Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ બાળકોની ચારિત્રની ઇચ્છા ? સભા : બાળકોને દીક્ષા અપાય છે તે એમની ઇચ્છાથી કે બળાત્કારથી ? ઇચ્છા વિના કોઈને દીક્ષા આપી શકાય છે? સભા બાળકને ઇચ્છા ક્યાંથી થાય? તમે પુનર્જન્મને માનો છો કે નહિ ? જો હા, તો પૂર્વજન્મના સંસ્કારોના યોગે આ જન્મમાં પણ અમુક અમુક પ્રકારની ઈચ્છાઓ પેદા થવાનો સંભવ છે, એમ તમારે માનવું જ પડશે. પૂર્વજન્મના તેવા કોઈ સુંદર સંસ્કારોના યોગે આ જન્મમાં નાની ઉંમરે પણ ચારિત્ર લેવાની ઇચ્છા થવી, તે સ્વાભાવિક છે. આત્મા લઘુકર્મી બન્યો હોય, આ જન્મમાં કોઈ સાચા હિતકારી માતા-પિતાના યોગને પામ્યો હોય અને જન્મથી જ સુંદર સંસ્કારોમાં ઊછર્યો હોય, તો તેવા બાળકને ચારિત્રની ઈચ્છા થવી, એ કોઈ અસ્વાભાવિક વસ્તુ નથી. આપણે પહેલાં જ વિચારી આવ્યા છીએ કે સમ્યગ્દર્શનાદિ એ આત્માના ગુણો છે અને તે ગુણો તેને આવરનારાં કર્મોનો ક્ષયોપશમાદિ થતાં પ્રગટે છે. સમ્યક્યારિત્ર પણ તેને આવરનારા કર્મના ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય છે. જે આત્માઓનાં તેવા પ્રકારનાં કર્મનો ક્ષયોપશમ થયો નથી, તે આત્માઓમાં ચારિત્રનાં વાસ્તવિક પરિણામો ઉત્પન્ન થતાં જ નથી. આથી જ, સમર્થ જ્ઞાનીઓએ ફરમાવ્યું છે કેકર્મના ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થતા ચારિત્રની સાથે બાલભાવને કશો પણ વિરોધ નથી. જો કે જ્ઞાનીઓએ એ વાત પણ સ્પષ્ટપણે જણાવી જ છે કે “આઠ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પ્રાયઃ તેવા ક્ષયોપશમભાવને પામતાં નથી.' આઠ વર્ષથી અંદરની વયવાળાઓને ચારિત્રનાં તેવાં પરિણામો પ્રાયઃ ઉત્પન્ન થતાં નથી, એથી આઠ વર્ષથી ઓછી ઉંમરે ચારિત્ર દેવાનો વિધિ આ શાસનમાં નથી. જો કે ક્વચિત્ તદ્દન નાની વયમાં પણ તેવો ક્ષયોપશમભાવ થઈ જતાં ચારિત્રના સુંદર પરિણામો આવી જાય છે, પણ બહુધાં શરીરાવસ્થા આઠ વર્ષની વય થાય તે પહેલાં તેવો ક્ષયોપશમભાવ થતો નથી. કર્મના ક્ષયોપશમભાવને વય સાથે ૨૦ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૭પ DISTS ITS OWi Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38