Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ગંભૂતાનો સ્થળ પરિચય લેખક–. હીરાલાલ રસિકદાસ કાપડીયા. એમ. એ. દ્વાદશાંગીમાં સ્થાપના દૃષ્ટિએ પ્રથમ સ્થાન ભોગવતા આયા (સં. આચાર ) નામના અંગની શ્રી.શીલાચાયૅ જે સ્થળમાં ટીકા રચી છે તેનું “ગંભૂતા' નામ છે એમ એ ટીકાની કેટલીક મુદ્રિતર તેમજ અમુદ્રિત પતિઓ ઉપરથી જોઈ શકાય છે. આ “ગંભૂતા” તે કયું સ્થળ છે એ સંબંધમાં અનેક વિદ્વાનોએ પિતાને અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જેમકે છે. બીલર (Bihler) છે. પિટર્સન વગેરે યુરોપીય વિદ્વાનોએ “ગંભૂતા’ તે “ખંભાત' એવો નિર્દેશ કર્યો છે. એવી રીતે બોમ્બે ગેઝેટીઅર હૈં. ૧, ભા. ૧, ગુજરાતનો ઇતિહાસ, પૃ. ૧૨૩ માં “ ગંભૂતા' એ “ખંભાત નું પ્રાચીન નામ છે એ નિશ્વયામક ઉલ્લેખ કોઈ કારણ કે પ્રમાણ આપ્યા વિન કરાવે છે. વિશેષમાં જીતપસૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નીચે મુજબની પંકિત જોવાય છે— આ ઉતારે શીલાચાયૅ ટીકાને આ ભાગ ગુપ્ત સંવત્ ૭૭૨ ના ભાદરવા સુદી પાંચમને દિવસે ગંભૂતા (ખંભાત)માં પૂરો કર્યો એમ જણાવે છે.'' - આ પંકિતમાં કૌંસમાં જે “ખંભાત' લખેલ છે તે ઉપરથી એના લેખક મહાશય “ગંભૂતા'ને “ખંભાત' ગણતા હોય એમ અનુમનાય છે. હવે “ગભૂતા? તે ખંભાત નથી' એ ઉલ્લેખ કરનારાઓને હું નિર્દેશ કરીશ. વસંત પત્રની ચર્ચામાં સ્વ. શ્રીયુત તનસુખરામે ગંભૂત નામ ખંભાતનું હોઈ ન શકે એમ લખ્યું છે ખરું, પરંતુ ત્યારે એ કયું સ્થળ છે તે જણાવ્યું નથી. એ સંબંધમાં ' ગૃજરાતનું પાટનગર અમદાવાદ ” વગેરેના ક્તા શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ દ્વારા રચાયેલ ખંભાતનો ઇતિહાસ (પૃ. ૧૫) પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે ગંભૂતા એ ખંભાતનું પ્રાચીન નામ નથી એ નિર્વિવાદ છે. વનરાજના સમયના શીલગુણસૂરિના આચારાંગ સત્રની ટીકામાં જન્મતાથ આવવાથી ઉચ્ચાર સાદૃશ્યથી આ ભૂલ ડે. ન્યૂલર આદિએ કરેલી જણાય છે. મૂતાના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં ૧ આને શીલાંકરિ, તત્ત્વાદિત્ય અને શીલગુસૂરિ તરીકે પણ કેટલાક ઓળખાવે છે. ૨ જુએ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિની આવૃત્તિ ( પત્તાંક ૨૮૮ અ ) ૩ જીતકપસૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નોંધેલ પ્રતિ. ૪ પ્રસ્તુત લેખ નીચે મુજબ છે:"शोलाचायेंण कृता गम्भूतायां स्थितेन टीकैषा " * - એ ખંભાતને કતિહાસ' (પૃ. ૧૫) ૬ આના ૧૪મા પૃપમાં સૂચવાયુ છે કે ગજની “ ખંભાતનું જ એ પ્રાચીન નામ હતું એમ કોઈ સંપ્રમાણે લેખ કે ગ્રંથમાં જતું નથી ” આના ૧૬મા પૃષામાં એ ઉલ્લેખ છે કે જે સ્તંભનપુર નગરમાંથી સ્ત બન પાર્શ્વનાથને ખભાતમાં લાવી સ્થાપન કરવામાં આવ્યા હતા તે નગર અને સ્તંભતીર્થ-ખંભાત એ છે કેવળ જુદાં જ ચહેરો છે, એટલે સ્તંભતીક ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44