Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan
View full book text
________________
ખુશી –રાજ થાય તેમ ગુરૂ મહારાજના આગમનથી આનંદિત થયેલા | શ્રાવકે તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકે મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકે ગુરૂમહારાજના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરૂમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત– ( પાપને ) દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધર્મદેશના આપી. તેમની દેશનાથી રતિબોધ પામીને મેં બહુ હર્ષ પૂર્વક દીક્ષા લીધી દીક્ષા સમયે ગુરૂમહારાજે મારૂં ભાવવિજય એવું નામ રાખ્યું.
છે. ત્યાર પછી ગુરૂ મહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂર વગેરેનો યથારૂચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરુ
મહારાજે જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યાર પછી પાટણના સંઘની વિનંતિથી ગુરુમહારાજ વચમાં આવ્યું ( અર્બુદગિરિ) ની યાત્રા કરીને શિષ્યો સાથે ગુજરાતમાં પધાર્યા રસ્તમાં જતાં ગ્રીમિત્રતુની ઉંણુતાને લીધે મારી આંખમાં રોગ લાગુ પડે, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરુમહારાજ સાથે પાટણ પહોંચ્યા, ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણા ઘણા ઔષધોપચાર કર્યા, પણ આંખોમાં કશો ફાયદો થયો નહીં. છેવટે મારી આંખે ચાલી ગઈ અને હું અંધ બન્યો.
- દવા વિનાના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ શ્રી વિજયદેવસરને ગયેલી આંખે કરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂ. આચાર્ય મહારાજે કપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીને મહાન મિત્ર મને આરાધવા માટે આપ્યો. પછી માસું પૂર્ણ થયે, એક સાધુને મારી પાસે મૂકીને આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. પછી ગુરુમહારાજે બતાવેલી વિધિપૂર્વક પદ્માવતી મંત્રનું આરાધન કરવાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને વિસ્તારથી નીચે મુજબ મને વૃત્તાંત કહ્યો :--
: “ હરીવંશમાં ઉત્પન્ન થયેલા તથા કાચબાના લાંછનવાળા શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં રાવણ નામનો મહાબલવાન પ્રાતિવાસુદેવ થયો હતો. એક વખત તેણે પોતાના બનેવી ખરદુષણ રાજાને કોઈક કાર્યાથે શીધ્ર મોકલ્યો હતો પાતાલ લંકાને આધિપતિ તે ખરવણ રાજા પણ વિમાનમાં બેસીને પક્ષીની જેમ આકાશમાર્ગે પ્રયાણ કરતે ચાલતાં ચાલતાં અનુક્રમે અનેક નગર, દેશ વનખંડ તથા પર્વતોને ઓળંગીને ભાજપના અવસરે વિગેટલી દેશમાં આવી પહોંચ્ચે ભોજનનો અવસર થયો હોવાથી ત્યાં ભૂમિઉપર ઉતરીને સ્નાન કરીને પૂનપત્ર હાથમાં ધારણ કરીને ખરદૂષણ રાજાએ રાઈઆને જિનચૈત્ય (મતિમાં) લાવવા માટે કહ્યું. સાથે જિનમાતમાં લાવવાનું ભૂલી ગયો હોવાથી ભયભીત બનેલા રાઈએ હાથ જોડીને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામિન્ ગૃહત્ય
ઘરમંદિર) તે હું પાતાલલકામાં ભૂલી ગયો છું. આ સાંભળીને તરતજ રાજાએ વાલ રેતી ) છાણ ભેગાં કરીને પાશ્વનાથ ભગવાનની પ્રતિમા બનાવી અને નમસ્કાર મહામંત્રી પ્રતિષ્ઠા કર્યા બાદ પૂજા કરીને આશાતના ન થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org