Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ અંક ૩] મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન [૨૮૫] વહેવડાવીને અર્થાત્ રૂધિર (લેહી)થી કાદવ રેલમછેલમ કરીને જે સ્વર્ગમાં જવાનું હેય, તે પછી નરકમાં કશું જશે?” આવું યુક્તિ ભરેલું ધનપાલનું વચન સાંભળી રાજાના અંતઃકરણમાં કાંઈક શાંતિ વળી. અને તેની સત્ય-જિજ્ઞાસા સતેજ બની ! રાજાએ એ જિજ્ઞાસાને ઉકેલ કરવા માટે-સત્ય સ્વરૂપ સમજવા માટે–ધનપાલને પૂછયું–આ વસ્તુ આમ જ છે તે પછી યજ્ઞનું વિધાન કેવા પ્રકારનું હોવું જોઇએ? યજ્ઞમંડપમાં ચૂપ કેવા પ્રકારને રોપ જોઈએ? અગ્નિ કેવા પ્રકારની હોય? ઈન્જન કર્યું હોય? યજ્ઞમાં આહુતિ કેની અપાય? કે જેને લઈને સર્વ જીવ સ્વર્ગાદિ ફલ પામી શકે, દૈવિક સુખ ભોગવી શકે, અને પ્રાંત મુકિતના મેવા લઈ શકે. આને જવાબ ધનપાલે એક જ શ્લોકમાં આએ – “સત્ય તો વિના, વળાતુ ઉધો મુદ્દા __ अहिंसामाहुतिं दद्या-देष यज्ञः सनातनः ।। १॥" સત્ય યજ્ઞસ્તંભ, તપશ્ચર્યા રૂપી દેદીપ્યમાન અગ્નિ, તેમાં પોતાના પ્રાણરૂપી ઇન્ધન (લાકડાં) અને જ્યાં અહિંસારૂપી દેવીને આહુતિ આપવામાં આવતી હોય, એવા પ્રકારને યજ્ઞ કરવામાં આવે, તે જ સનાતન યજ્ઞ કહેવાય છે.” આવા યજ્ઞથી સર્વ છો રવર્ગાદિ લે પામી છેવટે મુક્તિ મેળવી શકે છે. હે નરેન્દ્ર, આવા પ્રકારને જે થત તે જ સર્વશ્રેષ્ઠ છે. તે જ જગતના સર્વ જીવોને ઈષ્ટ ફલ આપી શકે છે. ફરી રાજાએ પૂછયું –“હે ધનપાલ, આ વાતને શાસ્ત્રો પોકારી પિકારીને કહે છે છતાં પણ કેટલાએકને નહીં ગમતી હોય તેનું કારણ શું ? મનપાલ–દે નરે, કેટલેક અંશે તેમ પણ બને છે. કહ્યું છે કે"हिंसा त्याज्या नरकपदवी सत्यमाभाषणीयं, स्तेयं हेय सुरतविरतिः सर्वसंगानिवृत्तिः ॥ जैनो धर्मों यदि न रुचितः पापघंकावृतेभ्य:, सर्पिदुष्टं किमलमियता यत्प्रमेही न भुङक्ते ॥१॥" નરકના માર્ગ રૂપ હિંસાને ત્યાગ કરે, સત્ય વાણી બોલવી, ચોરી ન કરવી, બ્રહ્મચર્યવ્રત સ્વીકારવું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવૃત્ત રહેવું, આવા પ્રકારને જૈન ધર્મ પાપ પંકમાં લપટાએલા પ્રાણીઓને રૂચ નથી. પ્રમેહના રોગવાળાને ઘી ભાવતું નથી, તેથી શું ઘીમાં દુષ્ટતાને સંભવ છે?” વળી પુરાણ વગેરેમાં પણ કહ્યું છે કે"अहिंसा सत्यमस्तेय, त्यागो मैथुनवर्जनम् । पंचैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् ॥१॥" અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહને ત્યાગ, આ પાંચે વસ્તુઓ Jain Education સર્વ દર્શનિકેએ-સર્વ ધર્માવલંબીઓએ સ્વીકારેલી છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44