________________
જેનદીક્ષા અંગે પત્રકારોનું વલણ
વડોદરા રાજ્ય તરફથી પ્રગટ થયેલ ‘સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકો આપતો એક લેખ તા. ૨૦ ઓગસ્ટ ૧૯૩૧ના “સયાજી વિજય’ પત્રમાં તંત્રી સ્થાનેથી પ્રગટ થયો. લેખ સત્યથી વેગળો ને ગેરસમજભર્યો હોઈ અને સયાજી વિજય’ વડોદરામાંથી જ પ્રસિદ્ધ થતું હોઈ રાજા અને પ્રજામાં પવિત્ર જૈન દીક્ષા' વિશે બેદિલી ને ગેરસમજ ન ફેલાય. એ હેતુથી પાટણના ધમનુિરાગી જૈનોની વિજ્ઞપ્તિથી પૂ. બાલબ્રહ્મચારી, સમર્થ વિદ્વાન વ્યાખ્યાનવાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરે પૂ. આ. શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે) એ લેખમાંની ગેરસમજો દૂર કરતું એક જાહેર પ્રવચન પાટણમાં તા. ૨૧-૮-૧૯૩૧ ને શુક્રવારે આપ્યું હતું. - આ પ્રવચનમાં શ્રીમદે, “પ્રજામિત્ર કેસરી' જેવાં અજ્ઞાન અને ધમઢષથી દોરવાયેલ હોઈ ભાગવતી જૈન દીક્ષા સામે તદ્દન ખોટી ટીકા કરનારાં પત્રો માટે પણ કહેવા યોગ્ય કહ્યું હતું તેમજ જૈનદીક્ષા' અંગે કરાતા આક્ષેપો પુરવાર કરવાનું આહવાન પણ કર્યું હતું. આ વિવેચન “જૈનદીક્ષા' સંબંધી બહારના વાતાવરણથી દોરવાઈ ગયેલાની સમક્ષ એક એવી સૃષ્ટિ ખડી કરે છે, કે જેથી વાચકની ખોટી માન્યતાઓ લુપ્ત થાય. એ પ્રવચનનું આ સારભૂત અવતરણ છે–પ્ર.
આજથી આશરે ૬૦-૬૫ વરસ અગાઉના દેશકાલમાં પૂજ્ય પ્રવચનકારશ્રીએ ફરમાવેલા આ પ્રવચનના વિચારો, બાલદીક્ષાને નામે થતા અવળા પ્રચારના પ્રતિકારમાં આજે પણ એટલા જ પ્રાસંગિક લાગવાથી અત્યારે એનું પુનઃ પ્રકાશન કર્યું છે.
૬ ૧૦જેનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org