Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ બાળદીક્ષા અંગે પ્રશ્નોત્તરી કુંભોજતીર્થની યાત્રાએ પ્રવચન દશમામાંથી આષ્ટા-મીરજવાડી માઘ કૃષ્ણા- ૬ વિ.સં. ૧૯૯૪ તા. ૨૦-૨-૧૯૩૮, રવિવારે બપોરના ત્રણ વાગ્યાથી જ વ્યાખ્યાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આષ્ટા, સાંગલી અને કરાડ વગેરે સ્થળોએથી મોટો જનસમુદાય આવી પહોંચ્યો હતો. આજના વ્યાખ્યાનમાં દિગંબરોની હાજરી મોટા પ્રમાણમાં હતી, જેમાં દક્ષિણ-મહારાષ્ટ્રના દિગંબર નેતા તરીકે જાણીતા થયેલા શ્રીયુત બાલાપ્પા ચંદાપ્પા ધાવત' મુખ્ય હતા. - પ્રવચનમાં પાછળથી શ્રી ધાવત’ તરફથી બાલદીક્ષા સંબંધી પ્રશ્નો પુછાયા : સમય થોડો હોવાથી, પૂ. આચાર્યદવે બાલદીક્ષા સંબંધી પ્રશ્નોનો વિષય પણ ઘણો જ ઝડપથી ચર્ચો હતો : એટલે તેમાંના ઘણા થોડા ભાગનું અવતરણ જ લઈ શકાયું છે. બાલદીક્ષા સંબંધી વિરોધી સાહિત્ય વાંચવાના કારણે વિપરીત વિચારના બનેલાઓ ઉપર પણ આ વ્યાખ્યાનની ઘણી જ સરસ અસર થઈ હતી. ગુજરાતી નહિ સમજી શકનારાઓ આજે ઘણા હોવાથી આજનું પ્રવચન હિન્દી ભાષામાં થયું હતું. અત્રે નીચે તેનું સારભૂત ટૂંક અવતરણ આપવામાં આવે છે. દ ૧૦- જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38