Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
બીજું પણ નાનું ભોંયરું છે. તેમાં એક માટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલા વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની
સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. hil, noor SS
આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલ– સ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે
જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી. તે વખતે ભગવાન
- પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી કેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે.
મૂળ મંદિર નાનું હોવાથી દેવની સુચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકે પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને જેને ઉપર ઉલેખ કરવામાં આવ્યું છે તે ભોંયરું (માણિભદ્રજીવાળું ) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ એક માણસે ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુતઃ એક જ મંદિરનાં બે ભોંયરાં છે અને એક ભેંયરામાંથી બીજા ભેંયરામાં જઈ શકાય છે.
ભાવવિજયજી ગણીએ નવા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર જ રહ્યા. આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ.
- શ્રી ભાવવિજયજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર
જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરૂ વિજયદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં મણિભદ્રજવાળા ભેંયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ.
શ્રી ભાવવિજયજી ગણિએ જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખો પણ પ્રાપ્ત થઈ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનો અપૂર્વ અને અભૂત મહિમા આજે પણ એટલો જ તેજસ્વી અને જાગતો છે.
આ રીતે અનેકાનેક વાતો મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજીગણિએ રચેલ સ્તોત્ર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
શ્રી ભાવવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક “શ્રી અંતરિક્ષ પાશ્વનાથસ્તોત્ર” રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દષ્ટિએ વિશિષ્ટ કંઈ નોંધવા જેવું નથી.
(૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org