Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
સદીમાં વિદ્યમાન હતા અને હરગવ ભટે વિક્રમ સં. ૧૭૬૬ માં આનોબા (ઉ ગોપાલપંડિત) નું શિષ્યપણું સ્વીકાર્યું હતું, એટલે ઉપર જણાવેલ વાર્તાલાપને પ્રસંગ વિ. સં. ૧૩૬૬ માં બન્યો હતે.
જેનેતર સાહિત્યમાં આ પ્રાચીન ઉલેખનું મહત્ત્વ એ દષ્ટિએ છે કે આ તીર્થની અને આ મૂર્તિના પ્રભાવની પ્રસિદ્ધ માત્ર જેમાં જ નહીં પણ જૈનેતરોમાં પણ સેંકડે વર્ષો પહેલાં પ્રસરેલી હતી. શિરપુરથી કરો માઈલ દૂર વસતા જૈનેતરોમાં પણ આ ગામ પાવનાથના શિરપુર” તરીકે ઓળખાતું હશે ત્યારે આ મૂતિને ચમત્કાર તથા પ્રભાવ કેટલો બધો વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી
શકતું નથી, ત્યારે ફણા સુધી ૪૨ ઈંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર તે રહે એ ભલભલાને પણ નવાઈ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે ?
અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ
આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના ફોટામાં વાચકોએ જોયું જ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે. ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધ પાસનાવસ્થ મતિ ડભોઈમાં શ્રી લોઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાદક (જિલ્લા ચાંદા, તાલુકા-વરોરા, મહારાષ્ટ્ર) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની ( ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઇંચ, ફણું, સુધી ૬૦ ઈચ) અમારા જોવામાં આવી છે. ઉત્પાક તીર્થમાં પણ અર્ધ પદ્માસનાવસ્થ મૂતિઓ વિરાજે છે.
વાળુની પ્રતિમા
એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળની કિવા છાણવાળની બનાવેલી છે, એ વાત આપણી પરંપરાથી તો ચાલી આવે છે જ, અને તેથી વેતાંબરો અવારનવાર લેપ પણ કરાવે છે. પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગબર-વેતાંબર વચ્ચે ચાલેલા ઝગડા વખતે દિગંબરોએ કોર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ પાવાની જ છે. ત્યારે આકેલા કેટમાં કેસને ચુકાદો આપનાર એડિશનલ જજ શ્રી આર. વી. પરાંજપેએ (તારીખ ૧૮–૩–૧૯૧૭) અંતરિક્ષજી જઈને જાતે તપાસ કરી હતી, તેમણે પણ જ્યાં લેપ ઉખડી ગયો હતો તે ભાગ ઉપર હાથ તેમજ નખ ફેરવતાં રેતી ખરવાથી આ મૂર્તિ રેતી મિશ્રિત વસ્તુની બનેલી છે એ જ અભિપ્રાય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jahelibrary.org