Book Title: Jain_Satyaprakash 1943 03 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ ખાધા વિના પાછો ફરનાર નથી,” એમ માની મૌનપણે બેઠો હતો. છેવટે તેણે નિશ્ચય કર્યો “હવે ઈદ્ર બીજું શું કરી નાખશે? જે થવું હોય તે થાય, પણ હું તે બતાવી આપીશ કે મારામાં કેટલી તાકાત છે !" ૨૫ પમાણે મનભાવ કરતી ને આકૃતિ દર ભગિના પેઢાલ નનમાં ઉતરી. એનું નામ હતું સંગમક દેવ, અને તેના સ્વભાવ હતો અભવ્ય ! ! ઉદ્યાનના એક ભાગમાં અઠ્ઠમ ભક્તવડે એક ત્રિકી પ્રતિમાને વહતા એક યુવાન તપસ્વી ઊભા હતા. તેમની આકૃતિ ભવ્ય હતી. દષ્ટિ એકાગ્ર હતી. દેહલતા કાંઈક નમેલી છતાં સ્થિર હતી. બન્ને ભુજાઓ નીચે લંબાવેલી હતી. મુખ ઉપર સૌમ્ય ઝળકી રહ્યું હતું, જાણે સમગ્ર પ્રાણ પ્રત્યેનું વાત્સલ્ય નીતરતું હોય ! તે યોગીરાજનું તપસ્તેજ અને પ્રભુત્વ જાણે સમગ્ર જગતને આકર્ષી રહ્યું હતું. અરે, ઇંદ્ર પણ પોતાના પ્રત્યેક પ્રસંગમાં તેમના મનોબળની સ્તુતિ કરતો હતો. સંગમકે યોગીરાજની પાસે આવતાવેંત પોતાની આસુરીવૃત્તિનું પ્રદર્શન ખડું કરવા માંડયું. અને એક પછી એક એમ આ પ્રમાણે વીસ ભયંકર યાતનાઓની કસોટી ઉપર ગીરાજના આત્માને ચઢાવ્યો. પણ યોગીરાજને મન તો એ અને પ્રસંગ આવી પડ્યો હોય એમ લાગ્યું. આત્માનું કુંદન જાણે અગ્નિમાં ધમીને વધુ સ્વચ્છ થવાનો યોગ સાંપડયો હતો. સાચા સુવણે કદી આતાપનાને ઈન્કાર કર્યો સાંભળ્યો નથી. ૧. કેટલાય મણ ધૂળને વરસાદ વરસાવ્ય. યોગીન્દ્રના મુખમાં ધૂળ, કાનમાં ધૂળ, આંખમાં ધૂળ, નાકમાં ધૂળ, અને ગળામાં ધૂળ ! બસ, ધૂળ! ધૂળ !! ને ધૂળ !!! જાણે જગત ધૂલિકામય બની ગયું હતું! સંગમને થયું કે યોગીરાજની ઈન્દ્રીયે શક્તિશન્ય થઈ ગઈ અને શ્વાસ રૂંધાઈ ગયો, પણ યોગીરાજના મનમાં તો આનાથી પીપળાના કુંપળ જેટલે પણ સ્પંદ થયો નહિ. ૨. એકદમ કીડીયારાં ઉભરાયાં. કીડીઓ તીણું ડંખવડે યોગીશને કરડવા લાગી. એક કાનેથી પસી બીજા કાને નીકળી. એમ અંગેઅંગમાં આરપાર કાણું પાડી શરીર ચલણી જેવું કરી નાખ્યું. સંગમને થયું કે બસ, મારે જય થયો. પણ યોગીને ધ્યાનસ્થ મનને જાણે એ વેદનાની ખબર પણ ન હતી એમ એ નિશ્ચલ રહ્યા. ૩. વજની અણીવાળા ડાંસ મચ્છરનું લશ્કર આવ્યું. તેણે ચટક ચટકે રૂધિરના ટશીઆ આણ્યાં, પણ ગીવર ધ્યાનથી તિલતુષ માત્ર ચળ્યા નહિ. ૪. ઉણોલ (તલપાઈ) ઘીમેલોનું ધણ છૂટયું. એક જ વારે કારમી ચીસ ખેંચાવે તેવા ડંખ દીધા. છતાં યોગીન્દ્ર તે ધ્યાનમસ્તીમાં મશગૂલ હતા. ૫. વીંછીઓની ધાડ દેડતી આવી. તેણે યોગીવરના શરીરને ખવાય તેટલું ખાધું. પણ તે ગીરાજના ધ્યાનને ન ચળાવી શકી. ૬. રાની નળીઆની નાત વછુટી. તેઓ દાંતીયા કરતા યોગીવરના અંગને નોર અને દાંત વડે વલુરવા લાગ્યા. શરીરમાંથી માંસના લેચા કાઢવા લાગ્યા, પણ તેઓ ગોગીરાજના ધ્યાનને ન વીંધી શક્યા. ૭. રોમેરેામ અગ્નિ ખેરવે તેવા ઉગ્ર સર્પો આવ્યા, ખ દીધા. છતાં સ્વામીને રોમાંચ પણ ફરક્યો નહિ. ૮. જાણે ઉંદરીયા નિશાળ છુટી. ઉંદરે વેગીંદ્ર પર કૂદવા લાગ્યા, કાન કરક્યા, નાક ટોચ્યું, કુંકી ફંકીને લેહી પીધું. ચું...ચું કરતાં કરતાં ઘા ઉપર પેશાબ અને લીંડીઓ નાખી. છતાં પણ ગીશ તો અધિકાધિક આત્માને જ ભાવતા રહ્યા. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60