Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ પ્રમાણુનું સ્થાન લેખક–શ્રી સર્વજ્ઞશાસનરસિકોપાસક (ગતાંકથી ચાલુ) ઔપચારિક પ્રત્યક્ષ જૈનદર્શન પ્રત્યક્ષ સિવાયનાં સર્વ પ્રકારનાં પ્રમાણેને પક્ષ પ્રમાણમાં સમાવેશ કરે છે એનો અર્થ એ નથી કે અનુમાન, ઉપમાન કે આગમ પ્રમાણને તે પ્રમાણ માનવા ના પાડે છે. જેટલા પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધનો છે તે બધાં શ્રી જૈન દર્શનને પ્રમાણ તરીકે સ્વીકાર્ય છે. એ જ કારણે સંભવ અને અતિવ્ય પ્રમાણ જેવા અત્યંત પરોક્ષ પ્રમાણેને પણ શ્રી જૈન દર્શન પ્રમાણુ તરીકે માનવા તૈયાર છે તે છતાં સર્વ પ્રકારના પક્ષ પ્રમાણમાં આગમ પ્રમાણને જે મહત્વ શ્રી જૈન દર્શનમાં છે તે અન્યને નથી. આગમ પ્રમાણ એ સર્વ પ્રમાણમાં અતિશય મહત્વનું સ્થાન ધરાવે છે. આગમ એ આખનું વચન હોવાથી અને શ્રી જૈનદર્શને સ્વીકારેલ આપ્ત એ સર્વસ અને વીતરાગ હોવાથી તેનું પ્રામાણ્ય સર્વથી અધિક હોય, એમાં કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય નથી. સર્વે પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણુ એ જેષ્ઠ પ્રમાણુ છે એમ કેટલાકને ભત છે, તે પણ છમ માટે આગમ પ્રમાણ એ જ સર્વોપરિ પ્રમાણ છે, એમ માનવું એ જ વધારે ગ્ય છે. એન્દ્રિયક પ્રત્યક્ષ એ ઔપચારિક પ્રત્યક્ષ છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માને ઈન્દ્રિયાદિક બાહ્ય સાધનોની અપેક્ષા છે ત્યાં સુધી તેનું જ્ઞાન તેટલા અંશે અવિશદ યાને અસ્પષ્ટ રહેવાનું જ છે. “ewsષ્ટ પ્રત્યક્ષમ' એ પ્રત્યક્ષની વ્યાખ્યા છે. જે જ્ઞાન જ્યાં સુધી હું પણ અસ્પષ્ટ છે ત્યાં સુધી તે જ્ઞાન નિરૂપચરિતપણે પ્રત્યક્ષ કહી શકાય તેમ નથી. પુસ્તકાદિ કોઈ પણ બાહ્ય સાધનોની સહાય વિના સીધું જ ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ પ્રકાશાદિ બાહ્ય સામગ્રી અને ઇન્દ્રિય નિર્માલ્યતાદિ આંતર સામગ્રીની અપેક્ષા અવશ્ય રાખે છે. અન્યથા એક જ કેરીને રસ એકને ખાટા લાગે છે અને બીજાને મીઠો અગર ઓછો ખાટ લાગે છે તે કદી બને જ નહિ. એક જ પદાર્થ એકને અધિક દુર્ગધી જણાય છે અને બીજાને ઓછો દુગધી જણાય છે. એક જ પદાર્થ સૂર્યના પ્રકાશ વખતે અન્ય રૂપવાળે જણાય છે અને ચંદ્રના પ્રકાશ વખતે અન્ય રૂપવાળા જણાય છે. વગર દુનેિ જેનારને જે પદાર્થ સેંકડો માઈલ દૂર અને સૂક્ષ્મ દેખાય છે તે જ પદાર્થ તેવા પ્રકારના દુર્બિનની સહાયથી જેનારને તદ્દન નિકટવર્તિ અને સ્કૂલ દેખાય છે. એક જ પ્રકારનો શબ્દ લાઉડસ્પીકર (યંત્ર)ની સહાય વિના બેલનારને છેડા જ માણસો સાંભળી શકે છે અને લાઉડસ્પીકર (યંત્ર)ને ઉપગ કરનારને તે જ શબ્દ લા માણસે સાંભળી શકે તેટલે મોટે હોય તેવું ભાન થાય છે, જે પદાર્થની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44