Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ આસ્તિક શું સમજે? આજે શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી સર્વોત્તમ પ્રવજ્યા સામે જે જે આક્રમણો થઈ રહ્યાં છે, તે કેટલાં બધાં બનાવટી અને ઉપજાવી કાઢેલાં છે, તે સમજાવવા માટે અને જૈનદીક્ષા'ની મહત્તા કેટલી છે, તે બતાવવા માટે “જેનદીક્ષા' એ વિષય રાખ્યો છે. શ્રી જિનેશ્વરદેવોએ જે દીક્ષાનો ઉપદેશ આપ્યો છે, તે પોતે પોતાના જીવનમાં જીવીને, નહિ કે કેવળ બીજાઓ માટે જ. બીજી વાત એ છે કે એના વિના આત્મા ધારે તો પણ મુક્તિ સાધી શકે એમ નથી, તે માટે એને ઉપદેશી છે. અત્યાર સુધી જે આત્માઓએ મુક્તિ સાધી છે, તે એના જ પ્રતાપે. શ્રી જિનેશ્વરદેવોની દીક્ષા, એટલે દુનિયાભરનું ઊંચામાં ઊંચું શિક્ષણ કહીએ, તો પણ ચાલી શકે છે. જીવનને સારું ને સુંદર બનાવવા માટે યોગ્ય શિક્ષણ આપવું એનું નામ જ જૈનદીક્ષા છે. દીક્ષાની પ્રાપ્તિ તેને જ થાય છે કે જે આત્મા યોગ્ય બની ચૂક્યો છે અગર યોગ્ય બનવા પ્રયત્ન કરે છે. આસ્તિક દુનિયા, કે જે સંસારને અનાદિ માનનાર છે, અનાદિકાળથી આત્મા રખડે છે અને કર્મને લીધે આત્માની ચડતી-પડતી થયા કરે છે એમ માને છે, તેને માટે એ પ્રશ્ન જ અસંભવિત છે કે અમુક આત્માને કેમ દીક્ષાની ભાવના થાય ? કે દીક્ષાની ઉત્તમતા કેમ સમજી શકાય? શું વિચારવું છે? જૈનદીક્ષા, એ કોઈ ભયંકર વસ્તુ નથી, એટલું જ નહિ પણ એક સારામાં સારી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. દુનિયાના જેટલા પાપવ્યાપારો છે, તેને તજવા અને સદ્ગુરુઓની નિશ્રા સ્વીકારી, એમની આજ્ઞા મુજબ શક્તિ હોય તેટલા પ્રમાણમાં ઉત્તમ આચારોનું પાલન કરવું અથ-િકોઈ પણ આત્માને મનથી, વચનથી કે કાયાથી દુઃખી કરવો નહિ, કરાવવો નહિ અને કરતા હોય એને સારા માનવા નહિ. એ જ રીતે અસત્ય, ચોરી, સ્ત્રીસંગ, ધનધાન્યાદિ પરિગ્રહ સેવવા નહિ, સેવરાવવા નહિ અને સેવતાને ભલા માનવા નહિ, એનું જ નામ જૈનદીક્ષા છે. હિંસા, જૂઠ, ચોરી, વિષયની વાસના અને પરિગ્રહ–એ પાંચે જગતને પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫% Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38