Book Title: Jain_Satyaprakash 1943 03 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨૭] મહારાજા કુમારપાલની ધર્મચર્યા [ W] “ બારમા અતિથિસંવિભાગ વતમાં દુ:ખી સાધર્મિક બધુઓના કહે તેર લાખ દ્રવ્યને કર માફ કરી દો. કે. રા. આ. શ્રી હેમચંદ્રાચાર્યું; મહારાજના ઉપાશ્વ સામાયિકાદિ ધર્મક્રિયા કરનારાઓને પાંચસે ઘોડેસવારની, અને બાર ગામના અધિપતિપણની પદવી આપી હતી. અને અન્ય સર્વ ઉપાશ્રયોએ સામાયિકાદિ કરનાર આ સની વચ્ચે પાંચસ૩ ગામ આપ્યાં હતાં. ” “ આવી રીતે બીજા પણ આ વિવેક શિરોમણિ મહારાજાના અનેક પુણ્ય માર્ગો હતા, અહીં કેટલાને ઉલ્લેખ કરીએ ? સમ્યગૂ ધર્મ અનુષ્ઠાન વડે પિતાને આત્માનું હિતઉપકાર કર્યો; હવે તેમના બે ભવ બાકી છે, અર્થાત બે ભવ પછી મોક્ષે જશે. આ મહાન આત્મપકાર છે અને સાધમિક બધુઓને યોગ્યતા પ્રમાણે દાન, માન, ધર્મની નજીકમાં લાવવા, ધર્મમાં સ્થિર કરવા, સીદાતા શ્રાવકનો ઉદ્ધાર, અઢાર દેશમાં અમારી--પાલનાદિ વડે પરોપકાર પણ સાફ છે જ. આ પ્રમાણે અત્તર અને બાહ્ય ઉપકારિત્વ સિદ્ધ જ છે.” સુજ્ઞ વાચકો ! આ રીતે પૂજ્ય આચાર્ય દેવ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા કુમારપાલની ધર્મચર્યાની વાસ્તવિક પરિસ્થિતિનું આપણને દર્શન કરાવ્યું છે. પ્રથમ બતોમાં “માર’ શબ્દ બોલવાથી ઉપવાસ કરવાનું જણાવ્યું છે ત્યારે વિચારવાનું એ છે કે આ રાજર્ષિને ભગવતી અહિંસા, કૃપા, કરૂણા, દયા ઉપર કેટલે પ્રેમ હતો અને એટલે જ મોહરાજપરાજય” નાટકમાં કૃપાસુંદરી સાથે તેમનું લગ્ન જાયેલું દેખાય છે. ધન્ય છે તેમના અહિંસા વ્રતને. આવી જ રીતે બીજા વ્રતમાં ભૂલથી પણ અસત્ય બોલાઈ જાય તે આયબિંક કરવું. ત્રીજા વ્રતમાં અદત્તનો ત્યાગ તે હતા જ, પરંતુ રાજહક હોવા છતાં મરેલાનું ધન પણ ન લેવાનો નિયમ હતો. ચતુર્થ વ્રતમાં ચાતુર્માસમાં તે મન વચન અને કાયાથી સર્વથા બ્રહ્મચર્ય હતું. એમાં માનસિક દોષ લાગે તે પણ ઉપવાસ કરવો. ધર્મપ્રાપ્તિ પછી લગ્ન કરવાની પણ બંધી હતી; અને આઠ આઠ રાણીઓના મૃત્યુ પછી પોતાની દાઢ પ્રતિજ્ઞા પાળી લગ્ન નહોતું જ કર્યું. બધાં સાધને વિદ્યમાન હતાં, મંત્રીઓનો આગ્રહ હતો, પરંતુ નિયમનું પાલન તે સમ્યગૂ રીત્યા કર્યું હતું. તેમજ સાતમા વ્રતનું તેમનું પાલન પણ ખરેખર બહુ જ પ્રશંસા માગી લે છે. અન્યક્ષ્ય અનંતકાયનો સર્વથા ત્યાગ, સચિત્તને પણ ત્યાગ અને માત્ર પાનની જ છૂટી રાખી હતી. દેવને ધરાય નહિ ત્યાં સુધી વસ્ત્ર, ફલ આદિ પિતે વાપરતા નહિ. આજના ધનકુબેરે, શ્રીમંતે વિચારે કે પોતે કેટલું પાળે છે ? આઠમા વ્રતમાં સાતે વ્યસનોને પોતાને તે ત્યાગ હતો જ, પરન્તુ આખા દેશમાંથી સાતે વ્યસનોને બહાર કાઢયાં હતાં. નવમા સામાયિક વ્રતમાં પોતે કેવી રીતે સામાયિક કરતા, તે વાંચી શ્રાવકોએ એમના જેવું આદર્શ સામાયિક કરતાં શીખવાની જરૂર છે. અગિયારમાં વ્રતની તેમની દૃઢતા, અહિંસાપ્રેમ બહુ જ પ્રશંસનીય છે. બારમા વ્રતમાં તેમણે કેવું સરસ અતિથિસંવિભાગવત પાળ્યું છે ! સાધર્મિક બધુઓને કેવા સુખી સમૃદ્ધ કર્યા છે. તેમને ધર્મમાં સ્થિર કરવા, તેઓ ધર્મ સન્મુખ થાય તે માટે કેવી કેવી ઉદારતા, ભક્તિ, પ્રેમ, બહુમાન કર્યા છે એ એક આદર્શ ધર્મપ્રેમી શ્રાવકને શેભે તેવાં છે. ૨ બાર ગામની ઉપજ તેમને મળે. ૩ બીજા બધા ઉપાશ્રયવાળા સને પાંચ સે ગામેની ઉપજમાંથી ભાગ આપવામાં આવતે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60