Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ [ ૨૧૬] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : નામના શ્રાવકને તક્ષશિલામાં પધારવાની વિનંતિ કરવા મોકલ્યો ” x x “ રિજીએ તક્ષશિલા ન જતાં રોગની શાન્તિ માટે લઘુશક્તિ સ્તોત્ર' બનાવીને આપ્યું, અને એ રાત્રના જાપથી મંત્રેલા જળના છંટકાવથી ઉપદ્રવની શાન્તિ થવાનું કહ્યું. શ્રાવકે તક્ષ શિલામાં જ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થઈ ગઈ. દેવીઓએ તે શ્રાવકને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તક્ષશિલાને ભંગ થવાનું છે, તેથી ઘણુ ખરા ભાવકે જિનમૂતિઓ વગેરે લઈને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયે, અને તેમાં ઘણાં જિનમંદિરે નાશ પામ્યાં. કેટલીક જિનભૂતિ એ પણ ટાઈ ગઈ. શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કલ્પના કે અનુમાન નથી, તક્ષશિલાના ખેદકામ દરમ્યાન સમ્રાટ સંપ્રતિએ બનાવરાવેલ કુણાલતુપ, તથા જૈન મૂર્તિઓ નીકળી છે. - તક્ષશિલા જેનોનું તીર્થક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતું. પરદેશીઓના વારંવાર હુમલાથી તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધમચક બહુ પ્રાચીન છે.” ‘બાદમાં ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂ૫ તીર્થ ધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બૌદ્ધોના હાથમાં ગયું. બૌદ્ધો પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણતા હતા, આજે પણ એ તક્ષશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે.” આ પ્રાચીન તીર્થસ્થાનને વિગતવાર ઇતિહાસ ત્યાં જઇને જોવાની અમારી ઈચ્છા છે. જે પંજાબમાં જવાનું થયું તે અમે તક્ષશિલાનાં દર્શન અવશ્ય કરીશું અને તેને સંપૂર્ણ ઇતિહાસ જરૂર પ્રકાશિત કરીશું એવી ભાવના છે. એટલે વધુ પ્રમાણેની ત્યાં સુધી પ્રતીક્ષા કરવાનું સૂચવી અહીં આપેલાં પ્રમાણને વાચકો એગ્ય ન્યાય આપશે એવી આશા રાખું છું. ( ૨૫૯મા પાનાનું અનુસંધાન ) તિર્યંચ આયુ નામની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. તેમાં તિર્યંચ ગતિના આયુષ્યને પુણ્યપ્રકૃતિમાં લેવાનું કારણ એટલું જ છે કે તે આયુષ્ય પ્રાપ્ત થયા પછી છોડવાનું મન થતું નથી, કીડાને પણ મરવું ગમતું નથી. જે સ્થળે મરણ ભય ઉત્પન થતો હોય તે સ્થળેથી એકદમ ભાગે છે, માટે તેનું આયુષ્ય કર્મ તેને પ્રિય હોવાથી પુણ્યકર્મ ગણાય છે. આઠ મહાપ્રાતિહાર્યાદિ અતિશને પિદા કરાવનાર કર્મ તીર્થકર નામ કર્મ કહેવાય છે, જેના ઉદયથી ત્રણ ભુવનને પણ માન્ય થાય છે. જન ગામિની દેશના વડે જગતનું પરમ કલ્યાણ કરનાર આ કર્મ પરમ પુણ્યપ્રકૃતિ છે. કારણ કે એકતાલીશ પુણ્ય પ્રકૃતિએ પામ્યા છતાંય સંસારની રખડપટ્ટીથી દૂર થવાતું નથી. ત્યારે આ પુણ્યપ્રકૃતિને વિષાકથી અનુભવ કરનાર તે જ ભવમાં મુકિત પામે છે. આ પુણ્યપ્રકૃતિનું વિશતિસ્થનાક તપ કારણભૂત છે. મહાન તપસ્વીઓ આ પદને મેળવી શકે છે એ જ એના પરમાણમાં કારણ છે. ( અપૂર્ણ ) ૧ જુએ “મેગેસ્થનીઝના સમયનું હિન્દ’ તેમાં તક્ષશિલાને નકશો આપ્યો છે અને કુસુસ્તુપ બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44