Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ પાપબુદ્ધિ ચાલી જાય અને પાપનો ત્યાગ થઈ જાય, તો જ મનુષ્ય જીવનની સાચી સફળતા સધાય-એવું જો સમજાઈ જાય, તો પાપના સર્વથા ત્યાગરૂપ દીક્ષા પ્રત્યે આદરભાવ પ્રગટ્યા વિના રહે જ નહિ. જ્યાં સુધી સમ્યક્યારિત્ર પ્રત્યે સાચો સદૂભાવ પ્રગટશે નહિ, ત્યાં સુધી સાચા સુખની સાધના થઈ શકશે નહિ ? માટે યોગ્ય ગુરુઓનો સહવાસ સાધીને સાચા હિતકર માર્ગને સમજવા માટે તથા આરાધવા માટે પ્રયત્નશીલ બનો, એ જ એક શુભાભિલાષા. સન્માર્ગ પ્રકાશનનું એક આગવું પ્રકાશન સભ્યદર્શન ૪૫૦ પેજ, ભારે કાગળો, ઓફસેટ પ્રીન્ટીંગ, પાકુ બાઈન્ડીગ. મૂલ્ય રૂ. ૧૦૦૦૦ ઃ પ્રવચનકાર : પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. આ ત્રણેમાં પણ સમ્યગ્દર્શન પાયાનું કામ કરે છે. સમ્યગ્દર્શન વિનાના ગમે તેવા ઉંચા જ્ઞાનની અને ચારિત્રની શાસ્ત્ર કિંમત આંકી નથી. આટલું બધું સમ્યગ્દર્શનનું મૂલ્ય છે. આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ-એની મહત્તા, એની પ્રાપ્તિ સંરક્ષણ અને શુદ્ધિના ઉપાયો, એનાં દૂષણો તથા એની પ્રાપ્તિ આદિનો ક્રમ વગેરે સઘળીય બાબતોને અત્યંત સરળ, રસાળ, તત્વપ્રચુર ભાષામાં પૂજ્યશ્રીએ અનેક પ્રવચનોમાં વર્ણવી છે. એ પ્રવચનોને સંકલિત કરીને આ પુસ્તકમાં પ્રકાશિત કરાયા છે. આજસુધી ગુજરાતી બે આવૃત્તિ અને હિંદી આવૃત્તિમાં છપાયા બાદ હવે આ ગુજરાતી ત્રીજી આવૃતિ પ્રકાશિત થાય છે, એજ એની મહત્તાને સાબીત કરે છે. સમ્યગ્દર્શનના ઊંડા અર્થજનોમાં અત્યંત સન્માનનીય સ્થાન પામનાર આ પુસ્તક, સમ્યગ્દર્શનના વિષયને ઊંડાણથી જાણવા-સમજવાના ઈચ્છુક દરેક જિજ્ઞાસુએ અવશ્ય વાંચવું જ રહ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38