Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ કોઈનાં ધર્મનીતિ કે સામાજિક હક્કો ઉપર ત્રાપ મારવાનો કે આક્રમણ કરવાનો સરકારનો હેતુ નથી હોઈ શકે નહિ. આમાં માત્ર સગીરોનું રક્ષણ એ એક જ હેતુ છે અને તેમ કરવું તે રાજ્યની પવિત્ર ફરજ છે.” અમે એની સામે એમ કહીએ છીએ કે “તમે બાળક અહિત થાય એવા માર્ગે ચડી જાય, ખરાબ ચાલે ચડી જાય, એનાથી એનું રક્ષણ કરવું.-આવું જો સાચા દિલથી જ માનતા હો, તો રાજ્ય પાસે એવી અરજી ગુજારો કે “ભયંકર પાપાચરણમાં ઉછેરી રહેલા વાલીઓ પાસેથી વાલીપણું પડાવી લો.” પણ એ નથી થતું અને આ થાય છે, એથી એક જ વાત સિદ્ધ છે કે સમાજમાં અનીતિ, અન્યાય કે ત્રાસ ફેલાય એની દરકાર નથી. માત્ર એક જ દરકાર છે કે કોઈ પણ બાળક દીક્ષિત ન થાય. તમને એની જ પડી છે. આજે જેલો ભરેલી રહે છે, પોલીસને રાત-દા'ડો ઉઘાડો પહેરો ભરવો પડે છે, એ છોકરા આકાશમાંથી પડેલા છે કે કોઈ પણ વાલીના હાથ નીચે ઊછરેલા છે? એ વાલી ખોટા હતા માટે જ ને ? એના વાલીઓને બધી છૂટ ? દીક્ષા અપાવનાર ઉપર કે દિક્ષા લેનાર બાળક ઉપર એવી જાતનો કોઈ આરોપ નથી કે તે ભયંકર પાપ કરી રહ્યો હોય, છતાં એની સામે કાયદા કરવાનું મન થાય છે, તો અનાડી લોકો માટે કાયદા કરવાનું મન કેમ ન થયું? જેને ખોટું શિક્ષણ આપી ખોટે માર્ગે લઈ જવાય છે, તેની સામે કાયદા કરવાની જરૂર ન જણાઈ ? જેના દીકરા ચોરી કરશે, ખોટું આચરણ આચરશે, તેની સજા તેનાં મા-બાપને થશે, એવો કાયદો કરાવી શક્તા હો તો કરાવો કે જેથી જગતની શાંતિમાં કાંઈક વધારો થાય. ધર્મગુરુઓ અને યુગધર્મ: હવે છેલ્લે બધા ધર્મગુરુઓને સલાહ આપે છે. ૯. ધર્મગુરુઓ પણ યુગધર્મ સમજી પોતાના અનુયાયીઓને સાચે માર્ગે દોરશે અને દરેક ધર્મનાં સાધુમંડળ અને આચાર્યો પણ આ કાયદાને ટેકો આપી સગીરોને સંન્યાસ દીક્ષા નહિ આપવાના ઠરાવો કરી, ધર્માચાર્ય તરીકે ધર્મ અને સમાજ તરફ પોતાની ફરજ બજાવશે.' ( ૧૪ આ છે પૂ. રામચન્દ્રસૂરિસ્મૃતિગ્રંથમાળા-૭૫% Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38