Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૮ ] પાંજરાપોળ અને માંદાં જનાવરની માવજત. [૧૩
વ્યાજબી દાદ મળવા નવાબ સાહેબને અરજ કરવાને લગતે છે. આ ઠરાવ સંબંધી કેન્ફરન્સે શું પગલાં ભર્યા, પરિણામ શું આવ્યું તે જાહેરમાં મૂ કવું એગ્ય છે.
બાવીશમે ઠરાવ પ્રાચીન શીલાલેખેના શેધ, રક્ષણ અને સંગ્રહ ક. રવા સંબંધી છે.
વીશમો ઠરાવ ધાર્મિક ખાતાઓના હિસાબો તૈયાર રાખવાની, સરવૈયા કાઢવાની, જેને જોઈએ તેને બતાવવાની, જાહેર છપાવી બહાર પાડવાની સૂચના રૂપે છે. જાહેર છપાવી બહાર પાડે કે નહિ તે જ એકલે મુશ્કેલી સવાલ છે. પવિત્ર શત્રુંજય તીર્થ જેનેના હક રહ્યું તે અમદાવાદના નગરશેઠ હેમાભાઈને લીધેજ. વહીવટ જળવાય તે પણ અમદાવાદી શેઠીઆઓની ચીવટથીજ. ( આ લખનાર અમદાવાદીને વખાણનાર છે, એમ નથી, પરંતુ સત્ય રીતે તેને લાગતી હકીકત તે લખે છે.) પાછળથી કરછી ભાઈઓએ ટ્રકે બંધાવી, ધર્મશાળાઓ બંધાવી, કેળવણી સંબંધી ખાતાઓ કાઢયાં, વિગેરે ઘણું કર્યું છે. પરંતુ પાયે ન હેત તે કાંઈ થઈ શકત ખરૂં? માટે આ લખનારના મત પ્રમાણે ધીમે ધીમે અમદાવાદી શેઠીઆઓને સમજાવી કામ લેવું એજ ઈષ્ટ છે. તેઓ વખતને સમજનારા છે, પણ તથિ દર્ધદષ્ટિ વાળા પણ છે–તેઓની દીર્ધદષ્ટિ સ્વાર્થી છે એમ બીલકુલ માનવાનું કારણ નથી. તેમના હિતને ખાતર જે તેમને લાગે છે, તેજ તેઓ કહે છે. માટે વિદ્વાન, શ્રીમાન, શરીરબળવાળા કચ્છી ભાઈઓને એટલીજ વિનતિ કે આટલીજ બાબતમાટે પૂના કેન્ફરન્સને અડચણ આવે તેમ કરશે નહિ. પરમાત્મા સુલેહ સંપના ઉપદેશક છે. તેના આપણે અનુયાયી છીએ.
શાહનરોતમ ભગવાનદાસ
પાંજરાપેળે અને માંદા જનાવરની માવજત.
હજારે રૂપીઆના ખર્ચ કરી કસાઈઓ પાસેથી જનાવરેને છોડાવી પાંજરાપોળમાં મેકલવામાં આવે છે પણ ત્યાં જનાવરેની અને ખાસ કરીને માંદા જનાવરેની માવજત ઘણીજ થેડી જગ્યાએ થાય છે જેથી આ વિષય ઉપર લખવું ઉચિત ધાર્યું છે,
જેવી રીતે માંદા માણસની માવજતની જરૂર છે તેવી જ રીતે માંદા જનાવરની માવજતની પણ ખાસ જરૂર છે. ઘણાખરા દરદોમાં દવા કરતાં