Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ ઘડનાર જો યોગ્ય મળી જાય અને બાળકની ભવિતવ્યતા સુંદર હોય, તો પ્રાયઃ એ મહાન પ્રભાવક બન્યા વિના રહે નહિ. બાળક જે રીતે સંસ્કારોને ઝીલી શકે છે અને અભ્યાસમાં દત્તચિત્ત બની શકે છે. તે રીતે જિંદગીનો અડધો ભાગ વિષય-કષાયની સાધનામાં ગાળનારો પ્રાયઃ સંસ્કારોને ઝીલી શકતો નથી અને અભ્યાસમાં પણ તેવો દત્તચિત્ત બની શકતો નથી. દુનિયામાં પણ શિક્ષણની શરૂઆત બાલ્યકાળથી જ કરવામાં આવે છે. મોટી ઉંમરે જો શિક્ષણની શરૂઆત કરવામાં આવે, તો તેમાંથી શિક્ષણના ઊંડાણને પામનારા ઓછા નીકળે છે. દુનિયાદારીમાં જે જે પદોને મોટાં ગણવામાં આવે છે, તે તે પદોને પામનારા બાલ્યકાળથી જ શિક્ષા પામેલાઓ હોય છે અને વર્ષોના શિક્ષણ બાદ તૈયાર થયેલા હોય છે. એ જ રીતે અહીં ધર્મશાસનમાં પણ મહાપુરુષો બાલદીક્ષિતો વધુ પ્રમાણમાં બની શક્યા છે ? કારણ કે બાલ્યકાળથી ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર તેઓને મળે છે. એના યોગે તે પુણ્યાત્માઓ યુવાન ઉંમરે પહોંચતાં સુધીમાં તો એવા વિવેકી અને સુપરિણત બની જાય છે કે તેઓ પોતાના જીવનને ઉજાળવા સાથે બીજા પણ સંખ્યાબંધ આત્માઓના તારક બની જાય છે. જોખમ ક્યાં નથી? આમાં પણ અપવાદ જરૂર હોય. કોઈ પડેય ખરા, પણ પતનના સંભવ માત્રને બહાને સન્માર્ગને રોકાય નહિ. “જેટલા વ્યાપાર કરે એટલા કમાય જ' - એવો નિયમ નહિ: ‘જેટલા નિશાળે ભણવા બેસે તે બધા વિદ્વાન જ થાય' - એવો નિયમ નહિ પરીક્ષામાં બેસનારા બધા પાસ જ થાય' - એવો નિયમ નહિ ? અને મુસાફરી કરનારા બધા સુખરૂપ મુસાફરી પૂરી કરી જ શકે' - એવો નિયમ નહિ : બધેય જોખમ તો છે જ. વ્યાપારમાં ખોટ જવાનું, ભણનારને પરીક્ષામાં નાપાસ થવાનું અને મુસાફરીમાં જનારને જિંદગીનું જોખમ તો છે જ છતાં દુનિયાને તે માર્ગ રચ્યો છે અથવા તો કહો કે તે દ્વારા નિષ્પન્ન થતી વસ્તુનું અથાણું છે, માટે એની સામે કોઈ બોલતું નથી. પરીક્ષામાં નાપાસ થનારા કેટલાય આપઘાત કરે છે, વ્યાપારમાં ખોટ કરનારા કેટલાય ઝેર ખાય છે ને મુસાફરી ૬ ૨૪ .આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38