Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ બાળદીક્ષા શ્રાવકપણા સાથે જડાયેલી છે : દીક્ષાનો જે વિરોધી હોય તે તો વસ્તુતઃ શ્રાવક નથી. એવાઓના ટોળાને પચીસમા તીર્થંકરસ્વરૂપ શ્રીસંઘ તે જ માને, કે જે પોતે મિથ્યાત્વથી ઘેરાએલો હોય. દક્ષાની ભાવના શ્રાવકપણાની સાથે જડાએલી જ છે અને એથી એવી સારી ચીજ વહેલી ન લેવાય તો શ્રાવક પોતાને ઠગાયેલો માને, એમાં નવાઈ નથી. જે વસ્તુ એકાંતે કલ્યાણકારી છે, તે તો જેમ બને તેમ વહેલી પામવાની જ ભાવના હોય. પોતાનાથી ન પમાય તો પણ બીજાઓને બાલવયે પામતા જોઈને આનંદ જ થાય. યોગ્ય ગુરુના હાથે અધિકારીને બાલવયે અપાતી દીક્ષામાં આવે આવનારાઓ અને એ માટે ખોટો પ્રચાર કરીને રાજ્ય દ્વારા અટકાયત કરવાનો પ્રયત્ન કરનારાઓ, જૈનકુળમાં પાકેલા ભયંકરમાં ભયંકર પાપાત્માઓ છે ? અને જે વેષધારિઓ એવાઓને ઉત્તેજન આપે છે, તે અધમો માટે તો કહેવું જ શું? બાલદીક્ષા એ અપવાદ માર્ગ નથી : બાલદીક્ષા, એ અપવાદમાર્ગ નથી, પણ એ એક એવો માર્ગ છે કે જે માર્ગે નહિ જઈ શકનારા સુશ્રાવકો અફસોસ જ કરે અને પોતે બાળપણમાં દીક્ષા ન પામી શક્યા, એને પોતાની એક કમનસિબી જ માને. જન્મતાં કે ગર્ભથી આઠ વર્ષ અને તે પછી થનારી દીક્ષાને, વયની અપેક્ષાએ અપવાદમાર્ગની દીક્ષા કહેનારાઓ પણ અજ્ઞાન જ છે. “ભોગ ભોગવ્યા વિના ન જ જવાય, વગર ભોગ ભોગવ્યે જાય તે પટકાય જ, રાજમાર્ગ ભોગ ભોગવ્યા પછી જ દીક્ષા લેવાનો છે' - આવું આવું બોલનારાઓની અકકલ ઠેકાણે નથી. પડવાનો ભય કોને? એમ બોલવું તે બુદ્ધિનો સદુપયોગ નથી, પણ બુદ્ધિનું લીલામ છે. પડવાનો ભય કોને? પડવાનો સંભવ, બાલવયે દીક્ષિત થનારાઓ કરતાં ભોગ ભોગવવામાં, યૌવનવયને પસાર કરીને તે પછી દીક્ષા લેનારાઓ માટે જ વધારે છે. “અભુક્તભોગી કરતાં ભુક્તભોગીને માટે પડવાનો સંભવ વધારે છે' એમ ઇતર દર્શનમાં વર્ષો સુધી રહેનાર, ઇતર દર્શનશાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન અને શ્રી જૈનદર્શનનાં શાસ્ત્રોનું રહસ્ય પામીને સમર્થ જૈન દ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ iiiiiiiiiiiiiii ૨૭ છે / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38