Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
-
સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી શ્વાસ, ખાંસી, તાવ, શલ તથા કોઢ | વગેરે રોગો અસાધ્ય થઈ ગયા હોય તો પણ નિશ્ચયે નાશ પામે છે; નેત્રહીન ને પ્રાપ્ત થાય છે, બહેરાને સાંભળવાની શક્તિ પ્રાપ્ત થાય છે, મૂંગો બેલતો થાય, લંગડો-પાંગળો ચાલવા લાગે છે. અપરમાર રોગવાળાને નવું શરીર પ્રાપ્ત થાય છે. વીય-- પરાક્રમહીનને મહાવીય પ્રાપ્ત થાય, ધન જોઇએ તેને ધન મળે છે, સ્ત્રી જોઈએ તેને સ્ત્રી મળે છે. પુત્ર જોઈએ તેને પુરા--પૌત્ર મળે છે, રાજ્ય ગુમાવ્યું હોય તો રાજ્ય મળે છે, પદવી ન હોય
તેને ઉત્તમ પદવી મળે છે. વિજય જોઈએ તેને વિજય મળે છે, વિદ્યાહીનને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત વેતાલ તથા ડાકણો પલાયન થઈ જાય છે. આ મૂર્તિના સ્પર્શથી પવિત્ર થયેલા પાણીથી સર્વે દુષ્ટ ગ્રહો શમી જાય છે. કિ બહુના ? બહુ શું વર્ણન કરવું ? હે રાજન! સર્વ મનોરથને પૂર્ણ કરનારી આ મૂર્તિ કલિયુગમાં સાક્ષાત ચિન્તામણિરત્ન સમાન છે. હું નાગરાજ ધરણેન્દ્રને સેવક છું અને તેના આદેશથી અહીં રહીને ભગવાનની મૂર્તિની ભકિતથી ઉપાસના કરું છું..
આ પ્રમાણે દેવનું કથન સાંભળીને ભક્તિથી ઉલ્લસિત મનવાળા રાજાએ દેવ પાસે પ્રત્યક્ષ ચમત્કાર કરનારી મૂર્તિની માગણી કરી. દેવે કહ્યું કે “રાજન ! ધન-ધાન્ય વગેરે તું જે કંઈ માગે તે આપીશ, પણ મૂર્તિ નહીં આપું, ' આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તે પણ મૂર્તિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. “ પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં ફરું' આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભજન-પાણી લીધા વિના સાત દિવસ વીતી ગયા. તેના તપના પ્રભાવથી ધરણે કે જાતે ત્યાં આવીને કહ્યું -- “રાજા ! તું શા માટે હઠ કરે છે ? આ મહાચમત્કારી મૂર્તિની પૂજા તમારાથી નહીં થઈ શકે. તારૂં (રોગ નાશ પામવાનું) કાર્ય સિદ્ધ થઈ ગયું છે, માટે તું ચાલ્યો જા.'
રાજાએ કહ્યું “નાગરાજ ! પેટ ભરવાથી શું ? હું તો જગતનો ઉપકાર માટે પ્રતિમાની માગણી કરું છું, માટે મને મૂર્તિ આપે. મારા પ્રાણ જાય તો ભલે ચાલ્યા જાય, પણ નાગરાજ ! પ્રતિમા લીધા વિના પાછા ફરવાનો નથી. મુર્તિ આપે કે ન આપો, એ તમારી મરજીની વાત છે. મારા પ્રાણ તો એ ભગવાનમાં જ રહેલા છે.”
આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને સાધર્મિકબંધુને કષ્ટ ન થાય તે માટે ધરણે કે એલચ રાજાને કહ્યું–“રાજન હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, અને તેથી પ્રાણથી પણ અધિક પ્રિય આ ચમત્કારી મૂર્તિને જગતના ઉપકારને માટે તને આપીશ, પરંતુ આ પ્રતિમાની આશાતના ન કરીશ, નહીંતર મને ઘણું દુઃખ થશે.” રાજાએ આ વાતને સ્વીકાર કર્યો ત્યારે ધરણેકે કહ્યું કે--
Jain Education
erational
For Private & Personal Use Only
www.ainelibrary.org