Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮૨] શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૮ - - - - તરફથી બન્ને વખતનું જમણ દરેકને આપવામાં આવ્યું હતું. વિ. સં. ૧૯૮૪ના મહા વદી પાંચમના મંગલકારી દિવસે પ્રશસ્ત લગ્ન દરેક દેરીઓમાં પ્રભુજીને ગાદીનશીન કર વામાં આવ્યા હતા. ભમતીની એક બાજુની મુખ્ય દેરીમાં સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની શેઠાણી માણેકબાઈ આદિએ રાજનગરથી લાવેલ સંપ્રતિ મહારાજાએ ભરાવેલી શ્રીષભદેવ પ્રભુની મૂર્તિ તથા સ્વર્ગસ્થ શેઠશ્રીના સ્મરણાર્થે અંજનશલાકા કરાઓલ શ્રી પુંડરીકસ્વામી આદિની મૂર્તિઓ ગાદી પર સ્થાપના કરી હતી, અને બાકીની દેરીઓમાં ત્યાંનાં બિંબ જે હતાં તે જ સ્થાપન કર્યા હતાં. સાતમા સુપાર્શ્વનાથની પીળાપાષાણુવાળી પ્રાચીન ચમત્કારિક ભવ્ય મૂર્તિ ભમતીની બીજી બાજુની મુખ્ય દેરીમાં શેઠ માણેકલાલ મનસુખભાઈએ સ્થાપના કરી હતી. આ મૃત્તિ પણ મહાચમત્કારિક છે. તેનું પણ વર્ણન આગળ આ જ લેખમાં આવશે. અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પૂજ્યપાદ પ્રાતઃસ્મણીય, સુગ્રહીતનામધેય, બાલબ્રહ્મચારી, જગદ્ગુરુ, અનેક તીર્થોદ્ધારક, ભટ્ટારકાચાર્ય શ્રીમવિયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પટ્ટાલંકાર પૂજ્યપાદ વિજયદયસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનીત હસ્તે નિવિનપણે વિધિવિધાન પૂર્વક મિત્ર વાસક્ષેપ સહિત થઈ હતી. પ્રતિષ્ઠામાં સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની શેઠાણી માણેકબેને પણ લાખ રૂપીઆનો સદ્વ્યય કર્યો હતો. કુલ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાને ખર્ચ ચાર લાખ રૂપિયા થયો હતો, જેને શિલાલેખ સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં મોટા આરસપહાણ પર સુંદર રીતે કોતરાવી પોતે સ્વર્ગસ્થ પતિના સ્મરણાર્થે પધરાવેલ પ્રભુ આદિનાથ તથા પુંડરીકસ્વામીની ભમતીની એક બાજુની દેરીની આજુબાજુ ચઢાવેલ છે. જે સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં નીચે મુજબ છેસંસ્કૃત શિલાલેખ – स्वस्ति श्रीराजनगर(अहम्मदाबाद)वास्तव्य बृहत्प्राग्वाटवंशविभूषण तपागच्छीय सद्धर्मधुरीण वीतरागधर्मैकनिष्ठ भगुभाई प्रेमचन्द्र तनुजनुषा प्रधानबाई कुक्षिसंभूतेन महामहिमपारगतदेवगदितवीतरागधर्मैकश्रद्ध मनसुखभाई श्रेष्टिरत्नानुजन्मना वीतरागधर्मैकनिष्ठ श्रेष्टिवर्य जमनाभाई नामधेयेन विक्रमार्कसमयातीत तर्कमुनिनिधिजलधिसुताब्दीय १९७६ श्रीमहावीरप्रभुनिर्वाणकल्याणकैकपावने दीपालिकामहे गूर्जरमण्डलान्तर्वर्त्तिमातरग्रामस्यैकपञ्चाशदेवकुलिकाविभूषित सत्यदेवेतिख्यात पञ्चमगतिप्रदानप्रत्यल पञ्चमश्रीसुमतिनाथजिनतीर्थयात्रां विधाय परिदृश्य च जीर्णतां मूलचैत्यपरिपार्श्ववत्येकपञ्चाशदेवकुलिकानां संजाततदीयजीर्णोद्धारमनोरथेन " धर्मस्य त्वरिता गतिः” इत्यनन्तलब्धिनिधान सकलविघ्नविच्छेदि श्रीगौतमप्रभुकेवलज्ञानभ्राजिष्णौ निखिलजनानन्ददायिनि द्वितीयस्मिन्नैव दिवसे मुनितुरगाङ्कशशाङ्काब्द १९७७ कार्त्तिकमासवलक्षपक्षपक्षतौ निर्णीतोऽयं जीर्णोद्धारविचारः । तदनन्तरं समारब्धश्च ।। परं विधेर्वैषम्यात् कालस्य च वैचित्र्याच्छेष्ठिन इन्दुगजाङ्कभूमिताब्द १९८१ शुचिशुक्लपक्षप्रतिपदि दिविगमनान्न तावता कालेनायं जीवति श्रेष्टिनि परिपूर्णः ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60