Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી અવંતિસુકુમાલ (એકવીશ સો વર્ષ પૂર્વના એક મહર્ષિની માંચક જીવનકથા) લેખક:-મુનિરાજ શ્રી યશોભદ્રવિજયજી Sા હેત ભગવન્તનાં ચોથી વિભૂષિત અને માનવરત્નોની ખાણુસમી અવન્તી ૧ નામની નગરી હતી. માલવાના મુકુટસમી એ નગરીને સીતારો ત્યારે મધ્યાહ કાલના સૂર્યની જેમ ચમકતે હતે. અહિંસાના સિધ્ધાંતથી મંત્રમુગ્ધ બનેલા પ્રજાવત્સલ સમ્રાટ સંપ્રતિ ત્યાં રાજ્ય શાસન ચલાવતા હતા. કથા વા તથા પ્રજ્ઞા એ યુકિત અનુસારે અવન્તીની પ્રજા પણ તેમના ઉચ્ચ આદેશને ઝીલતી અને અહિંસા ધર્મનું આચરણ કરી પોતાના આત્માને પવિત્ર બનાવતી. જે નગરીમાં આર્ય બાલા મયણાસુંદરીને જન્મ થયો હતો તે જ અવન્તીના એક સમૃધ્ધિશાલી શ્રેષ્ઠીને ત્યાં વિક્રમ સંવત પૂર્વ લગભગ દોઢસો વર્ષે અવની સુકુમાલને જન્મ થયે. તેમના પિતાનું નામ મળતું નથી, પણ માતાનું નામ ભદ્ર હતું. માતા ભદ્રાના એ લાડિલા પુત્રનું લાલન પાલન સુખ સાહેબીથી થતું. પોતાની ફરજ સમજી બધ માતાએ કુમારને ઉચ્ચ શિક્ષણ આપી સંસ્કારી બનાવ્યા હતા. કુમાર યૌવન વય પામતાં માતાએ તેનું ઉત્તમ કુલની બનીશ કુમારીકાઓ સાથે લગ્ન કર્યું. અને કુમાર સાંસારિક સુખ ભોગવવા લાગ્યા. એકદા ચરમ ચતુર્દશપૂર્વધર ભગવાન સ્થલિભદ્ર મહારાજના પટ્ટપ્રભાવક, દશપૂર્વ ધર, યુગપ્રધાન, સમ્રાટ સંપ્રતિ પ્રતિબંધક, ભગવાન્ આર્ય સહસ્તી મહારાજ વિહાર કરતા કરતા જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે અવન્તી નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા. આર્ય સહસ્તીજીએ વસતિ માગવા માટે સાધુઓને ગામમાં મોકલ્યા. મુનિએ ભદ્રા શેઠાણુના ઘરે ગયા. ભદ્રા શેઠાણીએ પિતાના આંગણે મુનિઓને આવેલા જોઈ આનંદ પૂર્વક વંદન કરી પૂછયું, હે પ્રભે, શી આજ્ઞા છે ? મુનિએ બેલ્યા, હે કલ્યાણી, અમે ભગવાન આર્ય સુહરતીજીના શિષ્ય છીએ અને તેમના આદેશથી વસતિ માગવા આવ્યા છીએ. આથી અહોભાગ્ય સમજતી ભદ્રા શેઠાણીએ વિશાલ તબેલે કાઢી આપ્યું. ત્યાર પછી ભગવાન આર્યસહસ્તી સપરિવાર ત્યાં આવી રહ્યા. એકદા સંખ્યા વખતે ભગવાન આર્ય સુહસ્તિી મહારાજ નલિની ગુલ્મ નામના એક અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે અવંતિસુકુમાલ પોતાના મહેલના સાતમા ભજલા૫ર સ્વર્ગની સુંદરી સમાન બત્રીશ રમણીઓ સાથે ક્રીડા કરતે હતો. કર્ણને રસાયન જેવું તે અધ્યયન તેના સાંભળવામાં આવતાં તેનું મન તેમાં રોકાયું અને તેને વિશેષ સ્પષ્ટ રીતે સાંભળવા માટે તે મહેલ પરથી નીચે ઉતરીને વસતિના દ્વાર પાસે આવ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44