________________
[ ર૯૪] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૪ એ બ્રહ્મ છે, એક પર અને બીજાં અપર, તેમાં પર બ્રહ્મ છે તે સત્ય રૂપ છે. શાન રય છે, અનન્તર છે.
પ્રભુ મહાવીરે કરેલે આ શ્રતિ યથાસ્થિત અર્થ-સ્વર્ગની ઈચ્છાવાળે હેય તે છે ત્યાં સુધી અગ્નિહોત્રને કરે, અને “કા' શબ્દથી સ્વર્ગની ઇચ્છા ન હોય, અર્થાતુ મોક્ષને અભીલાધી હોય તો, તેને લાયક વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન કરે.
લેખનું લંબાણ વધી ન જાય માટે શબ્દાર્થ પુરત જ અર્થ અહીં બતાવવામાં આવેલ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ “વિશેષાવશ્યક વૃત્તિ ” “આવશ્યક ચૂ” કલ્પસૂત્ર ટીકા” વગેરે ગ્રન્થોમાંથી જાણી લેવું.
નવી મદદ આપણા સમાજની કઈ પણ પ્રકારની આંતરિક ચર્ચામાં જરાપણ ભાગ ન લેવાની પોતાની નીતિનું કડક રીતે પાલન કરવાની સાથે, છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન, પ્રતિકાર, ઇતિહાસ, સાહિત્ય, તરવજ્ઞાન કે પુરાતત્વ વિષયક સાહિત્ય પ્રગટ કરીને “શ્રી જૈન સત્ય પ્રકાશ ” માસિક વધુ ને વધુ લોકપ્રિય બનતું ગયું છે અને પૂજ્ય મુનિમહારાજે તરફથી પણ એને લેખો દ્વારા કે મદદના ઉપદેશ દ્વારા એમ એક યા બીજી રીતે એક સરખો સહકાર મળતે થયે છે, એથી અમને અતિ હર્ષ થાય છે.
મુંબઈમાં ચતુર્માસ બિરાજેલા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રીમાન શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ તરફથી સમિતિને રૂા. પ૦૧) ( રૂપિયા પાંચસો એક)ની અને શ્રીમાન શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ તરફથી રૂા. ૨૫૧) (રૂપિઆ બસો એકાવન)ની ભેટ મળ્યાની નેંધ લેતાં અમને ઘણું આનંદ થાય છે.
સમિતિ પ્રત્યે આવી લાગણી બતાવવા માટે અમે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરને તેમજ આવી ઉદાર મદદ આપવા માટે શેઠશ્રી માણેકલાલ ચુનીલાલને અને શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલનો ખબ ખૂબ આભાર માનીએ છીએ.
અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તેઓ તરફથી તથા બીજા ઉદાર સદ્દગૃહસ્થો તરફથી સમિતિને આ જ સહકાર મળતું રહેશે અને પૂજ્ય મુનિ મહારાજે પણ અમને વધુ ને વધુ સહકાર આપી અમારા ઉત્સાહમાં વધારે કરતા રહેશે!
– વ્યવસ્થાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org