Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ભ્રમણ અને અર્જુન દ્વારા સુભદ્રા સાથેના પ્રસંગની રચના સાહિત્યની નજરે ઉત્તમ કક્ષાની લેખાય છે. એ કાવ્યમાં કવિની પ્રજ્ઞા પૂરબહારમાં ખીલી ઊઠી છે. એમાં કુદરત અને કળાને જે રીતે વિકસાવ્યા છે એ ઉપરથી કવિમાં રહેલી ચતુરાઈ અને કલ્પના શક્તિ પુરવાર થાય છે. જુદાં જુદાં પાત્રોની જે ખાસિયત વર્ણવી છે એ ઉપરથી કવિહૃદયમાં રમણ કરતા ભાવેને ખ્યાલ આવે છે. આ કાવ્ય એ કાળની વિદુનિયામાં આશ્ચર્યકારક મનાયું એટલું જ નહીં પણ એ દ્વારા કવિ તરીકેની વ્યાજબી પ્રશંસાના ઉદ્દગાર ખુદ પ્રતિસ્પર્ધીઓના મુખમાંથી પણ બહાર પડ્યા. મહાકવિ તરીકે ખ્યાતિ વિસ્તાર પામી અને સર્વત્ર આનંદની ઊર્મિઓ ઊઠી. રાજકાર્યપટુતા મંત્રીશ્વરમાં હોય એ કપ શકાય તેવી બાબત છે. એ સાથે રાજ્યસંચાલનને બોજ પણ સંભવે જ. એમાં સાક્ષરતા સાંપડવી એ કોઈ ભાગ્યશાળીને જ સંભવે. તેથી જ કહેવત છે કે– A poet is born and not made એ સાચી વાત છે. સોમેશ્વર-અરિસિંહ અને બીજા કેટલાક મંત્રીશ્વરને મુરબ્બી માનીને પોતાની કૃતિઓ તેમણે અર્પણ કરી ગયા છે. ‘કીર્તિ કૌમુદી’ અને સંસ્કૃતસંકીર્તન” એ વાતની સાક્ષી પૂરે છે. મંત્રીશ્વર જાતે કવિ હેવાથી કવિતાના ગુણદોષ સમજી શકતા અને અન્ય કવિઓની કદર પણ કરી શક્તા. એમની એ શક્તિ વિશેષથી જ ધોળકાના દરબારમાં કર્તા હર્તા સોમેશ્વર હોવા છતાં હરિહરને સન્માન પ્રાપ્ત થયું હતું. જાતે એ વિષયમાં રસ લેતાં અને બીજાને પ્રેરણા દેતાં. મંત્રીશ્વરની પ્રાર્થનાથી નારચંદ્રસૂરિએ “કથારત્નસાગર' અને તેઓના શિષ્ય શ્રી નરેન્દ્રપ્રભે “અલંકારમહેદધિની રચના કરી હતી. ઉદયપ્રભનામા બીજા મહારાજે “ધર્માલ્યુદય ” મહાકાવ્યની રચના કરી હતી, જેની તાડપત્ર પર લખાયેલ પ્રત કે જેમાં મંત્રીશ્વરના ખુદ પિતાના હસ્તાક્ષર છે એ ખંભાતના શ્રી. શાન્તિનાથ જૈન તાડપત્રીય ભંડારમાં છે. મંત્રીશ્વરે ત્રણ મોટા જ્ઞાનભંડાર બનાવરાવ્યા અને પાણીની માફક દ્રવ્ય ખરચીને એમાં પ્રાચીન પ્રતોને સારા પ્રમાણમાં સંગ્રહ કર્યો. સાહિત્યની સેવામાં જરામાત્ર ન્યૂનતા નથી દાખવી. વીરધવળનું મૃત્યુ સન ૧૨૩૮ માં થયું. એના મરણથી પ્રજાના દરેક જનને આઘાત પહોંચ્યો. એના પ્રત્યેની અસીમ ભકિતથી ખેંચાઈ ૧૨૦ મનુષ્યો એની ચેહમાં બળી મરવા તૈયાર થયા, પણ તેજપાળે દીર્ધદષ્ટિ વાપરી, સખત ચકી પહેરે ગોઠવી, એ બધાને મરતાં બચાવ્યા. એના પુત્ર વીરમ અને વીસલ વચ્ચે રાજગાદી માટે ઝઘડો ઉદ્દભવ્યો. વસ્તુપાલે લાંબી નજર દોડાવી વીસલને ટેકે આપે. આથી વીરમ જાલેર નાશી ગયો, જ્યાં તેના સસરા ઉદેસિંગ દ્વારા પાછળથી ઘાતકી રીતે તેનું ખૂન કરવામાં આવ્યું. વિસલદેવના રાજ્યકાળમાં મંત્રીશ્વર વસ્તુપાળે મંત્રીપદનો ત્યાગ કર્યો. એ માટે બે મત છેઃ એક રાજાના મામા સિંહે એક સાધુનું અપમાન કર્યું હતું, તે પ્રસંગને આગળ કરે છે. બીજા મત પ્રમાણે મંત્રીશ્વરની વય પાકી થઈ હતી એટલે આત્મસાધન નિમિત્તે અધિકાર છોડવાની વાત તરી આવે છે. ટૂંકમાં કહીયે તે આખી જિંદગી મંત્રીશ્વરે ગૌરવપૂર્ણ રીતે રાજાને તેમ પ્રજાને વફાદાર રહી ગાળી છે. રાજ્યધુરાને વહન કરવા છતાં ધર્મના આચાર પાળવા બનતું કર્યું છે. જેને એટલે અહિંસાના ઉપાસક છતાં, કાયર કે ડરપોક નહીં જ, એ વાત એમના જીવનમાંથી ડગલે ને પગલે દષ્ટિગોચર થાય છે. સન ૧૨૪૧ માં મહાન વસ્તુપાળે પરલોક પ્રયાણ કર્યું. સૌ કોઇની આંખ ભીની થઇ. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60