Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan

View full book text
Previous | Next

Page 106
________________ ॥ श्री अन्तरिक्षपार्श्वनाथाय नमः ॥ શ્રી અન્તરિક્ષપાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહત્ત્વની પ્રતિમાલેખ જર્વલંત પુરાવો F BAD શ્રી અંતરિક્ષપાર્શ્વનાથભગવાનના તીર્થ સંબંધી ઐતિહાસિક માહિતી બની શકે તેટલાં સાધનો દ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકો સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષપાશ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલો એક મહત્ત્વને ધાતુનાં પ્રતિમાજી ઉપર કોતરેલો લેખ આપવામાં આવે છે. સંવત ૨૦૦૬ માં અમારું અકેલામાં ચાતુર્માસ હતું ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુહનપુર થઈ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુર્હનપુર કે જે આજથી ત્રણસો વર્ષ પૂર્વે જેનોનું મોટું કેન્દ્ર હતું અને જ્યાં અઢાર જિનાલય હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિનમંદિર બાંધવામાં આવ્યું છે. ત્યાંના બધા પાષાણુ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખો નોંધ્યા કે જે ઐતિહાસિક દષ્ટિએ ઘણું ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીંના પાષાણના શ્રી વાસુપૂંજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂર્તિઓ ઉપરના લેખ નેધતા શ્રી અંતરિક્ષપાશ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્વનો લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદનો પાર ન રહ્યો. એ લેખ નીચે મુજબ છે – संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्रीअवरंगाबादज्ञातीयवास्तव्यप्राग्वाटज्ञातीद्रग्र (?)-शास्त्रायां सा० अमीचंदभायाँ बाइ इंद्राणिनाम्न्या स्वकुट (टुं) बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्रीवासु पूज्यजिनबिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारक श्रीश्रीश्री विजयदेवसूरिभिः श्रीअंतरिक्षपार्श्वनाथप्रतिमालंकृतश्रीसिरपुरनगरे ॥ शुभं भवतु । श्री॥ ભાવાર્થ – “વિક્રમ સંવત ૧૭૦૫ ના ફાગણ વદિ ૬ ને બુધવારે ઔરંગાબાદના વતની પરવાડજ્ઞાતિના દમ(૩)શાખાના અમીચંદની પત્ની ઈદ્રાણી નામની બાઈએ પિતાના કુટુંબના કલ્યાણ માટે પિતે કરાવેલી પ્રતિષ્ઠામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154