________________
કોઈને પણ અનર્થ કરનારી નથી. દીક્ષિત થયેલો તેનાથી બનશે તો ઉપકાર જ કરવાનો છે અને તે નહિ બને તો પોતાનું તો તે સુધારવાનો જ છે.
જૈનદીક્ષા લેનાર, સંબંધીઓની સાથેના સ્વાર્થમય સંબંધો તોડી, લક્ષ્મી અને ઘરબારનો પરિત્યાગ કરી, કેવળજ્ઞાનીઓની આજ્ઞા મુજબ નિર્દોષ જીવન જીવવા જાય છે. એ રીતે સન્માર્ગે જનારા બનશે તો બીજાને એ માર્ગે ચડાવશે અને તે નહિ બને તો પોતાનું તો તેઓ જરૂર જ સુધારશે, એવો ઉત્તમ કોટિનો એ માર્ગ છે.
શાની સ્વતંત્રતા ?
વડોદરા રાજ્યના વડોદરા તળમાંથી નીકળનારું અને રાજ્ય તથા પ્રજામાં સારું મોભાદાર ગણાતું હોય, એવું એક પત્ર જૈનદીક્ષા માટે જેમ-તેમ લખી દે, એથી અનર્થ થવા સંભવ છે. જૈનદીક્ષાથી ભયંકર અનર્થો થઈ ગયા હોય એવો એ પત્ર તરફથી દેખાવ કરાય છે, પરંતુ એ દેખાવ સત્યથી કેટલો વેગળો છે, એ આપણે બતાવવું છે. એ પછી જૈનસમાજમાંથી નીકળતાં પત્રો પણ દીક્ષા માટે કેટલાં આડંબરી અને અસત્ય લખાણો પ્રગટ કરે છે, તે આપણે ક્રમસર જોઈશું. જો બુદ્ધિપૂર્વક, વિચારપૂર્વક, થોડી પણ તપાસ કરવાની દરકારપૂર્વક જૈનદીક્ષાનું સ્વરૂપ જાણવા પ્રયત્ન કરવામાં આવશે, તો સત્યના અર્થીને તો એની આડે આવવાનો વિચાર સરખો પણ નહિ આવે.
શ્રી જૈનશાસનમાં જે દીક્ષા અપાય છે, એની વય નક્કી કરવાની નથી પણ શાસ્ત્ર નિયત કરેલી જ છે. આઠ વર્ષથી માંડી અતિશય વૃદ્ધાવસ્થા ન આવે ત્યાં સુધી, જૈન શાસ્ત્રકારોએ દીક્ષાની યોગ્યતા માની છે, રાજ્યે પણ સાત વર્ષના બાળકને બુદ્ધિપૂર્વક ગુનો કરનાર માની, એને યોગ્ય શાસન આપવાનો કાયદો કર્યો છે. જૈન શાસ્ત્ર આઠ વર્ષના બાળકને બુદ્ધિપૂર્વકના લેનારા માની દીક્ષા લેવાની છૂટ આપી છે. શાસ્ત્ર જેને સગીર વયના ગણ્યા છે, તેનાં માતા-પિતા કે વાલીની અનુમતિ વિના તેને દીક્ષા આપવાની ના પાડી છે અને તે પછી સગીર વય પૂર્ણ થયા બાદ ખોટું કામ કરવા સ્વતંત્ર નહિ, પરંતુ સારુ કામ કરવા માટે તે આત્મા સ્વતંત્ર છે એમ શાસ્ત્ર કહ્યું છે.
૪
પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org