Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/005591/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી . નગર જૈન દીક્ષા અંગે પત્રકારોનું વલણ d 田 હોવાથી જો ફોજદારી કે છટકબારીઓનો લાભ – ડઠાવી, નસાડી સાધુ બનાવી વૃધ્ધ મા બાપોને રડાવી તેમની તંગી દુ:ખી કરતા હતા. આ નિબંધ સંબંધમાં કેટલાક તરફથી કંઇક ગેરસમજુતી ફેલાવવનો અને કાયદાને અમલમાં નહિ આવવા દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ મનોદશા હાલના વિચારવિતંત્રય અને પ્રગતિના યુગમાં ખરેખર દિલગીરી વે ニャン છે પણ સ જમ કે સંપ્રદાયની અણસમજુ વયે તેને સં ધવવામાં ન આવે અને ધર્મ કે કા રૂધ્ધના તેવા કાર્યમાં કોઇ મા - વાલીઓ કે અન્ય કોઇ સાચી શ્રધ્ધા કે સ્વાર્થથી સંમતિ યા મદદગારી ન આપી તે હેતુ છે. સગીરના ભાવિ હિત અને હક રક્ષણ કરવું તે મા બાપોની જ નહિ કોમ્પ. સમાજ અને તેથી આગળ વધી ની પણ ફરજ છે. અને તે ક મા - બાપો અને સમાજનેત નાથી, લોકોની માગણી કાયદો કરવાની જ કોઇનાં નિતી ૨. ત્રરવાન કાતુ નથી ઘેરોનું ૨ મ કરવું વ્યાખ્યાન વાચસ્પતિ પૂજયપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અને નવા માંડયા. અ બદી આગળ વધી ૧૭ રૂપ લીધું ત્યારે પોકાર ગારના રક્ષણની ખાતર સરકાર પડી. કાયદો કરવાની આવશ્યકતા ઘણાને જણાઇ હતી અને તેથી ચોમેરથી For Persoસ્વરૂપનો બ્રિટિશ ગુજરાતમાં પરદેશી અને આ માટે લાગ Jo Educatioમાગણીઓ થઇ હતી. જયમાં લ ભાગમાં આથી ભાગવતી દીક્ષા અને ધર્મ ઘણા દાખલાઓ વિધર્મી રાજસત્તા હોવાથી આવી બાબતમાં ધ્વનિ જ સમશ વિષે ધર્મનાં ચન અને આર ગધર્મ સ www.jainelibrary ચે માર્ગે દા Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા... ૭૫ જૈનદીક્ષા અંગે પત્રકારોનું વલણ * પ્રવચનકાર ક સુવિશાળ ગચ્છાધિપતિ, વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા G HES સમાર * સંપાદક * વર્ધમાનતપોનિધિ પૂજ્ય મુનિરાજશ્રી ગુણયશવિજયજી ગણીવરના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજશ્રી કીર્તિયશવિજયજી ગણીવર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ [: પ્રકાશક : ઃ મૂલ્ય : સન્માર્ગ પ્રકાશન એક પુસ્તકની કિંમત : રૂ. ૭-૦૦ છે. મ. તપગચ્છ જૈન આરાધના ભવન, ૨૧ પુસ્તકના પહેલા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦ પાછીયાની પોળ, રીલીફ રોડ, ૨૨ પુસ્તકના બીજા સેટની કિંમત રૂ. ૧૨પ-૦૦ અમદાવાદ-૩૮૦ ૦૦૧ ૨૨ પુસ્તકના ત્રીજા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦ મુદ્રકઃ ગુજરાત ઓફસેટ, અમદાવાદ ૨૨ પુસ્તકના ચોથા સેટની કિંમત : રૂ. ૧૨૫-૦૦ સેટીંગ દુભિ પ્રિન્ટર્સ, 079-404 186 ૧૦૮ પુસ્તકના પુરા સેટની કિંમત રૂ. ૨૫-૦૦ પ્રથમ આવૃત્તિ-નકલ ૩૦૦૦, વિ. સં. ૨૦૫૧ અષાઢ વદ ૧૪ તા. ૨૬-૭-૯૫ બુધવાર પૂજ્યણદ ગચ્છાધિપતિ આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચોથો વાર્ષિક સ્વર્ગારોહણ દિન સૌજન્ય: શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ : * સંપર્કસ્થાન - ૦ પ્રાપ્તિસ્થાન : - અમદાવાદ જ મુંબઈ * બાબુલાલ કકલદાસ શાહ- ટ્રસ્ટી * * મહેતા જયંતકુમાર શાંતિલાલ-મંત્રી c/o. કીર્તિલાલ બાબુલાલ એન્ડ કું. c/o. શાંતિલાલ એન્ડ સન્સ, રતનપોળ, ગોલવાડ, અમદાવાદ-૧ ૨, પહેલે માળ, કાચવાલા બિલ્ડીંગ, ફોનઃ (ઓ)પ૩૫૭૬૪૮, (૨)૫૩૫૬૯૫ ૩, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ કે. નીતીન & કં. ફોનઃ ૩૪૪૪૬૧૭, ૩૪૪૬૩૩૬ ૨૧, આનંદશોપીંગ સેન્ટર, રતનપોળ, વિરવાડીયા પ્રફુલકુમાર શાંતિલાલ ગોલવાડ, અમદાવાદ-૧, ફોનઃ ૫૩૫૬૩૮૦ ૪૦૧/સી. ચંદ્રપુરી, કેદારમલ રોડ મલાડ (પૂર્વ) મુંબઈ-૯૭ શાહ હરિચંદભાઈ પ્રતાપચંદ ચેરમેન ફોન નં.૮૪૦૫૩૩૯-૮૪૦૩૯૨૦ ૩૮, સહજીવન સોસાયટી, શાંતિનગર,અમદા. કયવન એમ ઝવેરી ફોનઃ ૩૮૩૦૪૬, R.૬૪૨૦૧૫૮ સલસા એ. વાલકેશ્વર ફોનઃ ૩૧૦૭૨૪ ૦૪ ડો. રમેશભાઈ શાંતિલાલ વોરા - મંત્રી અનિલ કુમાર ડી. શાહ દેવસાના પાડા સામે, કાલુપુર, અમદાવાદ-૧ મહાજનમુ. ૫૧૦, પ્રસાદ ચેમ્બર્સ ફોનઃ ૩૬૯૩૦૩ (૧) ૪૬૬૪૬૬ ઓપેરા હાઉસ, મુંબઈ-૪ શાહ વાઘજીભાઈ ભુદરભાઈ - સહમંત્રી ફોનઃ ૩૧૦૨૧૮-૩૬૧૯૨૮ સ્વામિનારાયણ મંદિર રોડ, દિલીપકુમાર એચ. ઘીવાળા કાલુપુર, અમદાવાદ-૧, ફોનઃ ૩૬૫૩૪૬ બી-૩૭, સોનારિકા, ૨૫-સી, ચંદાવાડી નરેન્દ્રકુમાર પોપટલાલ વોરા- સહમંત્રી • સી.પી. ટેક રોડ, જૈનનગર, પાલડી, અમદા-૭ ફોનઃ૪૧૦0૯૭ મુંબઈ-૪, ફોનઃ ૩૮૮૩૮૧૦, ૩૮૬૬૮૧૨ સુરત સેવંતિલાલ વી. જૈન • શાહ નવીનચંદ્ર તારાચંદ-મંત્રી ૨૦, મહાજનગલી, ૧લે માળે, ઝવેરી બજાર C/o. વિપુલડાયમંડ, મુંબઈ-૨ ૨૦૫-૨૦૬, આનંદ, બીજોમાળ, જદાખાડી, નવસારી મહીધરપુરા, સુરત,. ફોનઃ ૫૩૭૬૦ રાજુભાઈ બી. શાહ શાહ ધીરજકુમાર શાંતિલાલ રોકિઝ એપાર્ટમેન્ટ, પાંચમે માળે, સ્ટેશન રોડ, કૈલાસનગર, સુરત, ફોનઃ ૩૮૮૪૯ નવસારી, ફોનઃ ૨૧૩૮,૪૫૯૧ પરેશકુમાર વાડીલાલ સંઘવી નાસિક નાણાવટ મેઈન રોડ, સુરત, ફોનઃ ૪૩૫૬૨૪ • ચંદ્રકાન્ત ચીનુભાઈ શાહ વડોદરા કે મેઈન રોડ, નાસિક-૪૨૨૦૦૧ પ્રકાશચંદ્ર જયંતિલાલ ગાંધી ફોનઃ ૭૪૭૨ C/o. સુલસા ટ્રાવેલ્સ, લાલજી કુઈ, વઢવાણ- સુરેન્દ્રનગર મજીદ સામે, નાગરવાડા, જયંતભાઈ ભીખાલાલ શાહ વડોદરા-૧, ફોન: ૬૬૪૪૧, ૫૪૧૩૯૬ ધનજીગફલનું ડહેલું, મોટા દેરાસર સામે, જામનગર જ સુરેન્દ્રનગર, ફોનઃ ૨૨૭૪૪ (ઓ.) ૨૧૯૧દ (ઈ.) સમીર કે. પારેખ સોલાપુર ૫, ગાંધી ચોક, જામનગર ફોનઃ ૭૮૨૧૨(ઓ), ૭૧૯૪૨() પ્રકાશચંદ્ર મોતીલાલ શાહ ૯૬, ચાટીગલી, સોલાપુર-૪૧૩ ૦૦૨ રાજકોટ પાલિતાણા . પ્રકાશભાઈ દોશી સોમચંદ ડી. શાહ વર્ધમાનનગર જૈન ઉપાશ્રય, હજુર પેલેસ રોડ, રાજકોટ-૧ જીવણનિવાસ સામે, તળાટી રોડ, પાલીતાણા For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા ભાગ-ચોથાના પ્રકાશન પ્રસંગે પ્રકાશકોના હૈયાની વાત પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ, સુવિશાળગચ્છાધિપતિ સંઘસ્થવિર, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાની અમોઘ દેશના શક્તિ દ્વારા સકળ શ્રીસંઘ ઉપર અને વર્તમાન વિશ્વ ઉપર કરેલા અગણિત ઉપકારોથી કોણ અજાણ્યું છે ? નશ્વર દેહે તેઓ શ્રીમદનું સાનિધ્ય આજે અલભ્ય બનવા છતાં પણ અક્ષર દેહે તો તે સાનિધ્ય આજે પણ એટલું જ સુલભ છે. આમ છતાં એને વધુને વધુ સર્વજન સુલભ બનાવવા અને એ દ્વારા જીવનભર તેઓ શ્રીમદે અવિરતપણે વહાવેલ ઉપકાર ભાગીરથીના નિર્મળ વહેણને અવિરતપણે વહેતું રાખવા સન્માર્ગ પ્રકાશને ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશિર્વાદ પામવા પૂર્વક પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળાના ઉપક્રમે દર વર્ષે તેઓશ્રીજીના વાર્ષિક સ્વર્ગારોહણ દિને ૨૧/૨૨ એમ કુલ પાંચ જ વર્ષના ટુંકા ગાળામાં ૧૦૮ પુસ્તકોનું પ્રકાશન કરવાનો નિર્ધાર કર્યો છે. અમારા આ નિર્ધાર મુજબ પૂજ્યશ્રીના પ્રથમ સ્વર્ગારોહણ દિને ૨૧ પુસ્તકોના ત્રણ-ત્રણ હજાર ચેટનું બે આવૃત્તિમાં પ્રકાશન કર્યું હતું. એજ રીતે પૂજ્યપાદશ્રીજીના બીજા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૨૨થી ૪૩ એમ ૨૨ પુસ્તકોના બીજા સેટનું અને ત્રીજા સ્વર્ગારોહણ – દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૪૪થી ૬૫ એમ ૨૨ પુસ્તકોના ત્રીજા સેટનું પ્રકાશન કર્યા બાદ તેઓશ્રીના ચોથા સ્વર્ગારોહણ દિને સ્મૃતિગ્રંથમાળાનાં ૬૬થી ૮૭ એમ ૨૨ પુસ્તકોના ચોથા સેટનું પ્રકાશન કરતાં અમને અત્યંત આનંદાભૂતિ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાળાનાં પ્રત્યેક પુસ્તકોનું સંકલન/સંપાદન કરી આપવા અમે વર્ધમાન તપોનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી ગુણયશવિજયજી ગણીવરના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી ગણીવરને વિનંતિ કરતાં અમારી તે વિનંતિને સહર્ષ સ્વીકારી અમને અત્યંત ઉપકૃત કર્યા છે. સ્મૃતિ ગ્રંથમાળાના ‘જૈનદીક્ષા અંગે પત્રકારોનું વલણ' પુસ્તકને પ્રકાશિત કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે પ્રસ્તુત પુસ્તકનું વાંચન આપના જીવનને સાચી દિશા અને સાચો પ્રકાશ આપશે. આપ એને માત્ર કબાટની શોભા ન બનાવતાં આપના જીવનની શોભા બનાવશો અને એને સરોવરના જળની જેમ એક જ જગ્યાએ સીમીત ન રાખતાં નિર્મળ સરિતાના વહેણની જેમ વહેતું જ રાખશો. આપની અનુભૂતિ અમને જાણવા મળશે તો અમારો આનંદ અદકેરો બનશે. - સન્માર્ગ પ્રકાશન 3 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સવિનય સમર્પણ પરમ આપ્તત્વને વરેલા હે ગુરુદેવ ! પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ગુર્જર ભાષાના માધ્યમે આપે વહેતી મૂકેલી પ્રવચન ભાગીરથીને સુયોગ્ય જ્ઞાનાર્થીજનો સુધી પહોંચાડવાનું જે સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે... અમને પ્રાપ્ત થયેલા આપના અંતસ્તલના આશીર્વાદનું જ એક સુખદ શુભ પરિણામ છે. આશા તો એક જ હતી કે, સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા આપના વરદ કરકમળોમાં સ્થાન માપીને આ જ્ઞાનલક્ષ્મી ઝૂમી ઊઠશે : પણ... ગુરુદેવ ! અમારું એ પુણ્ય ઓછું પડ્યું અને આપ સ્વર્ગે સિધાવી ગયા. ખેર ! આપ જ્યાં હો ત્યાંથી પુષ્પમાળા સમી આ ગ્રંથમાળા સ્વીકારી અમને કૃતાર્થ કરો એ જ એક અભ્યર્થના. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ : આધાર સ્થંભ : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મિયભાવે અત્યંત મહત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. મુંબઈ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનીલાલ મોદી ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ વાડીલાલ ૬. ભોરોલતીર્થ નિવાસી વોહેરા જેવતલાલ સ્વરૂપચંદ ભોરોલતીર્થ ૭. શાહ પ્રેમચંદભાઈ ઈશ્વરલાલ ૮. શ્રીમતી કંચનબહેન સારાભાઈ શાહ હવિરેન્દ્રભાઈ (સાઇન્ટીફીક લેબ.) અમદાવાદ ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ ઃ શાહ દિનેશભાઈ જે. ૧૧. શાહ છબીલદાસ સાંકળચંદ પરિવાર ૧૨. શાહ ભાઈલાલભાઈ વર્ધીલાલ (રાધનપુર) C/o. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હઃ ચંપકભાઈ ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ભાભર ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૦. શ્રીમતિ કંચનબેન કાન્તિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તિગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાન્ત પૂનમચંદ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હઃ નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ 1111111 1111lutlıl11111 સુરત મુંબઈ મુંબઈ પાટણ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઃ સહયોગી : સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફળો આપી સહયોગી બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ સુરત સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ભાંડોતરા. ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા પરિવાર C/o. કુમારભાઈ એ. મહેતા રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા C/o. અરવિંદભાઈ આર. શાહ ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી ૫. શ્રીમતી નિર્મળાબહેન હિંમતલાલ દોશી હઃ શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી ૬. શ્રી કેશવલાલ દલપતભાઈ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી . સ્વ. મણીલાલ નીહાલચંદ શાહ હઃ રતીલાલ મણીલાલ શાહ ભાંડોતરા નિવાસી રવ. શાહ મૂળચંદ ધમજી તથા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદ સહપરિવાર સ્વ. શ્રી ભીખમચંદજી સાંકળચંદજી C/o. શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબહેન મચાચંદ વરધાજી ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હઃ પ્રવિણભાઈ ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હઃ પાનાચંદ નાનાભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ(ઉ.ગુ.)વાળા ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર ” હ. : યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૬. શાહ બબાલાલ ડાહ્યાભાઈ રોકાણી (જૂનાડીસાવાળા) મુંબઈ જેતાવાડા સુરત મુંબઈ સુરત મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જેનદીક્ષા અંગે પત્રકારોનું વલણ વડોદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલ ‘સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકો આપતો એક લેખ તા. ૨૦ ઓગસ્ટ ૧૯૩૧ના “સયાજી વિજય’ પત્રમાં તંત્રી સ્થાનેથી પ્રગટ થયો. લેખ સત્યથી વેગળો ને ગેરસમજભર્યો હોઈ અને સયાજી વિજય’ વડોદરામાંથી જ પ્રસિદ્ધ થતું હોઈ રાજા અને પ્રજામાં પવિત્ર જૈન દીક્ષા' વિશે બેદિલી ને ગેરસમજ ન ફેલાય. એ હેતુથી પાટણના ધમનુિરાગી જૈનોની વિજ્ઞપ્તિથી પૂ. બાલબ્રહ્મચારી, સમર્થ વિદ્વાન વ્યાખ્યાનવાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરે પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે) એ લેખમાંની ગેરસમજો દૂર કરતું એક જાહેર પ્રવચન પાટણમાં તા. ૨૧-૮-૧૯૩૧ ને શુક્રવારે આપ્યું હતું. - આ પ્રવચનમાં શ્રીમદે, “પ્રજામિત્ર કેસરી' જેવાં અજ્ઞાન અને ધમઢષથી દોરવાયેલ હોઈ ભાગવતી જૈન દીક્ષા સામે તદ્દન ખોટી ટીકા કરનારાં પત્રો માટે પણ કહેવા યોગ્ય કહ્યું હતું તેમજ જૈનદીક્ષા' અંગે કરાતા આક્ષેપો પુરવાર કરવાનું આહવાન પણ કર્યું હતું. આ વિવેચન “જૈનદીક્ષા' સંબંધી બહારના વાતાવરણથી દોરવાઈ ગયેલાની સમક્ષ એક એવી સૃષ્ટિ ખડી કરે છે, કે જેથી વાચકની ખોટી માન્યતાઓ લુપ્ત થાય. એ પ્રવચનનું આ સારભૂત અવતરણ છે–પ્ર. આજથી આશરે ૬૦-૬૫ વરસ અગાઉના દેશકાલમાં પૂજ્ય પ્રવચનકારશ્રીએ ફરમાવેલા આ પ્રવચનના વિચારો, બાલદીક્ષાને નામે થતા અવળા પ્રચારના પ્રતિકારમાં આજે પણ એટલા જ પ્રાસંગિક લાગવાથી અત્યારે એનું પુનઃ પ્રકાશન કર્યું છે. ૬ ૧૦જેનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક શું સમજે? આજે શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી સર્વોત્તમ પ્રવજ્યા સામે જે જે આક્રમણો થઈ રહ્યાં છે, તે કેટલાં બધાં બનાવટી અને ઉપજાવી કાઢેલાં છે, તે સમજાવવા માટે અને જૈનદીક્ષા'ની મહત્તા કેટલી છે, તે બતાવવા માટે “જેનદીક્ષા' એ વિષય રાખ્યો છે. શ્રી જિનેશ્વરદેવોએ જે દીક્ષાનો ઉપદેશ આપ્યો છે, તે પોતે પોતાના જીવનમાં જીવીને, નહિ કે કેવળ બીજાઓ માટે જ. બીજી વાત એ છે કે એના વિના આત્મા ધારે તો પણ મુક્તિ સાધી શકે એમ નથી, તે માટે એને ઉપદેશી છે. અત્યાર સુધી જે આત્માઓએ મુક્તિ સાધી છે, તે એના જ પ્રતાપે. શ્રી જિનેશ્વરદેવોની દીક્ષા, એટલે દુનિયાભરનું ઊંચામાં ઊંચું શિક્ષણ કહીએ, તો પણ ચાલી શકે છે. જીવનને સારું ને સુંદર બનાવવા માટે યોગ્ય શિક્ષણ આપવું એનું નામ જ જૈનદીક્ષા છે. દીક્ષાની પ્રાપ્તિ તેને જ થાય છે કે જે આત્મા યોગ્ય બની ચૂક્યો છે અગર યોગ્ય બનવા પ્રયત્ન કરે છે. આસ્તિક દુનિયા, કે જે સંસારને અનાદિ માનનાર છે, અનાદિકાળથી આત્મા રખડે છે અને કર્મને લીધે આત્માની ચડતી-પડતી થયા કરે છે એમ માને છે, તેને માટે એ પ્રશ્ન જ અસંભવિત છે કે અમુક આત્માને કેમ દીક્ષાની ભાવના થાય ? કે દીક્ષાની ઉત્તમતા કેમ સમજી શકાય? શું વિચારવું છે? જૈનદીક્ષા, એ કોઈ ભયંકર વસ્તુ નથી, એટલું જ નહિ પણ એક સારામાં સારી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે. દુનિયાના જેટલા પાપવ્યાપારો છે, તેને તજવા અને સદ્ગુરુઓની નિશ્રા સ્વીકારી, એમની આજ્ઞા મુજબ શક્તિ હોય તેટલા પ્રમાણમાં ઉત્તમ આચારોનું પાલન કરવું અથ-િકોઈ પણ આત્માને મનથી, વચનથી કે કાયાથી દુઃખી કરવો નહિ, કરાવવો નહિ અને કરતા હોય એને સારા માનવા નહિ. એ જ રીતે અસત્ય, ચોરી, સ્ત્રીસંગ, ધનધાન્યાદિ પરિગ્રહ સેવવા નહિ, સેવરાવવા નહિ અને સેવતાને ભલા માનવા નહિ, એનું જ નામ જૈનદીક્ષા છે. હિંસા, જૂઠ, ચોરી, વિષયની વાસના અને પરિગ્રહ–એ પાંચે જગતને પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫% For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ડુબાડનાર, પાયમાલ કરનાર અને અધોગતિએ પહોંચાડનાર મહા દોષો છે, એવું જગતમાં ક્યો બુદ્ધિમાન્ નહિ સ્વીકારે ? એનો ત્યાગ એનું જ નામ જૈનદીક્ષા. એની સામે આક્રમણ લાવવાનું કાંઈ પ્રયોજન છે ? નથી જ. તે છતાં રાજ્યો તરફથી પ્રતિબંધની વાતો થાય છે, એનું કારણ એ જ છે કે પાપની વૃત્તિથી ભારોભાર ભરેલા આત્માઓએ આજે એ સ્વપર તારક દીક્ષા સામે ખોટું પ્રચારકાર્ય આરંભ્યું છે, નહિ તો જૈનદીક્ષા, એ રાજ્ય તથા પ્રજા ઉભય માટે શાંતિને આપનાર છે. ખૂનીઓને રોકવા, જુઠ્ઠાઓને શિક્ષા કરવી, ચોરી કરનારાઓને પકડવા, જેની અને તેની જે અને તે વસ્તુ લૂંટનારાઓને રોકવા, એ કાર્ય, રાજ્યને જે કાયદા ઘડી કરવું પડે છે, એ કામ દીક્ષાથી સહેજે સહજ રીતે થાય છે. છતાં આડે આવે છે એવું જે સાંભળીએ છીએ, તેનું કારણ શું છે તે આપણે વિચારવું છે. ગેરસમજૂતી શાથી થાય છે ? વર્તમાનકાળમાં દુનિયાના પત્રકારો, વસ્તુસ્થિતિ સમજી સાચી જાહેરાત કરનારા હોય છે, એમ મનાયું છે; પણ જ્યારે એ જ પત્રકારો તંત્રીસ્થાનેથી સાચી વસ્તુના સ્વરૂપને ઉલટાવીને પણ વગર વિચાર્યે અને વગર તપાસ્યે આર્ટિકલો પ્રગટ કર્યો જાય, ત્યારે લોકો ઉન્માર્ગે જાય એમાં નવાઈ નથી. પત્રકારોને માથે મોટી જોખમદારી હોય છે. પોતાના પત્રમાં પારકે નામે પણ એક વાત પ્રગટ કરવી હોય, તો પણ તપાસ કરવી જરૂરી છે, તો પછી પોતાના હાથે, પોતાની જાતે અને પોતાના નામે એક વસ્તુ પ્રગટ કરવી હોય, ત્યારે કેટલી તપાસ કરવી જોઈએ ? છતાં નથી થતી, અને લખ્યું જવાય છે, એને અંગે જ ગેરસમજૂતીઓ ઊભી થતી જાય છે. પહેલી ગેરસમજ : ૧. દીક્ષાથી અનેક અનર્થો થાય છે. બાળકોના હિતનો સંહાર થાય છે.’ એવી એવી વાતો પત્રોના તંત્રીસ્થાનોથી પણ પ્રગટ થાય છે, એ આશ્ચર્યની વાત છે. જૈનદીક્ષા, એવી પરમપવિત્ર ચીજ છે કે જેની સામે કોઈથી પણ ટીકા થઈ શકે તેમ નથી. આથી એની સામે કાયદાની આવશ્યકતા નથી. જૈનદીક્ષા, ચાહે નાનો હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનુ વલણ ૩ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કોઈને પણ અનર્થ કરનારી નથી. દીક્ષિત થયેલો તેનાથી બનશે તો ઉપકાર જ કરવાનો છે અને તે નહિ બને તો પોતાનું તો તે સુધારવાનો જ છે. જૈનદીક્ષા લેનાર, સંબંધીઓની સાથેના સ્વાર્થમય સંબંધો તોડી, લક્ષ્મી અને ઘરબારનો પરિત્યાગ કરી, કેવળજ્ઞાનીઓની આજ્ઞા મુજબ નિર્દોષ જીવન જીવવા જાય છે. એ રીતે સન્માર્ગે જનારા બનશે તો બીજાને એ માર્ગે ચડાવશે અને તે નહિ બને તો પોતાનું તો તેઓ જરૂર જ સુધારશે, એવો ઉત્તમ કોટિનો એ માર્ગ છે. શાની સ્વતંત્રતા ? વડોદરા રાજ્યના વડોદરા તળમાંથી નીકળનારું અને રાજ્ય તથા પ્રજામાં સારું મોભાદાર ગણાતું હોય, એવું એક પત્ર જૈનદીક્ષા માટે જેમ-તેમ લખી દે, એથી અનર્થ થવા સંભવ છે. જૈનદીક્ષાથી ભયંકર અનર્થો થઈ ગયા હોય એવો એ પત્ર તરફથી દેખાવ કરાય છે, પરંતુ એ દેખાવ સત્યથી કેટલો વેગળો છે, એ આપણે બતાવવું છે. એ પછી જૈનસમાજમાંથી નીકળતાં પત્રો પણ દીક્ષા માટે કેટલાં આડંબરી અને અસત્ય લખાણો પ્રગટ કરે છે, તે આપણે ક્રમસર જોઈશું. જો બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વક, થોડી પણ તપાસ કરવાની દરકારપૂર્વક જૈનદીક્ષાનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરવામાં આવશે, તો સત્યના અર્થીને તો એની આડે આવવાનો વિચાર સરખો પણ નહિ આવે. શ્રી જૈનશાસનમાં જે દીક્ષા અપાય છે, એની વય નક્કી કરવાની નથી પણ શાસ્ત્ર નિયત કરેલી જ છે. આઠ વર્ષથી માંડી અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી, જૈન શાસ્ત્રકારોએ દીક્ષાની યોગ્યતા માની છે, રાજ્યે પણ સાત વર્ષના બાળકને બુદ્ધિપૂર્વક ગુનો કરનાર માની, એને યોગ્ય શાસન આપવાનો કાયદો કર્યો છે. જૈન શાસ્ત્ર આઠ વર્ષના બાળકને બુદ્ધિપૂર્વકના લેનારા માની દીક્ષા લેવાની છૂટ આપી છે. શાસ્ત્ર જેને સગીર વયના ગણ્યા છે, તેનાં માતા-પિતા કે વાલીની અનુમતિ વિના તેને દીક્ષા આપવાની ના પાડી છે અને તે પછી સગીર વય પૂર્ણ થયા બાદ ખોટું કામ કરવા સ્વતંત્ર નહિ, પરંતુ સારુ કામ કરવા માટે તે આત્મા સ્વતંત્ર છે એમ શાસ્ત્ર કહ્યું છે. ૪ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ગમે એટલી મોટી ઉંમર પછી પણ પાપ કરવાની જૈન શાસ્ત્ર છૂટ આપી નથી, ત્યાં તો વડીલોની આજ્ઞા અને શિખામણ માનવાનું કહ્યું છે, પણ જે આત્મા ઉત્તમ કાર્ય માટે જવા ઈચ્છતો હોય, તે વડીલોની અનુમતિ મેળવવા પ્રયત્ન કરે. મળે તો અનુમતિપૂર્વક અને ન મળે તો તે વિના પણ જાય; પરંતુ અત્યારે એક જ વસ્તુ હાથ ધરવામાં આવી છે અને તે એ કે સગીર અને એની અટકાયત. એનાં મા-બાપ અને વાલી ખુશીથી રજા આપે, તો પણ તેને દીક્ષા આપવી નહિ. એ વિચારના માણસોને આધીન થયેલા પત્રકારો એક જ વાત લખી રહ્યા છે કે “આજે સગીરની દીક્ષાથી ભયંકર અનર્થો થઈ રહ્યા છે.' આક્ષેપો જુદા છે ! વડોદરાથી તા. ૨૦ ઑગસ્ટ : ૧૯૩૧ના પ્રગટ થયેલા “સયાજી વિજય' પત્રમાં આ વિષયમાં તંત્રી સ્થાનેથી એક લેખ લખાયો છે, તેના પહેલા જ ફકરામાં એમ લખ્યું છે કે – ૨. “ગુજરાતમાં તેમજ આ રાજ્યમાં છેલ્લાં આઠ વર્ષથી એવા ઘણા દાખલાઓ બનતા સંભળાય છે કે જેથી સારાં કુટુંબનાં સગીર બાળકોની કાચી અને અજ્ઞાન બુદ્ધિનો ગેરલાભ લઈ, કેટલાક ધર્મગુરુઓ એ બાળકોને પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી મા-બાપ અને વાલીઓથી છાની રીતે સંસારત્યાગની દીક્ષા આપી ચેલા મુંડે છે યા સાધુ બનાવી દે છે.' આઠ-દશ વર્ષથી ઘણા દાખલાઓ બન્યા છે, એમ લખે છે અને આખા અગ્રલેખમાં એક જ દાખલો ટાંકે છે, અને એમાં પણ જે લખ્યું છે, એથી એ પુરવાર થઈ શકતું નથી કે પટાવી, ભગાડી, નસાડી, ફોસલાવી દીક્ષા દઈ દીધી છે. આવા ભાવવાળું આ લખાણ પહેલી જ વાર નથી, પણ પૂર્વે પણ થઈ ગયું છે. જ્યારે વારંવાર થવા માંડ્યું, તો આપણે જાહેર કરવું જ જોઈએ કે જે લખો છો તે પુરવાર કરો ! કેમ કે આ નાનોસૂનો આક્ષેપ નથી. આવા આક્ષેપ પુરવાર થયા હોય તો સાધુઓને સજા થયેલી જ હોય. પણ એવો એક પણ બનાવ બન્યો નથી, એ ઉપરથી સિદ્ધ જ છે કે સાધુઓ ઉપરના તે આક્ષેપો તદ્દન ખોટા છે. કોની ઉપર કઈ જાતના આક્ષેપ થાય છે એ સમજી શકાય એવી વાત છે. [ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ છે iiiiiiiiiiiiiii) IIT/ISTIONS For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આ આક્ષેપ વ્યક્તિગત નથી, પણ દરેકેદરેક ધર્મગુરુઓ સામે આ આક્ષેપ થઈ જાય છે. આ નભાવી લેવામાં આવે, તો બધા જ સાધુઓ લૂંટારાની કોટિમાં જાય અને તો સાધુઓ માટે ઉપકાર કરવાનું ક્ષેત્ર બંધ થઈ જશે, કેમ કે એવા સાધુઓનો ઉપદેશ કેમ સંભળાય? અને એવાનો ઉપદેશ સાંભળવાથી ફાયદો પણ શું ? આ ભયંકર કોટિનો આક્ષેપ, એકેએક ધર્મના નાયકોને માથે ભયંકર જોખમ મૂકી દે છે. વડોદરા રાજ્યમાં પ્રમાણિક ગણાતા પત્રકાર જેવા એક જોખમદાર સ્થાનેથી આ લખાય છે, એટલે આનો આપણે આજે વિરોધ કરવો પડે છે. પુરવાર કરો! પહેલી વાત એ નક્કી કરવી જોઈએ કે જૈન સમાજમાં છેલ્લાં આઠ-દશ વર્ષમાં સદ્ગુરુઓના હસ્તે બાળદીક્ષિત સાધુ થયા કેટલા ? વધારેમાં વધારે શોધીએ તો સગીર વયમાંથી સરુના હસ્તે દીક્ષિત થયેલાનો છેલ્લામાં છેલ્લો આંક મારા સ્મરણ મુજબ પચીસથી વધુ તો નહિ જ નીકળી શકે. એમાંના જેટલા દીક્ષિત થયા છે, તે બધા એમના વાલીઓની આજ્ઞાપૂર્વકના છે. એક પણ આજ્ઞા વિનાનો નથી. આટલા પણ આઠથી દશ વર્ષમાં આંતરે આંતરે બને છે. એની સામે જે લખાય છે કે “ઘણા’ બને છે તો-ઘણા–એમ ક્યારે દેખાય ? રોજના રોજ બનતા હોય અગર ધાડોની ધાડો પડતી હોય, ત્યારે, પરંતુ એવો ખોટો દેખાવ કરવામાં આવે અને આની સામે કાંઈ કહેવામાં ન આવે, તો ખુદ રાજ્યમાં પણ શી અસર થાય? જો એમ ઘણા દાખલાઓ બનતા હોય, તો વડોદરા રાજ્યની કૉર્ટમાં એવા કેટલા કેસ હોત? અને વળી 'સારાં કુટુંબનાં લખે છે, તો એ કુટુંબના માણસો એવી રીતે દીક્ષા આપી દેનારને છોડે ? આપણે પૂછીએ છીએ કે કૉર્ટમાં એવા કેટલા કેસ આવ્યા અને કેટલા સાધુઓને સજા થઈ ? આમાંનું કશું જ નહિ બનવા છતાં પણ એમ લખવામાં આવે છે, તો એમ કહેવું જ પડશે કે રાજ્ય અને એના અમલદાર વર્ગને ગેરસમજૂતીમાં મૂકવા માટે ઇરાદાપૂર્વક જ આવું પ્રચારકાર્ય થાય છે. એ ન થાય એ માટે “સયાજીવિજય' પત્રના અધિપતિને આપણે પૂછીએ છીએ કે ગુજરાતમાં તેમજ વડોદરા રાજ્યમાં ઘણા દાખલાઓ બન્યાનું કહો છો, તો કેટલા - ૬ . પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ બન્યા અને કયા કયા સારા કુળના છોકરાને નસાડી, ભગાડી અને ફોસલાવીને દીક્ષા આપી ? કાં તો આ વાતને પુરવાર કરી આપો કે સગીર વયનાં બાળકોને પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી, મા-બાપ અને વાલીઓથી છાની રીતે દીક્ષાઓ આપવામાં આવી હોય, અને એ પુરવાર ન કરી શકો તો અમે ભારપૂર્વક કહીએ છીએ કે આ એક જાતની ધર્મગુરુઓની ભયંકર બદનક્ષી છે. ધર્મગુરુઓને ભયંકર તરીકે ચીતરવાનો આ આક્ષેપ અમુક ઉપર નથી જતો પણ સર્વ ઉપર જાય છે અને આનો જવાબ લેવાનો સહુનો અધિકાર છે. તેમજ આનો વાજબી ઉત્તર ન આપી શકો, તો તમારો પત્રકાર તરીકેનો ધર્મ તમે ભૂલીને દુનિયાને ઉન્માર્ગે લઈ જનાર ઠરો છો. - ત્યાર પછી એ જ લેખમાં બાળકોને વૈરાગ્ય કેમ થાય ?' એમ કહીને તે વાતને ધૃણાજનક રીતે હસી કાઢવામાં આવે છે, પરંતુ એનો રદિયો આપણે હમણાં નહિ આપતાં અવસર આવ્યું પ્રમાણપુરસ્સર બતાવીશું. હાલ તો આપણે બીજા કેવા બનાવટી આરોપો ઉપજાવી કાઢવામાં આવે છે તે જ જોઈશું. આગળ ચાલતાં એ જ પત્રકાર લખે છે કે – ૩. “ધર્મના ઓઠા નીચે એ સંન્યાસ દીક્ષાનો બહોળો પ્રચાર વધવાથી ખુદ સગીરનાં વાલીઓ અને ધર્મગુરુઓ વચ્ચે ખુલ્લા ઝઘડા-મારામારી થઈ, પોલીસ અને ન્યાયની અદાલતોએ કેસ ચડવા માંડ્યા. એટલી હદ સુધી જ્યારે એ બદીએ આગળ વધી ગંભીર અને અનિષ્ટ રૂપ લીધું, ત્યારે પોકાર વધતાં સગીરના રક્ષણની ખાતર સરકાર વચ્ચે પડી. કાયદો કરવાની આવશ્યકતા ઘણાને જણાઈ હતી અને તેથી ચોમેરથી માગણીઓ થઈ હતી.' આમાં ધર્મગુરુઓ અને સગીરના વાલીઓ વચ્ચે ખુલ્લા ઝઘડા અને મારામારી થઈ. અને કેસો થયા, એવું જે લખવામાં આવ્યું છે, તો એવા દાખલાઓ બન્યા હોય તો એ લખનારે પુરવાર કરી આપવું જોઈએ. વળી બદી એટલે ચેપી રોગ તરીકે દીક્ષાને સંબોધવામાં આવે છે. એણે ગંભીર રૂપ લીધું હતું એટલે પોકાર વધી ગયો અને સરકારને વચ્ચે પડવાની ચોમેરથી માગણીઓ થઈ, એમ પણ કહેવામાં આવે છે. ૧૦ જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ ? For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ચોમેરની માગણીમાં એક “મહાસુખભાઈ ! બીજા નંબરે હોય તો અમુક ગામના યુવક સંઘ'! ત્રીજા નંબરે હોય તો જેનસમાજનું નામચીન જૈન” છાપું ! અને બીજા કોઈ હોય તો તે પણ કોઈક જ !એ ચોમેરની માગણી. પણ આ બધાએ જાહેરમાં એવી માગણી કરી હોય એવું સ્પષ્ટ તો બહાર આવ્યું હોય, તેમ સ્મરણમાં નથી. છતાં ચોમેર માગણી, ભયંકર બદી, કેસો અને મારામારી, એ શબ્દો લખવા પડ્યા છે, કારણ કે એ ન લખે તો પહેલો ફકરો કિંમતહીન થઈ જાય છે. એટલે જેવી ઇમારત બાંધવી હોય એવો પાયો ચણવો જ જોઈએ. એક પાક્ષિક તરફથી માગણી થઈ એમ લખ્યું હોત તો હજુ માની લેત, પણ ચોમેરથી માગણી થઈ એટલે સર્વપક્ષીય માગણી જેવો અર્થ થાય છે. બદી, કેસ, મારામારી,-આ બધા એટલા ભયંકર કોટિના આક્ષેપો છે કે એને પુરવાર કરવા બનતી તક આપવી જોઈએ અને જો આવું જ બનતું હોય ને પુરવાર કરી દે, તો આપણે પણ કહીએ છીએ કે એ કાયદો થાઓ ! કેમ કે આ તો લુટારુ કામ થયું. એ આરોપો પુરવાર થઈ જાય તો કાયદા સામે બિલકુલ વિરોધ છે જ નહિ. માટે આપણે એમને કહીએ છીએ કે કાયદો કરાવવાની હોંશ હોય તો આ વસ્તુ પુરવાર કરો ! સગીરનું હિત બગડે છે? બીજી દલીલ આપે છે કે – ૪. સગીરના હિતની ખાતર આ કાયદાની આવશ્યકતા છે.' આપણે પૂછીએ છીએ કે આ માર્ગે વાલીઓ સગીરને ચડાવતા હોય, તો એમાં સગીરનું અહિત શું થાય છે ? આ જ રાજ્યમાં ફરજિયાત કેળવણીનો કાયદો થયો છે કે જે મા-બાપ પોતાના દીકરાને કેળવણી ન આપે એને દંડ કરવો. મા-બાપ કે બાળકની ઈચ્છા હોય કે ન હોય, છતાં ફરજિયાત કેળવણીનો કાયદો કરનાર રાજ્ય, ફરજિયાત નહિ પણ મરજિયાત, બાળકની ઈચ્છા કરાવીને, યોગ્ય મા-બાપ સન્માર્ગે ચડાવવાનો પ્રબંધ કરે, તો એમાં પ્રતિબંધ શું કામ કરે? દિક્ષા જેવી ચીજ ફરજિયાત લેવી જોઈએ, એવું તો કોઈ કહેતું નથી. પૂર્વના શુભ સંસ્કારો જાગે, કર્મોનો www. . પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ છે તે જ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ અગર લઘુકમપણું થવાથી જે બાળકને ઇચ્છા થાય અને મા-બાપ એને સન્માર્ગે ચડાવવા તૈયાર થાય, તો પછી વિરોધ શો? આ કાયદાનો અર્થ તો એ થાય કે “સુસંસ્કાર પાડી બાલ્યકાળથી સારા માર્ગે ચડાવનાર યોગ્ય વાલીઓના હક્ક ખૂંચવી લેવા.” એ કઈ રીતે યોગ્ય છે? જે વાલીઓ પોતાના દીકરાઓને એવું શિક્ષણ આપે છે કે જેના પરિણામે એ એવા નીવડે કે જેઓ જેલમાં સબડે છે અગર રાજ્યને અને પ્રજાને ભયંકર જોખમરૂપ બને છે, જેઓ દંડ આપીને પણ બાળકને શિક્ષણ નથી આપતા, પોતાનાં બાળકોને દુનિયામાં પોતપોતાના ધંધા, રિવાજ અને કુટેવો શીખવે છે, મદિરાપાન કરનારાઓ, લૂંટારાઓ, ચોરો, અનીતિ અને અન્યાયખોરો, પોતપોતાના દીકરાઓને તે તે વ્યસનો શીખવી રહ્યા છે, એનું વાલીપણું ખૂંચવી લેવા માટે રાજ્ય તરફથી કાયદા કરવામાં આવ્યા છે કે? કાયદા તો ખરા તે થવા જોઈએ કે જેટલાં અધમ અને દુરાચારી કુળ હોય, એટલાનાં બાળક જન્મે ત્યારથી એનું વાલીપણું ખૂંચવી લેવું જોઈએ. પણ એવાઓનું વાલીપણું તો અખંડિત રહે ! એવાને તો ગુનો કરે, પકડાય અને પુરવાર થાય તો સજા અને દીક્ષા આપે એ મા-બાપને તો સીધી જ સજા ! બાર માસ અથવા એક હજાર રૂપિયા દંડ, અગર તે બને ! આવા એક કાયદાની આ પત્રકારે તરફદારી કરી છે, “થવો જોઈએ, એમ એ પત્રકાર કહે છે અને એમ થવું બહુ જરૂરી છે, એમ બધાને એ સમજાવે છે ! હવે આવો સગીરના હિતની વાત ઉપર : સગીર પાછો આવે તો શું થાય? હું એમ કહું છું કે મોટી ઉંમરનો દીક્ષિત થયેલો ન પળે ને પાછો આવે તો શું થાય ? બીજી વાત એ કે સગીર ઘેર ચાલી આવ્યો અને તેને વારસો ન મળ્યો, એવો એક પણ કેસ કોર્ટમાં નથી. એવો એક પણ બનાવ નથી. સગીર ઉંમરના દીક્ષા લીધા પછી પડી ગયાનાં દષ્ટાંત પ્રાયઃ શોધ્યાં પણ જડે એમ નથી. હજુ ઉંમરલાયક પતિત થઈને ઘેર આવ્યાનાં દૃષ્ટાંતો છે, પણ સગીરનાં દૃષ્ટાંતો મોટે ભાગે નથી. છતાં વર્ષોભરમાં એકાદ દાખલો બની જાય, એ કાંઈ દષ્ટાંતરૂપ લેવાય નહિ. અને એવા માટે તો જે બાળકો દ ૧૦-જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ખરાબ થઈ ગયાં અને એનાં મા-બાપોએ રખડતાં મૂકી દીધાં, એના માટે રાજ્ય કયા કાયદા કર્યા છે ? માટે સગીરના હિતને અંગે જેટલી વાતો કહેવામાં આવે છે, એ બધી ખોટી ને બનાવટી છે. કાયદાની જરૂર છે? આગળ જતાં લખે છે કે પ. 'બ્રિટિશ ગુજરાતમાં પરદેશી અને વિધર્મી રાજસત્તા હોવાથી આવી બાબતમાં પગલાં લેતાં અચકાય તેથી તેવા કાયદા માટે આશા થોડી રહે છે, પરંતુ પ્રજાની સામાજિક, ધાર્મિક અને નૈતિક સ્થિતિ સુધારવા માટે આપણા શ્રી મહારાજા સાહેબ એક સ્વદેશી રાજકત તરીકે પોતાની પ્રજા પ્રત્યેનો પવિત્ર ધર્મ સમજતા હોઈ, આવી બાબતમાં સ્વાભાવિક રીતે જ આપણા રાજ્ય તેવો કાયદાનો મુસદ્દો ઘડીને પ્રજાની સૂચનાઓ માટે આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ કર્યો છે.' આની સામે આપણે એમ કહીએ છીએ કે જે દિવસે રાજ્ય અને પ્રજાનો પવિત્ર ધર્મ શું છે, પ્રજાનું સામાજિક, ધાર્મિક અને નૈતિક હિત શી રીતે થઈ શકે, એ વાત રાજા અને રાજ્યાધિકારીઓ યોગ્ય ધર્મગુરુઓ પાસે સાંભળશે, તે દિવસે રાજ્યસત્તા સારી રીતે સમજી શકશે કે આવા એક કાયદાથી પ્રજાનું કોઈ પણ હિત સચવાતું નથી, પણ ઊલટું વાસ્તવિક હિતનું ખૂન થાય છે. જેઓ યોગ્ય આત્માઓને ધર્મમાર્ગે ચડાવનારા હોય, તેઓને આ વસ્તુ પુરવાર કરી આપવી એ કાંઈ જ કઠણ નથી. ધર્મના પ્રમાણિક નેતાઓને પૂરેપૂરી રીતે સંભળાય, તો આવા કાયદાથી પ્રજાનું હિત કોઈ પણ રીતે સાચવી શકાતું નથી, એટલું જ નહિ પણ પ્રજાહિતનું ઊલટું ખૂન થઈ જાય છે, એ વાત સમજાવી રહેલ છે. વડોદરાનો કેસ: હવે ઘણા દાખલાઓની વાતમાંથી ફક્ત એક જ દાખલો મળી આવે છે અને તેને આ અગ્રલેખમાં જેટલી થાય તેટલી ટીકાટિપ્પણપૂર્વક ટાંકવામાં આવે છે. ડભોઈનો છોકરો, છાણીમાં દીક્ષા અને વડોદરામાં કેસ. એ કેસને અંગે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કહીએ છીએ. ૧૦ પૂ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ એ કેસ બન્યો તે એના વાલીઓની હૃદયપૂર્વકની ઇચ્છાથી નથી બન્યો. એ કેસ બન્યા પછી છોકરાએ કોર્ટમાં ખુલ્લેખુલ્લું સૂચવ્યું કે મેં મારી રાજીખુશીથી દીક્ષા લીધી છે અને સાધુઓએ મને દીક્ષા લેવા કાંઈ પણ દબાણ કર્યું નથી.” દીક્ષા લીધાના છ-બાર મહિના પહેલાંથી એ છોકરો ઉત્તમ પ્રકારનું જીવન જીવતો હતો. કુટુંબીઓને માલૂમ હતું કે આ દીક્ષા લેવાનો છે. તે છતાં પણ પારકું શીખવેલું બોલે છે, એમ કહીને કોર્ટે એને ઘેર પાછો મોકલાવ્યો હતો. ઘેર પાછો ગયા પછી થોડો જ વખત ઘરમાં રહ્યા બાદ, વાલીઓની સમ્મતિપૂર્વક એ છોકરાએ ફરી દીક્ષા લીધી છે અને અત્યારે દીક્ષિત અવસ્થામાં મોજૂદ છે. આ દાખલા ઉપરથી નસાડવા, ભગાડવા, ફોસલાવવા, પટાવવાનો એક પણ આરોપ વાસ્તવિક રીતે પુરવાર થઈ શકે એમ નથી. છતાં આના ઉપર તો એ લેખમાં ઘણું લખી નાખ્યું છે અને કહે છે કે આ બાબતમાં સગીર બાળકોને રક્ષણ આપવા ખાસ કાયદો નહિ હોવાથી, ઘણા ધર્મગુરુઓ સામાન્ય ફોજદારી કે બીજા કાયદાઓની છટકબારીઓનો લાભ લઈ, સગીરોને ઉઠાવી, નસાડી, સાધુ બનાવી દેતા અને વૃદ્ધ મા-બાપોને રડાવી તેમની જિંદગી દુઃખી કરતા હતા.' આપણે એમ પૂછીએ છીએ કે શું રાજ્ય પાસે આવી રીતે ઉપાડી લઈ જનારનું રક્ષણ કરવા માટે કાયદાનું સાધન નથી ? એ સાધન ન હોય તો ચોટ્ટાઓ નહિ ઉપાડી જાય? સગીરોના રક્ષણ માટે રાજ્ય પાસે જોઈએ એટલાં સાધન છે. છતાં “નથી' એમ માની લઈએ. તો પણ ઉઠાવી જવાનો આરોપ પુરવાર ન કરે, ત્યાં સુધી આ કાયદાની આવશ્યકતા કોઈ રીતે કરી શકતી નથી. નવયુગ શું માગે છે? અત્યાર સુધી કાયદાની આવશ્યકતા સમજાવી લોકોને તેમાં સહકાર આપવાની વાત કરી. હવે એ પત્રકાર એક નવી જ વાત લખે છે– ૬. “આ નિબંધ સંબંધમાં કેટલાક તરફથી કંઈક ગેરસમજૂતી ફેલાવવાનો અને કાયદાને અમલમાં નહિ આવવા દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ ૧૦- નદીક્ષા અંગપ્રત્રકારોનું વલણ ૧૧ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મનોદશા હાલના વિચારસ્વાતંત્ર્ય અને પ્રગતિના નવયુગમાં ખરેખર દિલગીરી ઉપજાવે તેવી છે.” આ યુગ, સ્વાતંત્ર્ય અને પ્રગતિનો છે, તો એવા યુગમાં આ મુસદ્દા સામે વિરોધ થાય, એમાં દિલગીર થવા જેવું શું છે ? એનો વિરોધ, એ સ્વાતંત્ર્ય અને પ્રગતિને ટેકો આપે છે કે અટકાવે છે? પણ જ્યાં એક જ ધૂન હોય કે યુગધર્મને પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, પણ ગમે તે ભોગે આ કાયદો પસાર થવો જ જોઈએ, ત્યાં ગમે તે શબ્દોના ઓઠા નીચે આ કાયદો યોગ્ય છે, એટલું જ પુરવાર કરવાનું રહે છે. જો આ યુગને સ્વાતંત્ર્ય અને પ્રગતિનો માનતા હોઈએ, તો આ કાળમાં તો ઊલટા એવા કાયદા થવા જોઈએ કે સારા માર્ગે વાલીઓએ પોતાનાં બાળકોને ચડાવવાં જ જોઈએ અને ન ચડાવે તો રાજ્ય ખબર લેશે. આજે તે બાળકો પણ એ જ માગે છે કે અમે અમારી ઇચ્છા મુજબ કેમ ફરીએ, હરીએ કે કરીએ નહિ? જે યુગમાં હજારો બાળકો, રાજ્ય સામે જે રીતે પ્રજામાં બેદિલી ઉપજાવે એવાં ગાયનો ગાવાની છૂટ લેનારાં છે, એ જ યુગમાં આત્મકલ્યાણના માર્ગે જવાની ઇચ્છા થાય એ બાળક અને એના વાલીના હૃદયની સ્વતંત્રતા ઉપર તરાપ મારવી છે, તો આપણે પૂછવું પડશે કે “એ સ્વતંત્રતા મોઢે બોલવાની છે કે દયથી માનવાની પણ છે ?' માટે નવયુગને પણ જો બરાબર રીતે સમજવામાં આવે, તો આ કાયદાની આવશ્યકતા નકામી ઠરે છે. પણ દુઃખની વાત તો એ છે કે આ માર્ગ કરડો છે. દરેકેદરેક બાળકને આ માર્ગ પર રસ નથી થતો. પૂર્વે ધર્મની આરાધના ખૂબ ખૂબ કરી હોય અથવા લઘુકર્મી હોય એવાં બાળકોને જ આ માર્ગ પ્રત્યે પ્રેમ થાય છે. આ સંયમમાર્ગ કાંઈ સહેલો નથી. હરેક આત્માને એના પર પ્રેમ નથી થતો. મોટા મોટા બુઠ્ઠાઓ પણ આ માર્ગની વાત સાંભળતાં મોઢું કટાણું કરી દે છે. પૂર્વના સુસંસ્કાર હોય તેને જ એના પ્રત્યે પ્રેમ થાય છે અને એ રીતે જેને પૂર્વના શુભ સંસ્કારોના યોગે એ ઠીક લાગે, તેની સામે આડ કરવા કટિબદ્ધ થનારને એવો પ્રતિબંધ ન કરવાને સમજાવવા કોઈ પ્રયત્ન કરતું B ૧૨ પાસ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૦૫ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ હોય, તો તે પણ વાજબી નથી તેમ કહેવું, એ કેટલું બધું બેહૂદું અને સ્વાતંત્ર્ય તથા પ્રગતિનું રોધક છે, એ ખાસ વિચારણીય છે. કાયદાનો વિરોધ શા માટે? - હવે એ પત્રકાર એવો કાયદો ન થાય, એવી પેરવી કરનારાઓને ઉદ્દેશીની લખે છે કે – ૭. ‘આ કાયદો સર્વ ધર્મ અને સંપ્રદાયો માટે લાગુ થઈ શકે. તેવો સર્વસાધારણ સ્વરૂપનો હોવા છતાં માત્ર જૈન કોમના એક ભાગમાં આથી ભાગવતી દીક્ષા અને ધર્મગુઓના હક્ક ઉપર રાજ્યનું આક્રમણ થાય છે, એવી ગેરસમજથી આ કાયદો નહિ થાય તેવી હિલચાલ શરૂ થઈ છે અને અમદાવાદમાં તો તે માટે એક સમિતિ પણ નિમાઈ છે. અમે ઇચ્છીએ છીએ કે સમજુ અને શાણા જૈન કોમના નેતાઓ-શ્રાવકો તેમજ ધર્મગુરુઓ આ બાબતમાં ધાર્મિક લાગણી કે હક્કનો સવાલ ઊભો કરવાની ગેરસમજ નહી કરતાં-સગીર બાળકોના રક્ષણની પવિત્ર ફરજનો ધર્મ, નીતિ, વ્યવહાર તેમજ કાયદાની દૃષ્ટિએ ગંભીરપણે વિચાર કરશે.' આપણે કહીએ છીએ કે ગંભીરપણે વિચાર કરીને જ પ્રયત્ન આરંભાયો છે. કોઈ પણ આગેવાન જરા પણ ગેરસમજથી દોરવાયેલ નથી, કેમ કે આ કાયદાથી ધર્મગુરુ, વાલી અને સગીર, બધાનાં હિત ઉપર આક્રમણ થાય છે. આ કાયદો ન હોય તો જ સગીર બાળકનું હિત જળવાઈ શકે તેમ છે અને એથી જ એનો વિરોધ વાજબી છે અને તેના માટે ઉદ્યમ થાય છે અને કરીશું, એવી જાહેરાત કરીએ છીએ. સગીરોનું રક્ષણ ક્યાં હોય? હવે એ પત્રકાર છેલ્લે છેલ્લે કાયદાનું આખું સ્પષ્ટીકરણ કરે છે કે ૮. આ પ્રતિબંધથી કોઈ પણ સગીર બાળકોને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની દીક્ષા આપી, કાચી અણસમજુ વયે તેને સંસારત્યાગ કરાવવામાં ન આવે અને ધર્મ કે કાયદા વિરુદ્ધના તેવા કાર્યમાં કોઈ મા-બાપ, વાલીઓ કે અન્ય કોઈ સાચી શ્રદ્ધા કે ખોટા સ્વાર્થથી સંમતિ યા મદદગારી ન આપી શકે તે હેતુ છે. સગીરના ભાવિ હિત અને હક્કનું રક્ષણ કરવું તે મા-બાપોની જ નહિ પણ કોમ, સમાજ અને તેથી આગળ વધી છેવટે સરકારની પણ ફરજ છે. અને તે ફરજ બજાવવા મા-બાપો અને સમાજનેતાઓ નિષ્ફળ જવાથી, લોકોની માગણીઓથી રાજ્યને આવો કાયદો કરવાની જરૂર જણાય છે. તેમાં ( ૧૦-જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ 2 . ૧૩ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કોઈનાં ધર્મનીતિ કે સામાજિક હક્કો ઉપર ત્રાપ મારવાનો કે આક્રમણ કરવાનો સરકારનો હેતુ નથી હોઈ શકે નહિ. આમાં માત્ર સગીરોનું રક્ષણ એ એક જ હેતુ છે અને તેમ કરવું તે રાજ્યની પવિત્ર ફરજ છે.” અમે એની સામે એમ કહીએ છીએ કે “તમે બાળક અહિત થાય એવા માર્ગે ચડી જાય, ખરાબ ચાલે ચડી જાય, એનાથી એનું રક્ષણ કરવું.-આવું જો સાચા દિલથી જ માનતા હો, તો રાજ્ય પાસે એવી અરજી ગુજારો કે “ભયંકર પાપાચરણમાં ઉછેરી રહેલા વાલીઓ પાસેથી વાલીપણું પડાવી લો.” પણ એ નથી થતું અને આ થાય છે, એથી એક જ વાત સિદ્ધ છે કે સમાજમાં અનીતિ, અન્યાય કે ત્રાસ ફેલાય એની દરકાર નથી. માત્ર એક જ દરકાર છે કે કોઈ પણ બાળક દીક્ષિત ન થાય. તમને એની જ પડી છે. આજે જેલો ભરેલી રહે છે, પોલીસને રાત-દા'ડો ઉઘાડો પહેરો ભરવો પડે છે, એ છોકરા આકાશમાંથી પડેલા છે કે કોઈ પણ વાલીના હાથ નીચે ઊછરેલા છે? એ વાલી ખોટા હતા માટે જ ને ? એના વાલીઓને બધી છૂટ ? દીક્ષા અપાવનાર ઉપર કે દિક્ષા લેનાર બાળક ઉપર એવી જાતનો કોઈ આરોપ નથી કે તે ભયંકર પાપ કરી રહ્યો હોય, છતાં એની સામે કાયદા કરવાનું મન થાય છે, તો અનાડી લોકો માટે કાયદા કરવાનું મન કેમ ન થયું? જેને ખોટું શિક્ષણ આપી ખોટે માર્ગે લઈ જવાય છે, તેની સામે કાયદા કરવાની જરૂર ન જણાઈ ? જેના દીકરા ચોરી કરશે, ખોટું આચરણ આચરશે, તેની સજા તેનાં મા-બાપને થશે, એવો કાયદો કરાવી શક્તા હો તો કરાવો કે જેથી જગતની શાંતિમાં કાંઈક વધારો થાય. ધર્મગુરુઓ અને યુગધર્મ: હવે છેલ્લે બધા ધર્મગુરુઓને સલાહ આપે છે. ૯. ધર્મગુરુઓ પણ યુગધર્મ સમજી પોતાના અનુયાયીઓને સાચે માર્ગે દોરશે અને દરેક ધર્મનાં સાધુમંડળ અને આચાર્યો પણ આ કાયદાને ટેકો આપી સગીરોને સંન્યાસ દીક્ષા નહિ આપવાના ઠરાવો કરી, ધર્માચાર્ય તરીકે ધર્મ અને સમાજ તરફ પોતાની ફરજ બજાવશે.' ( ૧૪ આ છે પૂ. રામચન્દ્રસૂરિસ્મૃતિગ્રંથમાળા-૭૫% For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મગુરુઓને યુગધર્મની સલાહ આપતાં, પોતે યુગધર્મમાં માને છે કે કેમ, તેની જ અમને શંકા થાય છે. આજનો યુગધર્મ તો કહે છે કે દરેકે પોતાના વાજબી હક્કો જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ધર્મગુરુઓ અને યોગ્ય વાલીઓના વાજબી હક્કો આ જ છે કે કુમળી વયનાં બાળકોમાં ખોટી વાસના પડે તે પહેલાં સારી જગ્યાએ મૂકી દેવાં તથા ઉત્તમ સંસ્કારોથી સંસ્કારિત થયેલાં સગીર બાળકોનો એ જ વાજબી હક્ક છે કે ઉત્તમ સ્થાનમાં સ્થાન મેળવવું કારણ કે મોટી ઉંમરે વિષયવાસનાના કુસંસ્કારોથી સંસ્કારિત થયા પછી ધર્મમાર્ગે ચડાવવા કઠિન છે અને ચડ્યા પછી સાચવવા કઠિન છે. આથી ધર્મકુટુંબમાં જન્મેલા બાળકોને તેમનામાં કુસંસ્કારો આવે તે પહેલાં, એમના વડીલો. એમને સારા માર્ગે લઈ જાય, જેથી તેઓ નીતિસંપન્ન બને, સાચા જ્ઞાની બને અને જગતના સહવાસમાં આવતાં અનેક યોગ્ય આત્માઓને શુદ્ધ નીતિસંપન્ન બનાવી શકે. સયાજી વિજય'ના તંત્રી જો યુગધર્મ શીખવતા હોય, તે તેમને કહી દેવું જોઈએ કે અમારો યુગધર્મ તમે કહો છો તેથી–એટલે એવા હિતવિરુદ્ધના કાયદાઓ કરાવવાથી–વિરુદ્ધનો છે. આજે કહેવાય છે કે દેશના હિતને હાનિ પહોંચે તેવી કેળવણી લેવી એ પણ પાપ છે, તો અમે પણ કહીએ છીએ કે દીક્ષાની પવિત્ર ભાવનાને હાનિ પહોંચાડે એવા સંસર્ગમાં રહેવું એ પણ પાપ છે, બાળકોને એવા સંસર્ગમાં રાખવાં, એ મા-બાપને શિરે પણ પાપ છે, કારણ કે તેઓ એટલી બાળક પ્રત્યેની ફરજ ભૂલે છે. અમારો યુગધર્મ તો અત્યારે આ છે. આજની પ્રવૃત્તિ કહે છે કે “ઉંમર યોગ્ય થયા પછી મા-બાપને કહી દેવું કે અમારી આ ઈચ્છા છે, સમજે તો ઠીક નહિ તો છોડી દેવા અને કુટુંબ કે ઘરની દેશહિતની આગળ ચિંતા કરવી એ પણ પાપ છે.' એવા ઘણા દાખલાઓ બન્યા છે. એ યુગધર્મ અમારી પાસે બતાવવો હોય, તો અમે આ ઠરાવને ટેકો શી રીતે આપી શકીએ ? યુગધર્મની સલાહ આપીને તો તમે અમને ટેકો આપવાનું નથી કહેતા, પણ એ કાયદાની સામે થવાનું કહો છો ! આજનો યુગ તો કહે છે કે ઘરની બાબતમાં રાજ્યને વચમાં ન લાવો. સમાજની બાબત દ ૧૦- જૈનદીક્ષા અંગે પત્રકારોનું વલણ ૧૫ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સમાજને સમજી લેવા દો અને ધર્મની બાબત ધર્માત્માઓને જ સમજી લેવા દો ! માટે યુગધર્મની વાત કોઈ પણ રીતે તમારી સલાહને બંધબેસતી નથી. આ લખાણ તમે પોતાની બુદ્ધિથી લખ્યું હોય, તો તેને પુરવાર કરવાની તમારી પવિત્ર ફરજ છે અને પુરવાર ન કરી શકતા હો તો જાહેરમાં તે લખાણ પાછું ખેંચી લેવું જોઈએ. અને તેમ કરીને પત્રકાર તરીકેના તમારા ન્યાયીપણાની પ્રતીતિ તમારે કરાવવી જ જોઈએ. સગીરના વાલીઓ અને ધર્મગુરુઓ વચ્ચે ખુલ્લા ઝઘડા-મારામારી થઈ, પોલીસ અને ન્યાયની અદાલતોએ કેસો કાઢવા માંડ્યા આવી આવી જે વસ્તુઓ આજ દિન સુધી બની નથી, તેને બની એમ લખવામાં આવ્યું છે અને એથી ધર્મસંપ્રદાયોના નાયકો ઉપર ભયંકર જાતનો આક્ષેપ કર્યો છે. એકેએક ધર્મસંપ્રદાયના સાચા ધર્મનિષ્ઠ આગેવાનો જરૂર એ આક્ષેપની ખબર લેવા પ્રયત્ન કરશે. કોઈ પણ સંપ્રદાય બાલબ્રહ્મચર્ય કે એવી જ જાતના યોગ્યપણાનો ઈનકાર કરતા નથી. ઉપસંહાર : આ તો પર પત્રકારની વાત કરી, પણ આપણા ઘરનાં એટલે જૈન સમાજનાં પેટભરા પત્રો તો એથી પણ આગળ વધે છે. હું જાણું છું ત્યાં સુધી આ પત્રકાર તો જૈન નથી પણ ઈતર છે, એટલે એ તો જેટલું સૂછ્યું-સાંભળ્યું હોય તે ઉપર મદાર બાંધીને પણ લખવા પ્રેરાય અગર રાજ્ય તરફથી કાયદાનો મુસદ્દો બહાર પડ્યો, તો એના હિતનું જ લખવું, એમ માનીને પણ લખ્યું હોય, તે છતાં લખેલી વાત અસત્ય હોય તો રાજ્યને પણ ખોટી સલાહ આપનાર તરીકે પુરવાર થાય. એટલું જ નહિ પણ જે વખતે મુસદ્દો બહાર પડે છે તે વખતે ખોટી-ભળતી વાતો ન લખી શકાય. જે વખતે રાજ્ય સઘળાઓ પાસેથી અભિપ્રાયો માંગ્યા છે, તે વખતે આ રીતે અભિપ્રાય એક પત્રકારે લખી દેવો, એ બહુ અન્યાય છે. હજુ પણ દરેકેદરેક, પ્રમાણિક ગણાતા પત્રકારોને મારી ભલામણ છે કે પેટભરા પેપરો જેમ ફાવે તેમ લખી નાખે છે, એની વાત બાજુ પર મૂકી છે, કારણ કે એમને તો ગમે તે રીતે પેટ ભરવું છે. એવાઓની તો ૧૬ પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ એ માન્યતા હોય છે કે જેલ નહિ મળે ત્યાં સુધી સાચું-ખોટું છાપીને પેટ ભરીશું અને સજા થઈ તો જેલમાં પેટ ભરીશું. વળી પેપરવાળો થયો એટલે એને આસાન કૈદ મળે એ સામાન્ય કાયદો છે, માટે એવાની વાત જવા દો. પરંતુ મોટા, ડાહ્યા અને નામાંકિત પત્રકારની એ ફરજ નથી. જૈનદીક્ષા જેવા મહાન પ્રશ્ન પર ગમે એવા તદ્દન ખોટી તથા અર્ધસત્ય હકીકતોથી ભરેલા અને રાજા તથા પ્રજાને ખોટે માર્ગે દોરનારા લેખો ન લખો ! ધર્મગુરુઓને મળો, પૂરતી તપાસ કરો અને પછી લખો ! પ્રજામિત્ર' પત્રકારે પણ દીક્ષાને મોટો દૈત્ય કહ્યો છે. અને સાધુઓને ગુંડા વગેરે તરીકે ઓળખાવ્યા છે. આમ લગામ વિનાનું લખવાની પદ્ધતિ થઈ પડી છે અને એવાઓને કોઈ પૂછે કે તમે શાથી આમ લખો છે ?’ તો તેના સીધા ઉત્તર પણ નહિ આપે. સાંભળશે જ નહિ. આવી રીતના પત્રકાર સમાજને શ્રાપરૂપ છે. ધર્મની બાબતમાં દુનિયાને આડે રસ્તે દોરે છે. ઇતર લોકો આથી ભ્રાંતિમાં પડે છે. જેટલા એવા પત્રકારો દીક્ષા આદિ ધાર્મિક વિષયમાં આર્ટિકલ લખે છે, તે કોઈની શિખવણીથી, દોરવણીથી અગર પારકી સલાહોથી લખે છે, એમ કહેવું જ પડશે. કોઈ પણ જાતની પાકી બાતમી મેંળવ્યા વિના મનસ્વી રીતે જેમનાં તેમ–ખોટા આક્ષેપભર્યાં લખાણો કર્યાં કરે છે, માટે એવાં લખાણોથી સમાજે ચેતતા રહેવું જોઈએ. ‘સયાજી વિજય’ અને હિંદુસ્તાન’ વગેરે પત્રો પર આજે હું આરોપ મૂકું છું કે એ લોકો દીક્ષા સંબંધી આર્ટિકલો અને લેખો તંત્રીસ્થાનેથી લખે છે, તે પારકાની શિખામણથી, પારકાની સલાહથી, તપાસ કર્યા વિના, મનમાં આવ્યું તેમ લખે છે અને એથી જૈનદીક્ષા જેવા પવિત્ર પંથને વગોવી રહ્યા છે અને પવિત્ર જીવન જીવતા જૈન સાધુઓને નિંદી રહ્યા છે. આ વાત આપણે એટલા જ માટે જાહેર કરીએ છીએ કે વડોદરા રાજ્યના ન્યાયી અધિકારીઓ ઉપર એવા લેખોથી ખોટી અસર થાય નહિ. દીક્ષાને દૈત્ય' કહેવો અગર બદી કહેવી, એ બધા આક્ષેપ બનાવટી, સત્યથી વેગળા અને સાબિત ન થઈ શકે તેવા છે. જો ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તેઓમાં પોતાની વાત પુરવાર કરી આપવાની હામ હોય, તો ખુશીથી પુરવાર કરી આપે. અપવાદ દરેક જગ્યાએ હોય છે. દીક્ષિત થનારમાં એકાદ-બે ટકા એવા પણ નીકળી જાય, પણ સગીરોને ઉઠાવી, પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી અનુમતિ વિના મુંડી લેવામાં આવે છે, એ વાત તદ્દન જુઠી, બનાવટી અને દીક્ષાને નિંદવાના દુષ્ટ ઈરાદે ઉપજાવી કાઢવામાં આવી છે. બીજી વાત એ છે કે જૈનદીક્ષા જેવા પવિત્ર માર્ગમાં દીક્ષિત થયા પછી બાળક કે મોટા કોઈ ઉપર જુલમ ગુજારાતો જ નથી. ધર્મ એ શક્તિ મુજબ કરવાનો છે, ઈચ્છાથી કરવાનો છે. એના માટે બળજબરી છે નહિ અને વપરાતી પણ નથી. સગીર વયમાંથી પતિત થનારા કોઈ અપવાદ સિવાય નીકળી શકે એમ નથી. મોટી ઉંમરમાંથી પડવાનો સંભવ વધુ છે અને પડે પણ છે. પરંતુ જેટલો ઘોંઘાટ થાય છે તેવા તો નહિ જ. એમ તો શાહુકાર બજારોમાંથી પણ બારે મહિને બે-પાંચ દેવાળું કાઢનાર નીકળે છે, તેથી કાંઈ બજારો બંધ થઈ જતા નથી. આવી વાતોને આગળ કરીને ધર્મી લોકોના વાજબી હક્કો પર તરાપ મારવી, તે ભયંકર પાપાચરણ છે. ( ૧૮ ' : POST, પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૦૫ PSI, For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ બાળદીક્ષા અંગે પ્રશ્નોત્તરી કુંભોજતીર્થની યાત્રાએ પ્રવચન દશમામાંથી આષ્ટા-મીરજવાડી માઘ કૃષ્ણા- ૬ વિ.સં. ૧૯૯૪ તા. ૨૦-૨-૧૯૩૮, રવિવારે બપોરના ત્રણ વાગ્યાથી જ વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આષ્ટા, સાંગલી અને કરાડ વગેરે સ્થળોએથી મોટો જનસમુદાય આવી પહોંચ્યો હતો. આજના વ્યાખ્યાનમાં દિગંબરોની હાજરી મોટા પ્રમાણમાં હતી, જેમાં દક્ષિણ-મહારાષ્ટ્રના દિગંબર નેતા તરીકે જાણીતા થયેલા શ્રીયુત બાલાપ્પા ચંદાપ્પા ધાવત' મુખ્ય હતા. - પ્રવચનમાં પાછળથી શ્રી ધાવત’ તરફથી બાલદીક્ષા સંબંધી પ્રશ્નો પુછાયા : સમય થોડો હોવાથી, પૂ. આચાર્યદવે બાલદીક્ષા સંબંધી પ્રશ્નોનો વિષય પણ ઘણો જ ઝડપથી ચર્ચો હતો : એટલે તેમાંના ઘણા થોડા ભાગનું અવતરણ જ લઈ શકાયું છે. બાલદીક્ષા સંબંધી વિરોધી સાહિત્ય વાંચવાના કારણે વિપરીત વિચારના બનેલાઓ ઉપર પણ આ વ્યાખ્યાનની ઘણી જ સરસ અસર થઈ હતી. ગુજરાતી નહિ સમજી શકનારાઓ આજે ઘણા હોવાથી આજનું પ્રવચન હિન્દી ભાષામાં થયું હતું. અત્રે નીચે તેનું સારભૂત ટૂંક અવતરણ આપવામાં આવે છે. દ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ છે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ બાળકોની ચારિત્રની ઇચ્છા ? સભા : બાળકોને દીક્ષા અપાય છે તે એમની ઇચ્છાથી કે બળાત્કારથી ? ઇચ્છા વિના કોઈને દીક્ષા આપી શકાય છે? સભા બાળકને ઇચ્છા ક્યાંથી થાય? તમે પુનર્જન્મને માનો છો કે નહિ ? જો હા, તો પૂર્વજન્મના સંસ્કારોના યોગે આ જન્મમાં પણ અમુક અમુક પ્રકારની ઈચ્છાઓ પેદા થવાનો સંભવ છે, એમ તમારે માનવું જ પડશે. પૂર્વજન્મના તેવા કોઈ સુંદર સંસ્કારોના યોગે આ જન્મમાં નાની ઉંમરે પણ ચારિત્ર લેવાની ઇચ્છા થવી, તે સ્વાભાવિક છે. આત્મા લઘુકર્મી બન્યો હોય, આ જન્મમાં કોઈ સાચા હિતકારી માતા-પિતાના યોગને પામ્યો હોય અને જન્મથી જ સુંદર સંસ્કારોમાં ઊછર્યો હોય, તો તેવા બાળકને ચારિત્રની ઈચ્છા થવી, એ કોઈ અસ્વાભાવિક વસ્તુ નથી. આપણે પહેલાં જ વિચારી આવ્યા છીએ કે સમ્યગ્દર્શનાદિ એ આત્માના ગુણો છે અને તે ગુણો તેને આવરનારાં કર્મોનો ક્ષયોપશમાદિ થતાં પ્રગટે છે. સમ્યક્યારિત્ર પણ તેને આવરનારા કર્મના ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય છે. જે આત્માઓનાં તેવા પ્રકારનાં કર્મનો ક્ષયોપશમ થયો નથી, તે આત્માઓમાં ચારિત્રનાં વાસ્તવિક પરિણામો ઉત્પન્ન થતાં જ નથી. આથી જ, સમર્થ જ્ઞાનીઓએ ફરમાવ્યું છે કેકર્મના ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થતા ચારિત્રની સાથે બાલભાવને કશો પણ વિરોધ નથી. જો કે જ્ઞાનીઓએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી જ છે કે “આઠ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પ્રાયઃ તેવા ક્ષયોપશમભાવને પામતાં નથી.' આઠ વર્ષથી અંદરની વયવાળાઓને ચારિત્રનાં તેવાં પરિણામો પ્રાયઃ ઉત્પન્ન થતાં નથી, એથી આઠ વર્ષથી ઓછી ઉંમરે ચારિત્ર દેવાનો વિધિ આ શાસનમાં નથી. જો કે ક્વચિત્ તદ્દન નાની વયમાં પણ તેવો ક્ષયોપશમભાવ થઈ જતાં ચારિત્રના સુંદર પરિણામો આવી જાય છે, પણ બહુધાં શરીરાવસ્થા આઠ વર્ષની વય થાય તે પહેલાં તેવો ક્ષયોપશમભાવ થતો નથી. કર્મના ક્ષયોપશમભાવને વય સાથે ૨૦ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૭પ DISTS ITS OWi For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ કશો સંબંધ નથી : કારણ કે વૃદ્ધ ઉંમરે પણ ઘણાઓને ચારિત્રનાં પરિણામો થતા નથી. આથી - ‘આઠ વર્ષની ઉંમરના બાળકને દીક્ષા લેવાની ઇચ્છા ન જ થાય.’ - એમ માનવું તે અયથાર્થ જ છે. લગ્ન સાથે દીક્ષાને સરખાવાય નહિ : સભા : નાની ઉંમરે દીક્ષા લેનાર વયમાં આવ્યા પછી ઘેર જવાનો સંભવ છે. મહાપુરુષોનો અનુભવ એવો છે કે બાલદીક્ષિત કરતાં યુવાનવયને ભોગમાં પસાર કર્યા પછી દીક્ષા લેનાર માટે પતનનો સંભવ વધારે છે. સભા : બાલલગ્ન જેમ ઇષ્ટ નથી, તેમ બાલદીક્ષા પણ વ્યાજબી લાગતી નથી. કારણ કે જીવનનો આદર્શ જેવો જોઈએ તેવો સમજાયો નથી. જીવનનો આદર્શ યથાર્થપણે જેઓને સમજાયો છે, તેઓ તો બાલદીક્ષાને હાનિકર નહિ, પરંતુ પરમ હિતકર જ માને છે. લગ્ન એ જીવનનો આદર્શ નથી, જ્યારે દીક્ષા એ જીવનનો આદર્શ છે. લગ્ન કર્યા વિના માણસ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે જ નહિ અને આ જીવનમાં પામવા લાયક ઉત્તમ ગુણોને પામી શકે જ નહિ' - એવું કાંઈ જ નથી : જ્યાર દીક્ષા માટે એમ જરૂર કહી શકાય કે આ જીવનને ઊંચામાં ઊંચી કોટિનું બનાવવું હોય તો દીક્ષા વિના ચાલી શકે જ નહિ.’ દીક્ષિત જીવનને પામવાની સાચી કામના પ્રગટ્યા વિના માણસમાં સાચા મહાપુરુષ બનવાની લાયકાત જ આવતી નથી અને દીક્ષાને ગ્રહણ કરીને તેનું યથાર્થ પાલન કરવામાં પ્રયત્નશીલ બનેલો આત્મા જ સાચો મહાપુરુષ બની શકે છે. દીક્ષા જેમ પરમ કલ્યાણનું પરમ કારણ છે, તેમ લગ્ન તો ઊલટું આત્માને આત્માના ગુણોને પ્રગટાવવાના પ્રયત્નમાં નડતરરૂપ થવાનું પરમ કારણ છે ઃ એટલે ખરી વાત તો એ છે કે લગ્નની સાથે દીક્ષાને જ સરખાવવી, એ અવિચારીપણું છે. ' શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસરને માનનારો બાલદીક્ષાનો પ્રમાણિકપણે વિરોધ કરી શકે નહિ ઃ જેઓ શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસરને માન્ય રાખે છે, તેઓથી પ્રમાણિકપણે તો બાલદીક્ષાનો વિરોધ થઈ શકે તેમ છે જ નહિ. ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનુ વલણ For Personal & Private Use Only ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણ માણસના જીવન ઉપર ઘણી જ અસર નિપજાવે છે. બાળપણથી ખરાબ શિક્ષણ મળ્યું હોય, ખોટા સંસ્કારો મળ્યા હોય અને ખરાબ વાતાવરણમાં જ ઊછરવાનો યોગ પ્રાપ્ત થયો હોય, તો સારું નીવડે એવું પણ બાળક ઘણું જ ભયંકર નીવડે છે, એ તો દુનિયાના અનુભવની વાત છે. જો શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસર જ ન થતી હોય, તો આજે પાશ્ચાત્ય શિક્ષણ, પાશ્ચાત્ય સંસ્કારો અને ત્યાંના વિલાસી વાતાવરણ સામે જે ટીકાઓ થઈ રહી છે, તે ન થતી હોત. - કુશિક્ષણ, કુસંસ્કાર અને કુવાતાવરણમાં ગમે તેવો જીવ પણ બગડે છે, એવું માનનારાઓ જ્યારે બાલદીક્ષાનો વિરોધ કરવા તત્પર બને છે, ત્યારે કહેવું પડે છે કે તેઓ કાં તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને કાં તો અપ્રમાણિકપણે વિરોધ કરે છે. આઠ-દશ વર્ષની ઉંમરે દીક્ષિત બનેલ બાળક યુવાન વય આવતાં પહેલાં તો એવા સુંદર શિક્ષણને પ્રાપ્ત કરી શકે છે, કે જેથી યુવાન વયે તે ભોગ તરફ ખેંચાવાને બદલે આત્મવિભૂતિને પ્રગટાવવામાં જ પોતાનું સઘળું સામર્થ્ય ખર્ચનારો બને. વિષયોની વિષમતાનો અને ભોગોની ભયંકરતાનો એ આત્માને એટલો તો સરસ ખ્યાલ આવી ગયો હોય કે શ્રી જિનવાણીથી ભાવિત બુદ્ધિવાળો બનેલો તે યુવાન વયના કારણે પણ વિષયો કે ભોગો તરફ ખેંચાઈ જાય નહિ. બાલદીક્ષિત યુવાન વયમાં આવતાં પહેલાં અધ્યાત્મવિદ્યાના શિક્ષણને વર્ષો સુધી મેળવનારો બન્યો હોય, આત્મસાધનાના સુંદર સંસ્કારોને પામ્યો હોય અને આત્મસાધકોના વાતાવરણમાં ઊછર્યો હોય, એટલે એવો આત્મા તો યુવાન વયે પરમ વિવેકશીલ બની ગયો હોય ? અને સાચો વિવેકી તો સંસારના ભોગો તરફ દૃષ્ટિ પણ કરે નહિ એ સ્વાભાવિક જ છે. કર્મનો યોગે પતનનો સંભવ બન્નેને માટે સરખો જ છે : હવે કર્મના યોગે એટલે વેદોદયના કારણે પતન થવાનો સંભવ છે એમ કહો, તો તેવો સંભવ તો જેમ અભુક્તભોગી બાલદીક્ષિતો માટે છે, * B ૨૨ પૂઆ રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ તેમ ભુક્તભોગી દીક્ષિતો માટે પણ છે ઃ કારણ કે ભોગમાં યુવાન વયને પસાર કરવાના કારણે, વેદોદયના કારણભૂત કર્મ નષ્ટ થઈ જાય છે એમ તો છે જ નહિ ઃ એટલે જ્યાં સુધી તેવું કર્મ છે ત્યાં સુધી પતનનો સંભવ તો અભુક્તભોગી અને ભુક્તભોગી બન્નેને માટે સરખો જ છે. આજે કેટલાક ઘણી મોટી ઉંમરના માણસો પણ વિષયભોગોની પાછળ પાગલ બનેલા જોવાય છે અને એવા પણ યુવાનો વિદ્યમાન છે, કે જેઓ સુંદર પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરે છે. આથી યુવાન વયને ભોગોના ભોગવટામાં પસાર કર્યા પછીથી દીક્ષા લેવામાં પતનનો સંભવ નથી એમ કહી શકાય તેમ નથી, કારણ કે યુવાન વયે ભોગોના ભોગવટામાં પસાર કરવી એ કાંઈ વેદોદયના કારણભૂત કર્મને નષ્ટ ક૨વાનો ઉપાય નથી. કૌતુક આદિ દોષોનો સંભવ બાલદીક્ષિતો કરતાં ભુક્તભોગી દીક્ષિતોને વધારે છે : એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે ભોગોનો ભોગવટો એ ભોગવૃત્તિને શમાવવાનો ઉપાય નથી. ભોગોના ભોગવટાથી તો પ્રાયઃ ભોગવૃત્તિ ઉત્તેજિત બને છે. સામાન્ય રીતે કામવૃત્તિ તેના સેવનથી વૃદ્ધિ પામનારી હોય છે. આથી કામવૃત્તિને સંયમમાં લેવી અને તેની ઇચ્છા ન જન્મે એવા વાતાવરણમાં રહેવું એ જ હિતકારક છે. ભોગો ભોગવીને દીક્ષા લેનારાઓ માટે તો આ જન્મનો અભ્યાસ તાજો હોવાથી તે તરફ દોરાઈ જવાનો સંભવ રહે છે, જ્યારે બાલદીક્ષિતોને માટે તો કૌતુક આદિ દોષો જન્માવાનું તે કારણ પણ નથી ઃ કારણ કે આ જન્મમાં તેવા પુણ્યાત્માઓને તેવો ખરાબ અભ્યાસ થયો નથી અને પૂર્વજન્મમાં જે થયું હોય તે તો દૂર છે. આ રીતે જોતાં પણ, ભુક્તભોગી દીક્ષિતોના કરતાં બાલદીક્ષિતોને માટે પતનની સંભાવના ઓછી છે. બાલદીક્ષિતોમાંથી પતિત ઓછા થાય છે અને પ્રભાવક અધિક બને છે : બાલ્યકાળમાં દીક્ષિત બનીને સુગુરુની નિશ્રામાં જીવનને ઘડનારાઓ પતિત ઓછા બને છે અને પ્રભાવક અધિક બને છે. બાળકના જીવનને ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ For Personal & Private Use Only ૨૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઘડનાર જો યોગ્ય મળી જાય અને બાળકની ભવિતવ્યતા સુંદર હોય, તો પ્રાયઃ એ મહાન પ્રભાવક બન્યા વિના રહે નહિ. બાળક જે રીતે સંસ્કારોને ઝીલી શકે છે અને અભ્યાસમાં દત્તચિત્ત બની શકે છે. તે રીતે જિંદગીનો અડધો ભાગ વિષય-કષાયની સાધનામાં ગાળનારો પ્રાયઃ સંસ્કારોને ઝીલી શકતો નથી અને અભ્યાસમાં પણ તેવો દત્તચિત્ત બની શકતો નથી. દુનિયામાં પણ શિક્ષણની શરૂઆત બાલ્યકાળથી જ કરવામાં આવે છે. મોટી ઉંમરે જો શિક્ષણની શરૂઆત કરવામાં આવે, તો તેમાંથી શિક્ષણના ઊંડાણને પામનારા ઓછા નીકળે છે. દુનિયાદારીમાં જે જે પદોને મોટાં ગણવામાં આવે છે, તે તે પદોને પામનારા બાલ્યકાળથી જ શિક્ષા પામેલાઓ હોય છે અને વર્ષોના શિક્ષણ બાદ તૈયાર થયેલા હોય છે. એ જ રીતે અહીં ધર્મશાસનમાં પણ મહાપુરુષો બાલદીક્ષિતો વધુ પ્રમાણમાં બની શક્યા છે ? કારણ કે બાલ્યકાળથી ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર તેઓને મળે છે. એના યોગે તે પુણ્યાત્માઓ યુવાન ઉંમરે પહોંચતાં સુધીમાં તો એવા વિવેકી અને સુપરિણત બની જાય છે કે તેઓ પોતાના જીવનને ઉજાળવા સાથે બીજા પણ સંખ્યાબંધ આત્માઓના તારક બની જાય છે. જોખમ ક્યાં નથી? આમાં પણ અપવાદ જરૂર હોય. કોઈ પડેય ખરા, પણ પતનના સંભવ માત્રને બહાને સન્માર્ગને રોકાય નહિ. “જેટલા વ્યાપાર કરે એટલા કમાય જ' - એવો નિયમ નહિ: ‘જેટલા નિશાળે ભણવા બેસે તે બધા વિદ્વાન જ થાય' - એવો નિયમ નહિ પરીક્ષામાં બેસનારા બધા પાસ જ થાય' - એવો નિયમ નહિ ? અને મુસાફરી કરનારા બધા સુખરૂપ મુસાફરી પૂરી કરી જ શકે' - એવો નિયમ નહિ : બધેય જોખમ તો છે જ. વ્યાપારમાં ખોટ જવાનું, ભણનારને પરીક્ષામાં નાપાસ થવાનું અને મુસાફરીમાં જનારને જિંદગીનું જોખમ તો છે જ છતાં દુનિયાને તે માર્ગ રચ્યો છે અથવા તો કહો કે તે દ્વારા નિષ્પન્ન થતી વસ્તુનું અથાણું છે, માટે એની સામે કોઈ બોલતું નથી. પરીક્ષામાં નાપાસ થનારા કેટલાય આપઘાત કરે છે, વ્યાપારમાં ખોટ કરનારા કેટલાય ઝેર ખાય છે ને મુસાફરી ૬ ૨૪ .આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ : કરનારા કેટલાય અકસ્માતના ભોગ બની અકાળે મૃત્યુ પામે છે ઃ છતાં તે માર્ગો બંધ કરવાનું કોઈ કહેતું નથી અને બાલદીક્ષિતોને પડવાનો સંભવ છે' - એમ કહીને બાલદીક્ષાના માર્ગને બંધ કરવાનું કહેવાય છે, એ ઓછી વિવેકહીનતા છે ? પણ ખરી વાત તો એ જ છે કે અજ્ઞાન દુનિયાને કેવળ અર્થ અને કામ જ ગમે છે. ધર્મની આરાધનાનો આદર્શ વસ્તુતઃ રુચ્યો નથી અને એથી જ બાલદીક્ષાનો અને બાલદીક્ષાને નામે સમગ્ર દીક્ષાનો પણ વિરોધ કરાય છે ! સમ્યક્ચારિત્રનો સદ્ભાવ : આજનો શ્રીમંત પાપોદયથી ગરીબ પણ થઈ જાય, હોશિયાર વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ પણ થઈ જાય, એ રીતે સમજુનું પણ પાપના યોગે પતન થઈ જાય, એમાં આશ્ચર્ય નથી. એ રીતે બુઢ્ઢા, જુવાન કે બાળક દરેકનું પતન થવું સંભવિત છે : પરંતુ સામાન્ય રીતે તો મોટા માટે જેટલો ભય છે તેટલો નાના માટે નથી. માતા-પિતાની સંમતિ હોય અને બાળકની પ્રવૃત્તિ પણ શુભ દેખાતી હોય, તો એને ગીતાર્થ ગુરુઓ જરૂર દીક્ષા આપી શકે છે. દુનિયાદારીની સાધનામાં તો બાળકોને બલાત્કારે પણ યોજાય છે : જ્યારે દીક્ષામાં તો નિયમ જ છે કે સોળ વર્ષની અંદરની વયના કોઈ પણ બાળકને દીક્ષા આપવી હોય તો તે બાળકની ઇચ્છા પણ જોઈએ અને તેના વાલીની સંમતિ પણ જોઈએ. આ શાસનમાં મોટા કરતાં નાનાની લાયકાત અધિક મનાઈ છે. પૂર્વકાળમાં કે આજે પણ નાની ઉંમરમાં નીકળેલા જ મોટે ભાગે પ્રભાવક બન્યા છે અને બને છે. પૂર્વજન્મની આરાધનાના યોગે હજારોમાં એકાદ બાળકને દીક્ષાની ઇચ્છા થાય છે. એને પણ રોકવાનો એક જાતિનો મેનિયા આજે અજ્ઞાન આત્માઓને વળગ્યો છે. ભુક્તભોગીને પડવાનાં નિમિત્તો ઘણાં છે અને અમુક્તભોગીને બહુ થોડાં છે, એમ શાસ્ત્ર કહે છે ઃ એટલા માટે બાળવયના ત્યાગનો મહિમા ઘણો મોટો છે. ગૃહસ્થાશ્રમને ધર્મ માનવાની ઘેલછા કરનારાઓએ પણ બાલબ્રહ્મચારીઓનો મહિમા ખૂબ ગાયો છે ! એટલે બાલદીક્ષા વસ્તુતઃ કોઈ પણ રીતે વિરોધપાત્ર છે જ નહિ. ૧૦ – જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ myy For Personal & Private Use Only C ૨૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ પાપબુદ્ધિ ચાલી જાય અને પાપનો ત્યાગ થઈ જાય, તો જ મનુષ્ય જીવનની સાચી સફળતા સધાય-એવું જો સમજાઈ જાય, તો પાપના સર્વથા ત્યાગરૂપ દીક્ષા પ્રત્યે આદરભાવ પ્રગટ્યા વિના રહે જ નહિ. જ્યાં સુધી સમ્યક્યારિત્ર પ્રત્યે સાચો સદૂભાવ પ્રગટશે નહિ, ત્યાં સુધી સાચા સુખની સાધના થઈ શકશે નહિ ? માટે યોગ્ય ગુરુઓનો સહવાસ સાધીને સાચા હિતકર માર્ગને સમજવા માટે તથા આરાધવા માટે પ્રયત્નશીલ બનો, એ જ એક શુભાભિલાષા. સન્માર્ગ પ્રકાશનનું એક આગવું પ્રકાશન સભ્યદર્શન ૪૫૦ પેજ, ભારે કાગળો, ઓફસેટ પ્રીન્ટીંગ, પાકુ બાઈન્ડીગ. મૂલ્ય રૂ. ૧૦૦૦૦ ઃ પ્રવચનકાર : પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. આ ત્રણેમાં પણ સમ્યગ્દર્શન પાયાનું કામ કરે છે. સમ્યગ્દર્શન વિનાના ગમે તેવા ઉંચા જ્ઞાનની અને ચારિત્રની શાસ્ત્ર કિંમત આંકી નથી. આટલું બધું સમ્યગ્દર્શનનું મૂલ્ય છે. આ સમ્યગ્દર્શનનું સ્વરૂપ-એની મહત્તા, એની પ્રાપ્તિ સંરક્ષણ અને શુદ્ધિના ઉપાયો, એનાં દૂષણો તથા એની પ્રાપ્તિ આદિનો ક્રમ વગેરે સઘળીય બાબતોને અત્યંત સરળ, રસાળ, તત્વપ્રચુર ભાષામાં પૂજ્યશ્રીએ અનેક પ્રવચનોમાં વર્ણવી છે. એ પ્રવચનોને સંકલિત કરીને આ પુસ્તકમાં પ્રકાશિત કરાયા છે. આજસુધી ગુજરાતી બે આવૃત્તિ અને હિંદી આવૃત્તિમાં છપાયા બાદ હવે આ ગુજરાતી ત્રીજી આવૃતિ પ્રકાશિત થાય છે, એજ એની મહત્તાને સાબીત કરે છે. સમ્યગ્દર્શનના ઊંડા અર્થજનોમાં અત્યંત સન્માનનીય સ્થાન પામનાર આ પુસ્તક, સમ્યગ્દર્શનના વિષયને ઊંડાણથી જાણવા-સમજવાના ઈચ્છુક દરેક જિજ્ઞાસુએ અવશ્ય વાંચવું જ રહ્યું. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ બાળદીક્ષા શ્રાવકપણા સાથે જડાયેલી છે : દીક્ષાનો જે વિરોધી હોય તે તો વસ્તુતઃ શ્રાવક નથી. એવાઓના ટોળાને પચીસમા તીર્થંકરસ્વરૂપ શ્રીસંઘ તે જ માને, કે જે પોતે મિથ્યાત્વથી ઘેરાએલો હોય. દક્ષાની ભાવના શ્રાવકપણાની સાથે જડાએલી જ છે અને એથી એવી સારી ચીજ વહેલી ન લેવાય તો શ્રાવક પોતાને ઠગાયેલો માને, એમાં નવાઈ નથી. જે વસ્તુ એકાંતે કલ્યાણકારી છે, તે તો જેમ બને તેમ વહેલી પામવાની જ ભાવના હોય. પોતાનાથી ન પમાય તો પણ બીજાઓને બાલવયે પામતા જોઈને આનંદ જ થાય. યોગ્ય ગુરુના હાથે અધિકારીને બાલવયે અપાતી દીક્ષામાં આવે આવનારાઓ અને એ માટે ખોટો પ્રચાર કરીને રાજ્ય દ્વારા અટકાયત કરવાનો પ્રયત્ન કરનારાઓ, જૈનકુળમાં પાકેલા ભયંકરમાં ભયંકર પાપાત્માઓ છે ? અને જે વેષધારિઓ એવાઓને ઉત્તેજન આપે છે, તે અધમો માટે તો કહેવું જ શું? બાલદીક્ષા એ અપવાદ માર્ગ નથી : બાલદીક્ષા, એ અપવાદમાર્ગ નથી, પણ એ એક એવો માર્ગ છે કે જે માર્ગે નહિ જઈ શકનારા સુશ્રાવકો અફસોસ જ કરે અને પોતે બાળપણમાં દીક્ષા ન પામી શક્યા, એને પોતાની એક કમનસિબી જ માને. જન્મતાં કે ગર્ભથી આઠ વર્ષ અને તે પછી થનારી દીક્ષાને, વયની અપેક્ષાએ અપવાદમાર્ગની દીક્ષા કહેનારાઓ પણ અજ્ઞાન જ છે. “ભોગ ભોગવ્યા વિના ન જ જવાય, વગર ભોગ ભોગવ્યે જાય તે પટકાય જ, રાજમાર્ગ ભોગ ભોગવ્યા પછી જ દીક્ષા લેવાનો છે' - આવું આવું બોલનારાઓની અકકલ ઠેકાણે નથી. પડવાનો ભય કોને? એમ બોલવું તે બુદ્ધિનો સદુપયોગ નથી, પણ બુદ્ધિનું લીલામ છે. પડવાનો ભય કોને? પડવાનો સંભવ, બાલવયે દીક્ષિત થનારાઓ કરતાં ભોગ ભોગવવામાં, યૌવનવયને પસાર કરીને તે પછી દીક્ષા લેનારાઓ માટે જ વધારે છે. “અભુક્તભોગી કરતાં ભુક્તભોગીને માટે પડવાનો સંભવ વધારે છે' એમ ઇતર દર્શનમાં વર્ષો સુધી રહેનાર, ઇતર દર્શનશાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન અને શ્રી જૈનદર્શનનાં શાસ્ત્રોનું રહસ્ય પામીને સમર્થ જૈન દ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ iiiiiiiiiiiiiii ૨૭ છે / For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકાર બનેલા સુવિહિત શિરોમણિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે. બાલદીક્ષા અને સંસ્કરણ : બાલવયે દીક્ષિત થનારાઓ, બાલવયથી જ સ્વાધ્યાયમાં રત બની જાય છે, એટલે યુવાનવય આવતાં સુધીમાં તો તેમના આત્માઓ એટલા બધા સુસંસ્કારિત બની ગયા હોય છે કે તેમને દુનિયાની વાસનાઓ આકર્ષી શકતી નથી, પીડી શકતી નથી અને એથી પાડી પણ શકતી નથી. ક્વચિત્ તીવ્ર મોહોદય થઈ જાય અને તેના યોગે પતન પણ થઈ જય, તો તે એક જુદી જ વાત છે ઃ બાકી સંસ્કાર, શિક્ષણ અને વાતાવરણ હિંસક પશુઓની પણ હિંસવૃત્તિને ફેરવી નાખી શકે છે, તો બાલદીક્ષિતો ઉપર સંસ્કાર, શિક્ષણ અને વાતાવરણની અસર ન થાય, એ કેમ બને ? હિંસક સ્વભાવનાં પશુઓ પણ કેવાં સંસ્કારી બની જાય છે, એની સરકસ જોનારાઓને ખબર નહિ હોય ! છે જ, તો પછી સંયમના સંસ્કાર, સંયમનું શિક્ષણ, સંયમનું જ વાતાવરણ અને સંયમની જ ક્રિયાઓમાં રોજ લાગ્યા રહેવાનું આ બધાની અસ૨ થાય નહિ અને બાલદીક્ષિતોનું પતન થયા વિના રહે જ નહિ, આવું માનનારા અને બોલનારા શું ડહાપણવાળા છે ? નહિ જ. વળી એવું જેઓ બોલે છે, તે બાલદીક્ષિતો વિરાધનાના ઘોર પાપમાં પડે તે ઠીક નહિ, એવી બુદ્ધિએ બોલે છે એમ ? નહિ જ, કારણ કે તેઓ જો વિરાધનાથી ડરતા હોત, તો તેઓ જ્ઞાનિઓની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કર્યા વિના રહ્યા હોત નહિ. બાલવયે દીક્ષિત થયેલા પુણ્યાત્માઓએ, વિષયભોગોનો ઉપભોગ નહિ કરેલો હોવાથી, તેનું સ્મરણ થવાનો અને તેવા સ્મરણના યોગે તે ભોગો તરફ આકર્ષાઈ જવાનો પણ તેમને માટે ભય નથી ! જ્યારે ભુક્તભોગિઓ માટે તો તે પણ ભયનું કારણ છે : બાલવયમાં જે રીતિએ શુભ સંસ્કારોને ઝીલી શકાય છે, તે રીતિએ યુવાનવય ભોગો ભોગવવામાં જ વ્યતિત કરીને દીક્ષિત થનારાઓ શુભ સંસ્કારોને પ્રાયઃ ઝીલી શકતા નથી ઃ કારણ કે વર્ષોનાં અયોગ્ય આચરણોના સંસ્કાર તેમનામાં પડેલા હોય છે. શિક્ષણ જેવું બાલવયથી જ લેવા માંડેલું હોય અને ખીલે છે, તેવું મોટી વયે દીક્ષા લે તેનામાં ઓછું ખીલે છે. ૨૮ ૪ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિ મૃતિ ગ્રંથમાળા માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે. - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. પ્રથમ વાર્ષિક તિથિ... વિ.સં ૨૦૪૮ અષાઢ વદ ૧૩+૧૪ તા. ૨૮-૭૯રને અનુલક્ષીને બે આવૃત્તિમાં પ્રકાશિત થયેલ એકવીસ પુસ્તકો. ૧. સુખની ચાવી ૧૨. સિદ્ધિસાધક સાધના ૨. ઈષ્ટપ્રાપ્તિના ઉપાયો ૧૩. બ્રહ્મચર્ય ૩. સંતોષ એટલે શું? ૧૪. મમતા ૪. યુવાનીની સફળતા ૧૫. આંધળાને આરસી (મોદીની વાર્તા) ૫. ઊગતી પ્રજાના ઘડવૈયાઓને ૧૬. અરિહંત થનારા આત્માઓ ૬. માનવનું કર્તવ્ય શ્રી ઘન્ના સાર્થવાહ અને શ્રી નયસાર ૭. માનવજીવનની સાર્થકતા ૧૭. રાજર્ષિ કુમારપાળ ૮. જીવનમાં ધર્મની જરૂર ૧૮. અણુમાંથી મેરૂ (શ્રી શાલિભદ્ર) ૯. ધર્મનું રહસ્ય ૧૯. મેરૂમાંથી અણુ (શ્રી ઝાંઝરિયા મુનિવર) | ૧૦. સફળતાનો માર્ગ * ૨૦. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-૧ ૧૧. જૈન ધર્મની આછેરી ઝલક ૨૧. ઢળતા સૂરજનો સોનેરી પ્રકાશ-ર દ્વિતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૪૯ અષાઢ વદ-૧૪ તા. ૧૮-૭-૯૩ના રવિવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૧. જીવ અને જગત ૧૨. મૃત્યુ અને મંગળ ૨. પ્રગતિનાં મંડાણ ૧૩. અઢાર સદાચાર ૩. વિશ્વધર્મ ૧૪. રોહગુપ્ત અને સિદ્ધસેન ૪. ભાવના એક રસાયણ ૧૫. જૈનધર્મ એટલે સો ટચનું સોનું ૫. ચાંપો વાણિયો ૧૬. સ્યાદ્વાદ ૬. પાત્ર સુવર્ણનું પાન સુરાનું ૧૭. જૈનશાસન એક અરીસો ૭. સુખ અને સુખનો માર્ગ ૧૮. આત્મા અને મોક્ષ ૮. સાચું સુખ ક્યાં? ૧૯. રાજા વસુ ૯. સંસાર અસાર છે. ૨૦. જયવંતી જિનાજ્ઞા ૧૦. મહાત્મા ઈલાતીપુત્ર ૨૧. અસ્પૃશ્યતા અને શ્રી જૈનશાસન ૧૧. એકમાત્ર શરણ ૨૨. વિનય, માતા-પિતાનો કિંમતઃ કોઈપણ એક પુસ્તક રૂ. ૭-૦૦ પહેલા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ બીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ પુરાં એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૨૫-૦૦ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Kon : . Phone : સન્માપ્રકાશન આયોઝિશ4-05. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા માત્ર પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં સન્માર્ગ પ્રકાશન રજૂ કરે છે. - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં ૧૦૮ પુસ્તકો. સતત પાંચ વર્ષ સુધી પૂ. ગચ્છાધિપતિશ્રીજીની વાર્ષિક સ્વર્ગારોહણ તિથિએ એક સાથે ૨૧, ૨૨, ૨૨, ૨૨, ૨૧ કુલ ૧૦૮ પુસ્તિકાઓની વિમોચન વિધિ થશે. ! તૃતીય વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૫૦ અષાઢ વદ-૧૪ તા. ૬-૮-૯૪ને શનિવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૪૪. આત્મસેવા ૫૫. ગુરુવચનનો મહિમા ૪૫. કામના અને સિદ્ધિ ૫૬. તેર આંતરશત્રુઓ ૪૬. પ્રગતિની દિશા ૫૭. વિધિમાર્ગની સ્થાપના ૪૭. ઉન્નતિના ઉપાયો ૫૮. બીજાનું કરી છૂટો! ૪૮. લોકપ્રિયતા ૫૯. વાણીનો વપરાશ ૪૯. શેઠ સુદર્શન ૬૦. દુઃખમાંદીનનબનો!સુખમાં લીનનબનો! ૫૦. સદાચાર ૬૧. આવક-જાવના સાચા-ખોટા માર્ગો ૫૧. ઉદારતા ૬૨. સાત વ્યસન પર. લોકાપવાદ ૬૩. માંસઃ આહાર કે સંહાર પ૩. દશ દષ્ટાંતે દુર્લભ માનવજન્મ ૬૪. જિનપૂજા અને તેનું ફળ ૫૪. સાચો ઝવેરી ૬૫. શ્રેષ્ઠીપુત્ર સુજાત * ચતુર્થ વાર્ષિક તિથિ વિ.સં. ૨૦૫૧ અષાઢ વદ-૧૪ તા. ૨૨-૭-૯૫ને બુધવારને અનુલક્ષીને પ્રકાશિત થયેલ બાવીસ પુસ્તકોનો સેટ ૬૬. સાધ્ય અને સાધન ૭૭. મુક્તિનું ધ્યેય સાચું શ્રેયઃ ૬૭. ધર્મમાં ભાવની અનિવાર્યતા ૭૮. રત્નત્રયીરૂપ તીર્થ ૬૮. શ્રદ્ધાદીપ ૭૯. સૌને ગમતા સુખનું મૂળ ૬૯. ધાર્મિક શિક્ષણ અને પાઠશાળા ૮૦. સાચો શિષ્ય “અંગર્ષિ ૭૦. સાધર્મિક વાત્સલ્ય ૮૧. શ્વેતાંબર અને દીગંબર વચ્ચેનો તફાવત ૭૧. જૈનત્ત્વની સફળતાનો પાયો ૮૨. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી? ૭૨. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ ૮૩. તારનાર પણ તારે કોને? ૭૩. શ્રમણ જીવનની શ્રેષ્ઠતા ૮૪. સાદ અંતરને નાદ મુક્તિનોઃ ૭૪. જૈન દીક્ષા માટે સ્વજનોની ૮૫. ચિંતા અને આત્મચિંતા સંમતિ આવશ્યક ખરી? ૮૬. ઘર્મરક્ષા ૭૫. જૈન દીક્ષા અંગે પત્રકારોનું વલણ ૮૭. ધર્મ ક્યારે અને કોને અપાય? ૭૬. જગતનું જવાહીર જૈનાચાર્ય કિંમતઃ કોઈપણ એક પુસ્તક રૂ. ૭-૦૦ ત્રીજા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦. ચોથા વર્ષનો સેટ રૂ. ૧૨૫-૦૦ પૂરાં એકસો આઠ પુસ્તકોનો સેટ રૂ. ૨૫-૦૦ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Sciologi Jછે પૂજય આચાર્ય શ્રી વિજય રામ ચન્દ્ર સૂરિ સ્મૃતિ ગ્રંથમાળા For Personal & Private Use Only