________________
અર્પણ સવિનય સમર્પણ
Jain Education International
પરમ આપ્તત્વને વરેલા હે ગુરુદેવ ! પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ગુર્જર ભાષાના માધ્યમે આપે વહેતી મૂકેલી પ્રવચન ભાગીરથીને સુયોગ્ય જ્ઞાનાર્થીજનો સુધી પહોંચાડવાનું જે સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, તે... અમને પ્રાપ્ત થયેલા આપના અંતસ્તલના આશીર્વાદનું જ એક સુખદ શુભ પરિણામ છે. આશા તો એક જ હતી કે, સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમા આપના વરદ કરકમળોમાં સ્થાન માપીને આ જ્ઞાનલક્ષ્મી ઝૂમી ઊઠશે :
પણ... ગુરુદેવ !
અમારું એ પુણ્ય ઓછું પડ્યું અને આપ સ્વર્ગે સિધાવી ગયા. ખેર ! આપ જ્યાં હો ત્યાંથી પુષ્પમાળા સમી આ ગ્રંથમાળા સ્વીકારી અમને કૃતાર્થ કરો એ જ એક અભ્યર્થના.
For Personal & Private Use Only
www.jainelibrary.org