Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ તક્ષશિલા [ તક્ષશિલા સંબંધી જૈન શાસ્ત્રાના ઉલ્લેખની ટૂંકી નોંધ] લેખક : મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી શ્રી. પર્યુષણ પર્વ વિશેષાંક”માં પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજે લખેલ “જૈન તીર્થો' શીર્ષક લેખમાં તક્ષશિલા સંબંધી ફલેખ કર્યો છે. કેટલાક સજને તરફથી આ ઉલ્લેખ નિરાધાર હોવાની સૂચના મળતાં અમે આ માટે પૂ. મુ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજને પૂછાવતાં, તેઓશ્રી તરફથી અમને ખબર મળ્યો છે કે તેઓશ્રીએ તક્ષશિલા સંબંધો એક આખું પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં તક્ષશિલાને જેને સાયને સંબંધ વિશદ રીતે ચર્ચા છે. બની શકે તે તક્ષશિલા સુધી વિહાર કરીને જાતે એ બધું જોયા પછી એ પુસ્તક પ્રગટ કરવાને તેમને વિચાર હોવાથી એ પુસ્તક પ્રસિદ્ધ થવામાં વિલંબ લાગશે. દરમ્યાન પ્રસ્તુત ચર્ચાનું સમાધાન થઈ શકે એ આશયથી જૈન ગ્રંથોમાં જ્યાં તક્ષશિલા સંબંધી હકીકત આવે છે એની સંક્ષિપ્ત નોંધ તેઓશ્રીએ લખી મોકલી છે, જે અમે અહી પ્રગટ કરીએ છીએ. તંગી. તક્ષશિલા જૈનોનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન છે. ભલે ત્યાં કોઈ તીર્થકર મહારાજનું પાંચમાંથી એક પણ કલ્યાણક ન થયું હોય, છતાં આ સ્થાન આ યુગનું મહત્ત્વનું તીર્થ સ્થાન છે. ભગવાન શ્રીષભદેવજીને સે પુત્ર હતા. તેમાં ભારત અને બાહુબલિ બે મુખ્ય હતા. ભરતને અયોધ્યા (વિનીતા)નું રાજ્ય મળ્યું હતું. અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. “વસુદેવદિંડી' જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે “ યદુવં૪િ હથિ -તાક્ષસરામી” (વસુદેવહિંડી; પૃ. ૧૮૬) આવી જ રીતે “વિવિધ તીર્થકલ્પ'માં શ્રીહસ્તિનાપુર ક૯૫માં ઉલ્લેખ મળે છે કે “વાસ્ટિો તફરિા યિoor'' આવી જ રીતે “નવપદ બૃહદવૃત્તિ’ અને ‘ત્રિવષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧માં પણ ઉલ્લેખ છે કે બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. - હવે તક્ષશિલા તીર્થ કયારથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી કષભદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાના ઉદ્યાનમાં પધાર્યો, બાહુબલિને વનપાલે સમાચાર આપ્યા. બાહુબલિ પિતાજીનું આગમન સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પોતાની સમસ્ત રાજ્યઋદ્ધિ સહિત વંદના કરવા જવાનો વિચાર કર્યો. પરંતુ તેમને આ મરથ મનમાં જ રહ્યો અને પ્રભુ તે પ્રાતઃકાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. બાહુબલિ પિતાની રાજઋદ્ધિ સહિત મોડા મોડા પ્રભુજીને વંદના કરવા ઉધાનમાં આવ્યા. ત્યાં પ્રભુજીને ન જોવાથી ઉદ્યાન પાલકને પૂછયું. તેણે કહ્યું, પ્રભુ તે હમણાં જ વિહાર કરી ગયા. આ સાંભળી બાહુબલિને અતીવ દુઃખ થયું; પિતાની બેદરકારી કે પ્રમાદ માટે અતીવ ખેદ થયે. આ www.jainelibrary.o For Private & Personal Use Only Jain Education InternationalPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44