Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૦૬ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ અવસાન પામી ચૂક્યા છે. ને વિક્રમ સંવત ને શકસંવત વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષ છે તેને ઠેકાણે વિક્રમ બાપ અને શકસંવત વચ્ચે જ ૧૦૦ વર્ષનું અંતર રહે છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી પહેલપ્રથમ પડેલા બાર વર્ષના ભયંકર દુષ્કાળને અંતે ખેર વિખેર થઈ ગયેલાં શાસ્ત્રોને વ્યવસ્થિત કરવાને મ. સં. ૧૬૦ લગભગમાં પાટલીપુત્રમાં પહેલી વાંચના થાય છે. આ દુષ્કાળ ચન્દ્રગુપ્તના સમયમાં પડ્યો હોવાનાં પૂરતાં પ્રમાણપ છે. પણ ઉપરની માન્યતા પ્રમાણે ચન્દ્રગુપ્ત જે મ. સ. ૨૧૦ માં સાદીએ બેસે તો કાં તો એ દુષ્કાળ ચન્દ્રગુપ્તના સમયમાં પડ્યો હોવા સંબંધી અથવા તો પાટલી પુત્રની વાંચના-બેમાંથી એક મંતવ્યને ભોગ આપવો પડે. ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેકની સાલ જે મ. સં. ૨૧૦ લઇએ તો સંપ્રતિના રાજ્યભિષેકની સાલ મ. સં. ૨૯૫ પહેલાં આવી જ ન શકે. (કેમકે સંપ્રતિના પૂર્વજ એવા ચન્દ્રગુપ્ત, બિન્દુસાર ને અશોકનો શાસનકાળ ૮૫ વર્ષનો છે.) ને આર્ય મહાગિરિ મ. સં. ૨૪૫ માંને આર્ય સુહસ્તી મ. સં. ૨૯૧ માં સ્વર્ગવાસ પામી ગયા હોય છે. પરિણામે એ ત્રણેની સમકાલીનતાને એક સત્યથી વેગળી કલ્પના જ માનવી રહે. એ ઉપરાંત ઉપરની ગણનાને વ્યવસ્થિત કરવાને પંન્યાસજીને ભગવાન મહાવીર, શ્રેણિક ને અજાતશત્રુ સંબંધમાં પણ કંઇક ફેરફાર કરવો પડયો છે. બૌદ્ધ ગ્રન્થ નિચ માં એવું વિધાન છે કે અજાતશત્રુના રાજ્યાભિષેક પછી તરત જ તેણે જુદા જુદા ધર્માત્માએને ઑતર્યા તે પ્રસંગે ભગવાન મહાવીરની અધી વય (સદ્ધ વો) પસાર થઈ ગઈ હતી. આ વિધાનને પંન્યાસજીએ એવો અર્થ કર્યો છે કે તે પ્રસંગે ભગવાન મહાવીરને ૫૦ વર્ષ થયાં હોવાં જોઈએ. માટે ભગવાનના કેવળજ્ઞાન પામ્યા પછી આઠમા વર્ષે અજાતશત્રુ ગાદીએ બેઠે અને ભગવાન પિોતે અજાતશત્રુ ગાદીએ બેઠા પછી ૨૨ વર્ષે નિર્વાણ પામ્યા. એ ગણતરીએ ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી શ્રેણિકનું રાજ્ય ફક્ત આઠ વર્ષ જ ચાલ્યું ગણાય, જે જૈન સુત્રાધારે કોઈ રીતે નથી સંભવી શકતું. શ્રેણિક જ્યારે સુષ્ઠાને બદલે ભૂલથી ચલ્લણનું હરણ કરી જાય છે અને તે પ્રસંગમાં અનેક સિનિક હણાય છે ત્યારે સુષ્મા સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન બની તરતમાં જ ભગવાન મહાવીરનાં શિષ્યા ચંદનબાલા પાસે દીક્ષા લે છે, અને ચંદનબાલાને તે ભગવાને પિતાને કેવળજ્ઞાન ઉપજ્યા પછી જ દીક્ષા આપી છે. એટલે ચેલેણુનું લગ્ન ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પહેલાં તો ન જ સંભવી શકે. એ ચેલણાનો પુત્ર અજાતશત્રુ (કેણિક અથવા અશોકચન્દ્ર). તે જ્યારે ગાદીએ બેસે છે ત્યારે તેને પિતાને પણ ઉદયન નામે બાલપુત્ર હોય છે. એટલે સપુત્ર એવા અજાતશત્રુને ગાદીએ બેસવા માટે પોતાની માતાના લગ્ન પછી ઓછામાં ઓછો ચૌદ વર્ષનો ગાળે તે જોઈએ જ. પરિણામે તેને રાજ્યાભિષેક ભગવાનના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષ પહેલાં તે ન જ સંભવી શકે. ૧૬. નિશીથ, મદ્રેશ્વર યથાવ૮િ ને રષ્ટિ–પર્વમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર હિંદમાં જ્યારે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે પાટલીપુત્રમાં રહેલા સુસ્થિત નામે આચાર્યના ભૂખથી પીડાતા બે શિષ્ય હમેશાં, આંખના અદશ્ય થવાનું અંજન આંજી, ચન્દ્રગુપ્ત ભેમાં જમી જતા. ને ચાણકયે એ યુક્તિને પકડી પાડી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60