Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ : કરનારા કેટલાય અકસ્માતના ભોગ બની અકાળે મૃત્યુ પામે છે ઃ છતાં તે માર્ગો બંધ કરવાનું કોઈ કહેતું નથી અને બાલદીક્ષિતોને પડવાનો સંભવ છે' - એમ કહીને બાલદીક્ષાના માર્ગને બંધ કરવાનું કહેવાય છે, એ ઓછી વિવેકહીનતા છે ? પણ ખરી વાત તો એ જ છે કે અજ્ઞાન દુનિયાને કેવળ અર્થ અને કામ જ ગમે છે. ધર્મની આરાધનાનો આદર્શ વસ્તુતઃ રુચ્યો નથી અને એથી જ બાલદીક્ષાનો અને બાલદીક્ષાને નામે સમગ્ર દીક્ષાનો પણ વિરોધ કરાય છે ! સમ્યક્ચારિત્રનો સદ્ભાવ : આજનો શ્રીમંત પાપોદયથી ગરીબ પણ થઈ જાય, હોશિયાર વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ પણ થઈ જાય, એ રીતે સમજુનું પણ પાપના યોગે પતન થઈ જાય, એમાં આશ્ચર્ય નથી. એ રીતે બુઢ્ઢા, જુવાન કે બાળક દરેકનું પતન થવું સંભવિત છે : પરંતુ સામાન્ય રીતે તો મોટા માટે જેટલો ભય છે તેટલો નાના માટે નથી. માતા-પિતાની સંમતિ હોય અને બાળકની પ્રવૃત્તિ પણ શુભ દેખાતી હોય, તો એને ગીતાર્થ ગુરુઓ જરૂર દીક્ષા આપી શકે છે. દુનિયાદારીની સાધનામાં તો બાળકોને બલાત્કારે પણ યોજાય છે : જ્યારે દીક્ષામાં તો નિયમ જ છે કે સોળ વર્ષની અંદરની વયના કોઈ પણ બાળકને દીક્ષા આપવી હોય તો તે બાળકની ઇચ્છા પણ જોઈએ અને તેના વાલીની સંમતિ પણ જોઈએ. આ શાસનમાં મોટા કરતાં નાનાની લાયકાત અધિક મનાઈ છે. પૂર્વકાળમાં કે આજે પણ નાની ઉંમરમાં નીકળેલા જ મોટે ભાગે પ્રભાવક બન્યા છે અને બને છે. પૂર્વજન્મની આરાધનાના યોગે હજારોમાં એકાદ બાળકને દીક્ષાની ઇચ્છા થાય છે. એને પણ રોકવાનો એક જાતિનો મેનિયા આજે અજ્ઞાન આત્માઓને વળગ્યો છે. ભુક્તભોગીને પડવાનાં નિમિત્તો ઘણાં છે અને અમુક્તભોગીને બહુ થોડાં છે, એમ શાસ્ત્ર કહે છે ઃ એટલા માટે બાળવયના ત્યાગનો મહિમા ઘણો મોટો છે. ગૃહસ્થાશ્રમને ધર્મ માનવાની ઘેલછા કરનારાઓએ પણ બાલબ્રહ્મચારીઓનો મહિમા ખૂબ ગાયો છે ! એટલે બાલદીક્ષા વસ્તુતઃ કોઈ પણ રીતે વિરોધપાત્ર છે જ નહિ. ૧૦ – જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ Jain Education International myy For Personal & Private Use Only C ૨૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38