Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬-૭] સંપ્રતિ-કાલનિર્ણય [ ૨૦૭] ભગવાનના કેવળજ્ઞાન પછી વત્સપતિ શતાનિક ને અવંતીપતિ ચંડ વચ્ચે યુદ્ધ થાય છે. તે પ્રસંગે શતાનિકનો પુત્ર ઉદયને તદન બાલવયમાં હોય છે. તે પછી શતાનિ કની વિધવા મૃગાવતી ને ચંડ વચ્ચે યુદ્ધનો પ્રસંગ ઉભો થાય છે. પણ મૃગાવતી દીક્ષિત બનતાં ચંડ તેના બાલકુમારને વત્સની ગાદી સોંપે છે. તે પછી ચંડ મગધ પર ચડાદ કરે છે ને મગધના મહામંત્રી ને યુવરાજ અભયકુમાગ્ના હાથે થાપ ખાતાં તે અભયકુમા. રનું હરણ કરાવી તેને અવંતીમાં કેદ રાખે છે. વસનો પ્રથમ બાલકુમાર ઉદયન જ્યારે ચંડની પ્રિય દુહિતા વાસવદત્તાનું હરણ કરી જાય છે ત્યારે ઉપર પ્રમાણ કેદ થયેલ અભયકુમાર અવંતીમાં જ હોય છે. આ સ્થિતિમાં શતાનિક સાથેનું ચંડનું યુદ્ધ ને અભયકુમારની કદ વચ્ચે ઓછા માં ઓછા આઠ વર્ષને ગાળ તો જોઈએ જ. આ જોતાં વાસવદત્તાનું હરણ ને અભયકુમારની કેદનો પ્રસંગ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન પછી નવ વર્ષ પહેલાં તો ને જ સંભવી શકે. તે પછી, અભયકુમાર કેદમાંથી મુક્ત બની ચંડનું હરણ કરી જાય છે અને છેવટે તેને ક્ષમા લક્ષી જવી દે છે. એ પછી ચંડને સિંધપતિ ઉદયન સાથે યુદ્ધમાં ઊતરવું પડે છે, અને તેમાં તે હારી જાય છે. ચંડને હરાવ્યા પછી ઉદયનને ધીમે ધીમે સંસાર પર વૈરાગ્ય આવે છે ને તે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. તે પછી તે ભગવાનની સાથે વિચરતાં વિચરતાં રાજગૃહે જાય છે ને ત્યાં અભયકુમાર ઉદયનને વૃતાંત સાંભળી દીક્ષા લેવા લલચાય છે. ને સમય જતાં પ્રસંગ મેળવી તે દીક્ષા લે છે. આ બધા પ્રસંગોને ચાર વર્ષના ગાળામાં બની ગયો માનીએ તો પણ અભયકુમારની દીક્ષા ભગવાનના કેવળજ્ઞાન પછી તેર વર્ષ પહેલાં તે ન જ સંભવી શકે. અભયકુમારની દીક્ષા પછી શ્રેણિક પોતાના બીજા પુત્ર કાણિક(અજાતશત્રુ )ને યુવરાજ-પદ આપે છે. યુવરાજ બન્યા પછી કેણિક લશ્કરને હાથ કરી, શ્રેણિકને કેદ કરી ગમે તેટલી ઝડપથી ગાદીએ ચડી બેસે તો પણ તે માટે ઓછામાં ઓછું એકાદ વર્ષ તો જોઈએ જ. આમ ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષ પહેલાં કોઈ પણ રીતે અજાતશત્રુને રાજ્યાભિષેક સંભવિત નથી બનત. ચેલ્લણાના લગ્ન પછી અને તે પણ ચેલણાની વારંવારની પ્રેરણાથી એણિક જૈન બને છે. અને લાંબા સમયના ગાળે તેના અને ભગવાન મહાવીર સ્વામીના સમાગમના અનેક પ્રસંગો નોંધાયા છે. એ બધા પ્રસંગોને વ્યવસ્થિત કરવાને ઓછામાં ઓછાં ચૌદપંદર વર્ષ જરૂરી છે. એક પ્રસંગે શ્રેણિક ભગવાનને વંદન કરવા જતા હોય છે ત્યારે રસ્તામાં, જન્મ પછી તરતમાં તજી દેવાયેલી, દુર્ગધ મારતી એક બાલિકા તેના જેગામાં આવે છે. શ્રેણિક ભગવાનને એ બાલિકાનું ભાવિ પૂછે છે, ને ભગવાન તે બાલિકા શ્રેણિકની પટરાણ થશે એમ કહે છે. તે પછી તે બાલિકા સાચોસાચ શ્રેણિકની પટરાણું થાય છે અને શ્રેણિકની હયાતિમાં જ તે ભગવાન પાસે દીક્ષા લે છે. આ રીતે, આ અને એવા બીજા અનેક પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીના કેવળબાન અને શ્રેણિકનાં અંત વચ્ચે ચૌદ કરતાં પણ વધારે વર્ષનું અંતર માગી લે છે. અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60