Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. દીક્ષા પ્રતિબંધનાં પગરણ.
સ. ૧૯૨૯ની વડોદરા રાજ્યની ધારાસભામાં ર. લલુભાઈ . કીશોરદાસે સંન્યાસ દીક્ષા પ્રતિબંધ રાજ્ય તરફથી થાય, તેવો ઠરાવ રજૂ કર્યાનું જાહેર થયું હતું, પરંતુ પ્રમુખસ્થાનેથી તે રજુ કરવાની રજા અપાઈ નહોતી. આ પ્રસંગે ઠરાવ રજૂ થાય તે તેનો વિરોધ કરવા માટે કાઉન્સીલર મી. રામચંદ્ર. જે. અમીને પિતાનું એક ભાષણ અંગ્રેજીમાં તૈયાર રાખ્યું હતું અને તેની ટાઈપ કરેલી નકલ કાઉન્સીલરને તે વખતે વહેંચી પણ હતી. અત્રે તેને અનુવાદ અપાય છે.
શ્રીયુત રામચંદ્ર જે. અમીનનું નિવેદન,
શ. લલ્લુભાઈ કીરદાસે જે ઠરાવ મૂકે છે, તે સામે હું ઘણું કારણોથી થાઉં છું.
પ્રથમ તે તે ઠરાવ નકામે છે. વાલીની સંમતિ સિવાય જે સગીરને સાધુજીવનની દીક્ષા આપવામાં આવે છે, તેને પહોંચી વળવા સારૂ કાયદાના હાથ જોઈએ તેટલા લાંબા છે. દીક્ષા આપવા સારૂ જે કંઈ સગીરાનું હરણ કરી જાય, તે તેમને શિક્ષા કરવા સારૂ ફોજદારી કાયદાના કાનુન પૂરતા છે. જે કઈ શખ્સ સગીરની વાલીની સંમતિ સિવાયસગીરને લલચાવે અને ખસેડે, તે તે મનુષ્યહરણના ગુન્હાને આરેપી થાય છે. તેમાં ગુન્હેગારનો આરોપ જોવા નથી અને કોઈપણ શમ્સ બળ વાપરીને અગર ઠગાઈના સાધનથી બીજા શખ્સને એક સ્થાનથી, બીજા સ્થાનમાં જવાને લલચાવે, તો તે મનુષ્ય હરણ કરે છે. જે વાલી આ દુનિયાદારીના કામમાં સગીરનો સારામાં સારે હિતચિંતક હય, તે તેજ ભાવ સગીરના ધાર્મિક કાર્યમાં શા માટે તેની પાસેથી લઈ લેવો? જે વાલી આધ્યાત્મિક હિત માટે સગીરનું અર્પણ કરવાની સંમતિ આપે છે, તે તેનું મોટામાં મેટું હિત સાધે છે. કારણ કે આવા આવા અર્પણથી તેના આત્માની મુક્તિ થાય છે, કે જે મુક્તિને માટે માનવજીવન સેંકડે યુગોથી
For Private and Personal Use Only