Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાકસી ( ગતાંકથી ચાલુ) મહાન વસ્તુપાલ (૩) આગળના અંકમાં રાજકીય દષ્ટિએ મંત્રીશ્વર વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના કાર્યનું અવલેકન કર્યા પછી ધાર્મિક નજરે એ બંધુબેલડીએ કે ભાગ ભજવ્યો છે તે ટૂંકમાં જોઈએ. ઈ. સ. ૧૨૨૦ માં તેઓએ તીર્થાધિરાજ શત્રુંજય અને ગિરનારને સંધ કહા અને સંઘપતિ તરીકેનું માનવંતું પદ વસ્તુપાલન પ્રાપ્ત થયું. સંધ નીકળવા સંબંધી આમંત્રણ જુદા જુદા દેશવિરમાં પહોંચતાં જ સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં ધોલકામાં એકઠા થવા લાગ્યા, સંઘપતિ તરીકે, આવનાર યાત્રાળુઓને વાહન તથા ખોરાની દરેક જાતની સગવડ આપવાને ધર્મ સારી રીતે જાળવ્યો એટલું જ નહીં પણ વિશાળ સમુદાયમાં કેટલાકની તબિયત બગડતાં કુશળ વૈદીની સારવાર પણ પૂરી પાડી. સંધમાં મંત્રીશ્વરની સાથે જે સાધુ મહારાજે હતા, એમાં વિવેકવિલાસના કર્તા પ્રસિદ્ધ આચાર્ય શ્રી. જિનદત્તસૂરિ પણ હતા. મેરૂતુંગસૂરિના લખવા પ્રમાણે સંઘમાં એકવીશ હજાર શ્વેતાંબર અને ત્રણસો દિગંબરે હતા. તેમના રક્ષણ સારુ એક હજારનું અશ્વારોહી સૈન્ય તથા સાતસો સાંઢણી પરના સૈનિકે અને ચાર મોટા અધિકારના સેનાનાયકે લીધા હતા. શ્રી શત્રુંજય ગિરિની તળાટીમાં સંધ આવ્યા પછી સંધપતિના આદેશથી ડેરા તંબુ નાંખવામાં આવ્યા. બીજે દિને પ્રભાતે ગિરિરાજ પર ચઢવાનો આરંભ થયો. ઉપર પહોંચ્યા પછી પ્રથમ, પર્વતના રક્ષક એવા કપર્દીયક્ષની પૂજા કરી. ત્યાંથી આગળ વધી મંત્રીશ્વર સહિત યાત્રાળુઓ મૂળનાયક શ્રી. આદિદેવના મંદિરમાં પહોંચ્યા. તીર્થપતિ શ્રી ઋષભદેવની વિશાળ ને રમ્ય મૂર્તિ સામે સૌ કરજોડી ઊભા અને સંધપતિએ પિતે રચેલી રસ્તુતિ પ્રભુમતિ સામે ઊભા રહી મધુર આલાપથી ગાવા માંડી.નાનાજાવાનંદ” કાવ્ય જે મંત્રીશ્વર વસ્તુપાલની કૃતિ છે એના પરિશિષ્ટ તરીકે એ સ્તુતિને જોડવાણાં આવી છે. સમીપવતી બીજાં ચૈત્યોમાં દર્શન–વંદનાદિક કાર્યો થયા બાદ યાત્રાળુઓ સ્નાન કરવામાં રોકાયા અને પૂજાના પવિત્ર વસ્ત્રો પહેરી અરિહંતની અષ્ટપ્રકારી પૂજામાં એકચિત્ત બન્યા. કેસરમિશ્રિત ચંદન તેમજ કસ્તુરી-બાસની સુવાસ તરફ વિસ્તરી રહી, વિવિધ જાતિનાં સુગંધીદાર પુની માળાઓ પ્રભુમતિના કંઠમાં શોભવા લાગી, અને દશાંગ ધૂપની ધ્રુમશિખા તો એટલા પ્રમાણમાં વિસ્તરી કે સારુંયે દેવાલય અંધકારમાં ડૂબી ગયું. ઘંટાનાદના ગજારવ સાથે અને જય જય શબ્દોના મેટેથી બેલાતા હરવ સાથે આરતિના કાર્યનો આરંભ થયો. એ વેળાનું દશ્ય રોમાંચ ખડા કરે તેવું થઈ પડયું. નાનકડા દીવડાઓની હારમાળા જાણે પ્રત્યેક હૃદયના કર્મમળને જલાવીને સાફ કરવા લાગી ન હોય અને એમાંથી શિખરરૂપે આત્માની ઊર્ધ્વ ગતિ સૂચવતી આકાશ તરફ આગળ વધી રહી ન હોય એ ભાવ સૌ કોઈના અંતરને થઈ રહ્યો હતો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60