Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણ માણસના જીવન ઉપર ઘણી જ અસર નિપજાવે છે. બાળપણથી ખરાબ શિક્ષણ મળ્યું હોય, ખોટા સંસ્કારો મળ્યા હોય અને ખરાબ વાતાવરણમાં જ ઊછરવાનો યોગ પ્રાપ્ત થયો હોય, તો સારું નીવડે એવું પણ બાળક ઘણું જ ભયંકર નીવડે છે, એ તો દુનિયાના અનુભવની વાત છે. જો શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસર જ ન થતી હોય, તો આજે પાશ્ચાત્ય શિક્ષણ, પાશ્ચાત્ય સંસ્કારો અને ત્યાંના વિલાસી વાતાવરણ સામે જે ટીકાઓ થઈ રહી છે, તે ન થતી હોત. - કુશિક્ષણ, કુસંસ્કાર અને કુવાતાવરણમાં ગમે તેવો જીવ પણ બગડે છે, એવું માનનારાઓ જ્યારે બાલદીક્ષાનો વિરોધ કરવા તત્પર બને છે, ત્યારે કહેવું પડે છે કે તેઓ કાં તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી અને કાં તો અપ્રમાણિકપણે વિરોધ કરે છે. આઠ-દશ વર્ષની ઉંમરે દીક્ષિત બનેલ બાળક યુવાન વય આવતાં પહેલાં તો એવા સુંદર શિક્ષણને પ્રાપ્ત કરી શકે છે, કે જેથી યુવાન વયે તે ભોગ તરફ ખેંચાવાને બદલે આત્મવિભૂતિને પ્રગટાવવામાં જ પોતાનું સઘળું સામર્થ્ય ખર્ચનારો બને. વિષયોની વિષમતાનો અને ભોગોની ભયંકરતાનો એ આત્માને એટલો તો સરસ ખ્યાલ આવી ગયો હોય કે શ્રી જિનવાણીથી ભાવિત બુદ્ધિવાળો બનેલો તે યુવાન વયના કારણે પણ વિષયો કે ભોગો તરફ ખેંચાઈ જાય નહિ. બાલદીક્ષિત યુવાન વયમાં આવતાં પહેલાં અધ્યાત્મવિદ્યાના શિક્ષણને વર્ષો સુધી મેળવનારો બન્યો હોય, આત્મસાધનાના સુંદર સંસ્કારોને પામ્યો હોય અને આત્મસાધકોના વાતાવરણમાં ઊછર્યો હોય, એટલે એવો આત્મા તો યુવાન વયે પરમ વિવેકશીલ બની ગયો હોય ? અને સાચો વિવેકી તો સંસારના ભોગો તરફ દૃષ્ટિ પણ કરે નહિ એ સ્વાભાવિક જ છે. કર્મનો યોગે પતનનો સંભવ બન્નેને માટે સરખો જ છે : હવે કર્મના યોગે એટલે વેદોદયના કારણે પતન થવાનો સંભવ છે એમ કહો, તો તેવો સંભવ તો જેમ અભુક્તભોગી બાલદીક્ષિતો માટે છે, * B ૨૨ પૂઆ રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38