Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ [ ર૭ર) શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પિતાના પૂર્વ ભવોનું વૃતાંત જાણી ચૂકેલા અવંતિસુકમાલે ભગવાન્ આર્યસુહરતીજી પાસે આવી નમસ્કાર કરીને કહ્યું, હે પ્રભો, હું ભાનો પુત્ર છું, અને પૂર્વે નલિની ગુલ્મ વિમાનમાં દેવતા હતે. હમણાં જાતિસ્મરણથી તે નલિની ગુલ્મ વિમાનનું મને સ્મરણ થયું છે. અને ફરીથી ત્યાં જવાની ઈચ્છાવાળો હું આપની પાસે ચારિત્ર લેવા આવ્યા છું, માટે કૃપા કરી મને દીક્ષા આપે. પછી આર્યસહસ્તીજી કહેવા લાગ્યા કે હે વત્સ, તું સુકુમાર છે, વળી ઢાના ચણા ચાવવા અને અગ્નિને સ્પર્શ કરવો સુલભ છે, પણ જિનપ્રતિ વત, અતિચાર રહિત રીતે પાળવાં દુકર છે. એટલે ભદ્રાસુત બોલ્યા: હે પ્રભે, દીક્ષા લેવાને હું અત્યંત ઉકંડિત છું. પરંતુ સાધુ સમાચારીને ચિરકાળ પાળવાને સમર્થ નથી, તેથી પ્રથમથી જ હિંમત ધરીને હું અનશન સહિત દીક્ષા લઈશ, કારણ કે તેમ કરવાથી કષ્ટ અ૫ લાગે છે. આર્ય સુહરતીજી બેલા હે મહાભાગ, જે તારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તે તારા બંધુ વર્ગની અનુજ્ઞા મેળવી આવ ! પછી અવંતિસુકમાલે ઘેર જઈને પિતાનાં કુટુંબીઓ પાસે રજા માગી, પણ તેઓએ આજ્ઞા આપી નહિ એટલે તેણે પોતાના હાથે જ કેશને લેચ કરી નાખે, અને ગૃહ વ્યવહારથી વિમુખ થઈ સાધુને વેશ ધારણ કરી લીધો. પછી તે જ વેષે આર્યસહસ્તીજી પાસે આવ્યા. આ સ્વયમેવ સ્વતંત્ર પધારી ન થાય, એમ ધારીને આર્યસહસ્તી ભગવાને પ્રવજ્યાનો વિધિ કરાવીને તેને દીક્ષા આપી. પછી ચિરકાળ પર્યત દુકર તપ કરીને કર્મની નિર્જન કરવાને અસર્મથ એવા ભદ્રા પુત્ર અનશનની ઇચ્છાથી ગુરૂની આજ્ઞા મેળવી, ત્યાંથી અન્યત્ર ગયા. રસ્તે જતાં સુકુમાર પગ હોવાથી તેમાંથી નીકળતા રકતબિંદુઓથી પૃથ્વી જાણે ઈદ્રગોપ સહિત થઈ હોય એવી દેખાવા લાગી. પછી ચિતાની ભસ્મથી જયાં ભૂતલ ધુસર થઈ ગયેલ છે તેવા અને જાણે યમનું કીડાસ્થાન હોય એવા સ્મશાનમાં તે ગયા. ત્યાં કંથારિકાકુડંગ નામના વૃક્ષની નીચે સમાધિ પૂર્વક પંચ પરમેઠી મંત્રનું સ્મરણ કરતાં તે અનશન લઈને કાર્યોત્સર્ગે રહ્યા. એવામાં લેહીના સ્ત્રાવથી આઈ થયેલાં તેમનાં પગલાંને ચાટતી કોઈક શિવાલણી પોતાના બાળકો સહિત કંથારિકાના વનમાં પેઠી. ત્યાં શોધ કરતાં કતથી વ્યાપ્ત થયેલા તેમના પગ જોઈને યમની બેન જેવી તે શિયાણી તેને ખાવા લાગી. ચર્મનું, માંસનું, મેદનું અને છેવટે હાડકાનું ભક્ષણ કરતી તે જંબુકી તેમને એક પગ રાત્રિના પહેલા પહોરે સંપૂર્ણ ખાઈ ગઈ, અને તેનાં બાળકો બીજો પગ ખાઈ ગયાં. આવી રીતના ઉપસર્ગથી પણ તે સાત્વિક મહાત્મા ચલાયમાન ન થયા. * svમેદ' એ યુકિત અનુસાર આત્મા નિત્ય છે અને દેહ અનિત્ય છે, એમ સમજીને ધ્યાનમાં વિશેષ મગ્ન થઈ ગયા. હવે બીજે પહેરે તે શિયાણી અને તેનાં બાળકો તેમનાં બે સાથળ ખાઈ ગયાં, તે વખતે પણ આ જીવ ભલે તૃપ્ત થાય, એવી ભાવનાથી તેમણે તેની દયા જ ચીન્તવી, ત્રીજે પહેરે તે તેમનું ઉદર ખાવા લાગી, તે વખતે મુનિએ વિચાર્યું કે આ મારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ મારા કમનું ભક્ષણ કરે છે, ચોથા પહેરે છે તે મહાસાત્વિક મહાત્મા મરણ પામીને નલિની ગુલ્મ નામના વિમાનમાં મહર્ધિક દેવપણે ઉત્પન થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44