Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ એ માન્યતા હોય છે કે જેલ નહિ મળે ત્યાં સુધી સાચું-ખોટું છાપીને પેટ ભરીશું અને સજા થઈ તો જેલમાં પેટ ભરીશું. વળી પેપરવાળો થયો એટલે એને આસાન કૈદ મળે એ સામાન્ય કાયદો છે, માટે એવાની વાત જવા દો. પરંતુ મોટા, ડાહ્યા અને નામાંકિત પત્રકારની એ ફરજ નથી. જૈનદીક્ષા જેવા મહાન પ્રશ્ન પર ગમે એવા તદ્દન ખોટી તથા અર્ધસત્ય હકીકતોથી ભરેલા અને રાજા તથા પ્રજાને ખોટે માર્ગે દોરનારા લેખો ન લખો ! ધર્મગુરુઓને મળો, પૂરતી તપાસ કરો અને પછી લખો ! પ્રજામિત્ર' પત્રકારે પણ દીક્ષાને મોટો દૈત્ય કહ્યો છે. અને સાધુઓને ગુંડા વગેરે તરીકે ઓળખાવ્યા છે. આમ લગામ વિનાનું લખવાની પદ્ધતિ થઈ પડી છે અને એવાઓને કોઈ પૂછે કે તમે શાથી આમ લખો છે ?’ તો તેના સીધા ઉત્તર પણ નહિ આપે. સાંભળશે જ નહિ. આવી રીતના પત્રકાર સમાજને શ્રાપરૂપ છે. ધર્મની બાબતમાં દુનિયાને આડે રસ્તે દોરે છે. ઇતર લોકો આથી ભ્રાંતિમાં પડે છે. જેટલા એવા પત્રકારો દીક્ષા આદિ ધાર્મિક વિષયમાં આર્ટિકલ લખે છે, તે કોઈની શિખવણીથી, દોરવણીથી અગર પારકી સલાહોથી લખે છે, એમ કહેવું જ પડશે. કોઈ પણ જાતની પાકી બાતમી મેંળવ્યા વિના મનસ્વી રીતે જેમનાં તેમ–ખોટા આક્ષેપભર્યાં લખાણો કર્યાં કરે છે, માટે એવાં લખાણોથી સમાજે ચેતતા રહેવું જોઈએ. ‘સયાજી વિજય’ અને હિંદુસ્તાન’ વગેરે પત્રો પર આજે હું આરોપ મૂકું છું કે એ લોકો દીક્ષા સંબંધી આર્ટિકલો અને લેખો તંત્રીસ્થાનેથી લખે છે, તે પારકાની શિખામણથી, પારકાની સલાહથી, તપાસ કર્યા વિના, મનમાં આવ્યું તેમ લખે છે અને એથી જૈનદીક્ષા જેવા પવિત્ર પંથને વગોવી રહ્યા છે અને પવિત્ર જીવન જીવતા જૈન સાધુઓને નિંદી રહ્યા છે. આ વાત આપણે એટલા જ માટે જાહેર કરીએ છીએ કે વડોદરા રાજ્યના ન્યાયી અધિકારીઓ ઉપર એવા લેખોથી ખોટી અસર થાય નહિ. દીક્ષાને દૈત્ય' કહેવો અગર બદી કહેવી, એ બધા આક્ષેપ બનાવટી, સત્યથી વેગળા અને સાબિત ન થઈ શકે તેવા છે. જો ૧૦ - જૈનદીક્ષા અંગે પ્રત્રકારોનું વલણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38