Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬-૭ ] દેવાધિદેવ [૧૫] ૯. વનહાથી ઝપાટામાં આવી યોગીની સાથે અફળાયે, તેમને સુંઢમાં પકડી આકાશમાં સાત-આઠ તાડ જેટલા ઊંચે ઉલાળી દાંત પર ઝીલ્યા, ભૂમિમાં પછાડી દાંતથી વિધ્યા અને પગે છુંદ્યા. છતાં યોગીન્દ્રનું ધ્યાન અવિચળ રહ્યું. ૧૦. ગાંડી હાથણીએ યોગીને હડફેટમાં લીધા. ઇંડાદંડ વતી વીધી, ચામડી વિદારી, ચીરાડીયામાં દાહ કરાવે તેવું ખારૂં મૂત્ર છાંટયું અને પગ વતી ખુંદવા લાગી, છતાં યોગીરાજના તાનમાં માત્ર ખલેલ પડી નહિ. ૧૧. ભૂતપિશાચનું રૂપ આવ્યું. યોગીવરને ઘણી ઘણી કદર્થના કરી, અતુલ દુઃખ આયાં પણ યોગીને મન તેની કશી અસર ન થઈ. ૧૨. ગર્જના કરતે લોહી તરસ્ય વાઘ છુટ્યો. ગીવરની ચામડીમાં ચીરાડીઆ પાડી તેમાં મૂત્ર રેડ્યું. પણ યોગી તે મેરુની જેમ સ્થિર જ રહ્યા. ૧૩. વેગીન્દ્રના પિતાજી આવી સામે ઊભા રહ્યા. અને કરુણ સ્વરે નિસાસો નાખી આકંદન કરવા લાગ્યા કે—હે પુત્ર! વૃદ્ધ પિતાને છોડી ક્યાં જાય છે? મને દુઃખી કરવાથી તારી યોગસાધના સફળ થવાની નથી. છતે પુત્રે પણ દુઃખી જીવન વીતાવવું તે કરતાં અપુત્રિયા રહેવું સારું! છતે પુત્રે શત્રુનું અપમાન સહેવું એ પણ મરવા બરાબર છે. હે માતૃભૂમિ! હવે તો માર્ગ આપે તો માટીમાં મળી જાઉં! એમ કહી તેણે મોટી પિક મૂકી. પણ ત્રણે જગતની લીલા પામી ગયેલા જ્ઞાની યોગી આ દંભી સ્વરૂપને કળી ગયા હતા. અને એ મેહપાશમાં ને સપડાયા. ૧૪. રે’કકળ કરતું જનનીનું સ્વરૂપ આવ્યું. પ્રથમ તો છાતી ફાટ રુદન કર્યું, પછી આંસુ સારત મોહક વાણીનો પ્રવાહ છૂટયો કે–હાય, હાય, પુત્ર ! તને કોણે ભેળવ્યો છે? અમારી ઈતરામાં તારી મહેનત નિષ્ફળ જશે. તને મોક્ષ મળવાનો નથી. અરે બેટા! રડતા માબાપને મૂકી નાસી આવ્ય, કાંઈ દયા ન આવી? હજી બોલતો પણ નથી. આટલીયે શરમ નથી ? હાય, હાય ! હું તે દુઃખી દુઃખી થઈ ગઈ. કયાં જાઉં ? કેને કહું ? દુઃખમાં દીકરાય ફરી ગયો. નવ નવ મહીના પેટમાં ભાર વેંઢાર્યો, તે પણ ભૂલી ગયો? હે ભગવન્ ! આ દુઃખીયારી અબળાને કેાનો આશરો ? એમ કહેતાં કહેતાં માતાએ પછાડ ખાધી. પણ યોગીન્દ્ર આ માયાજાળમાં સપડાય તેવા ન હતા. ૧૫. વિશાળ સૈન્ય આવ્યું. પાસેની ભૂમિમાં ખીલા ઠક્યા, સૈનિકોએ રસોઈની તૈયારી કરી, અને પથરા નહિ મળવાથી કોઈએ યોગીના પગ વચ્ચે અગ્નિ સળગાવી, ઉપર હાંડલી મુકી રાંધવાનું કામ આટોયું, સૈન્ય ચાલ્યું ગયું. પણ તેના આડાઅવળા પડેલા સળગતા લાકડાનો અગ્નિ ગિવરના પગ પાસે આવી, પગચંપી કરી, શાંત પડવા લાગ્યો. છતાં યોગિનું મન તે શાંત જ હતું. ૧૬. લાલચોળ આંખવાળો ભીષણકાય ચાંડાલ આબે, વીસામા માટે બેસતાં શિકારીએ બાજ વગેરેના પાંજરા યોગીના શરીરે, ગળે, ખંભે, કાને લટકાવ્યા અને પક્ષીએને છુટા મૂકયા. પક્ષિઓને ઇષ્ટ શિકાર મળ્યો જાણુ યોગીને ચાંચ વડે વધ્યા, મોસના લેચાના વિવરમાં મૂત્ર ભર્યું. પણ યોગીનું આત્મધ્યાન ન તૂટયું તે ન જ તૂટવું. ૧૭. પ્રચંડ વાયુ ચાલ્યો. તેણે ગીન્દ્રને વારંવાર ઉપાડી ઉપાડી પછાડ્યા. ગલતીયાં ખવરાવ્યા. છતાં તેમના મનમાં હાથીના કાનની જેટલી પણ ચંચળતા ન આવી. ૧૮. વંટાળીઓ પડવો, ગીશને અતિશય ભગાવ્યાં–ગડમથલે લેવરાવી. પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60