________________
सुभाषित रत्नावली.
પ્રસ્તાવના. વિદીત થાયકે “સુભાષિત રત્નાવલી” નામને એક સંસ્કૃત પદ્યાત્મક ગ્રંથ શ્રી ગણેદ્ર કૃત પ્રથમ મારા જેવામાં આવ્યું. તેની ફકત એકજ પ્રત મળવાથી અને તે પણ અત્યંત અશુદ્ધ હવાથી ઉક્ત ગ્રંથના મૂળ સાથે તેનું ભાષાંતર કરવા જે પ્રથમ વિચાર પ્રભવ્યું હતું તે તેવા રૂપમાં અમલમાં મૂકી શકાય નહિ. પરંતુ તેની શરૂઆતમાં સાર રૂપે જે કલેકે દાખલ કર્યા છે તે સાથે
ડાક બીજા કલેકેનું ભાષાંતર આદિમાં કાયમ રાખીને બાકીના વિષયેનું વિવેચન કંઈક રવતંત્ર રીતે સ્વક્ષપશમાનુસારે કરવું દુરરત ધારી ઉક્ત ગ્રંથમાં કહેવા ધારેલા વિષયે પિકી બની શક્ય તેટલા લગભગ ૪૫ વિષયે દાખલ કરવામાં આવ્યા છે. વર્તમાન સમયને અનુસારે જિજ્ઞાસુ ભાઈ બહેને ઉક્ત વિષ સંબંધી સંક્ષેપથી બંધ પૂર્વક શુભ કિયા રૂચિની વૃદ્ધિ થાય અને એમ યથાશક્તિ જ્ઞાન અને ક્રિયાના સંમેલનથી વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાનુસાર સ્વહિત આચરવા તેઓ સમર્થ થાય એવી સદબુદ્ધિથી પ્રેરાઈને આ પ્રસ્તુત પ્રયત્ન કરવામાં આવ્યું છે. આવા શુભાશયયુક્ત પ્રયત્નની સાર્થકતા કરવા ભવ્ય ભાઈ બહેને કંઈક સાગ્રહ ભલામણ કરૂં તે તે કંઈ ખોટું કહેવાશે નહિ. વર્તમાનકાળે કંઈક જાગૃત થતી જિજ્ઞાસા સ્વપશમાનુસાર લખી તે જિજ્ઞાસુ વર્ગ સમક્ષ મૂકવાને જેમ હું વકર્તવ્ય સમજુ છું તેમ તેને યથાશક્તિ આદર કરવા રૂપ નિજ કર્તવ્ય કરવાને કૃતજ્ઞ ભાઈ બહેને ચૂકશે નહિ એમ સમજીને પ્રસ્તુત ગ્રંથ સંબંધી પ્રસ્તાવના પૂર્ણ કરૂં છું.
શુભસ્યાત્ સર્વ સત્ત્વનામ, સન્મિત્ર કપૂરવિજય.