Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ કશો સંબંધ નથી : કારણ કે વૃદ્ધ ઉંમરે પણ ઘણાઓને ચારિત્રનાં પરિણામો થતા નથી. આથી - ‘આઠ વર્ષની ઉંમરના બાળકને દીક્ષા લેવાની ઇચ્છા ન જ થાય.’ - એમ માનવું તે અયથાર્થ જ છે. લગ્ન સાથે દીક્ષાને સરખાવાય નહિ : સભા : નાની ઉંમરે દીક્ષા લેનાર વયમાં આવ્યા પછી ઘેર જવાનો સંભવ છે. મહાપુરુષોનો અનુભવ એવો છે કે બાલદીક્ષિત કરતાં યુવાનવયને ભોગમાં પસાર કર્યા પછી દીક્ષા લેનાર માટે પતનનો સંભવ વધારે છે. સભા : બાલલગ્ન જેમ ઇષ્ટ નથી, તેમ બાલદીક્ષા પણ વ્યાજબી લાગતી નથી. કારણ કે જીવનનો આદર્શ જેવો જોઈએ તેવો સમજાયો નથી. જીવનનો આદર્શ યથાર્થપણે જેઓને સમજાયો છે, તેઓ તો બાલદીક્ષાને હાનિકર નહિ, પરંતુ પરમ હિતકર જ માને છે. લગ્ન એ જીવનનો આદર્શ નથી, જ્યારે દીક્ષા એ જીવનનો આદર્શ છે. લગ્ન કર્યા વિના માણસ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું જીવન જીવી શકે જ નહિ અને આ જીવનમાં પામવા લાયક ઉત્તમ ગુણોને પામી શકે જ નહિ' - એવું કાંઈ જ નથી : જ્યાર દીક્ષા માટે એમ જરૂર કહી શકાય કે આ જીવનને ઊંચામાં ઊંચી કોટિનું બનાવવું હોય તો દીક્ષા વિના ચાલી શકે જ નહિ.’ દીક્ષિત જીવનને પામવાની સાચી કામના પ્રગટ્યા વિના માણસમાં સાચા મહાપુરુષ બનવાની લાયકાત જ આવતી નથી અને દીક્ષાને ગ્રહણ કરીને તેનું યથાર્થ પાલન કરવામાં પ્રયત્નશીલ બનેલો આત્મા જ સાચો મહાપુરુષ બની શકે છે. દીક્ષા જેમ પરમ કલ્યાણનું પરમ કારણ છે, તેમ લગ્ન તો ઊલટું આત્માને આત્માના ગુણોને પ્રગટાવવાના પ્રયત્નમાં નડતરરૂપ થવાનું પરમ કારણ છે ઃ એટલે ખરી વાત તો એ છે કે લગ્નની સાથે દીક્ષાને જ સરખાવવી, એ અવિચારીપણું છે. ' શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસરને માનનારો બાલદીક્ષાનો પ્રમાણિકપણે વિરોધ કરી શકે નહિ ઃ જેઓ શિક્ષણ, સંસ્કાર અને વાતાવરણની અસરને માન્ય રાખે છે, તેઓથી પ્રમાણિકપણે તો બાલદીક્ષાનો વિરોધ થઈ શકે તેમ છે જ નહિ. ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનુ વલણ Jain Education International For Personal & Private Use Only ૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38