક્યારે કરવો તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છોટની પહોળાઈ તથા જાડાઇનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હોવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શ્વેતાંબરોને લેપ કરવાની રજા ન મળવી જોઈએ.” “વેતાંબરોએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ ગ્રોસીજર કોડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઈ શકતી નથી. આકેલાની કોર્ટના ન્યાયાધીશે વેતાંબરોની આ દલીલને મંજૂર રાખી. અને ૧૧-૧-૧૯૩૭ ના ઓર્ડરથી દિગંબરોનો અરજી કાઢી નાંખી એટલે દિગંબરોએ તરત નાગપુરની હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે દિગંબરોની અરજ મંજર રાખી અને લેપની રીત નક્કી
(૭૫) wwwlainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only