________________
તેઓમાં પોતાની વાત પુરવાર કરી આપવાની હામ હોય, તો ખુશીથી પુરવાર કરી આપે.
અપવાદ દરેક જગ્યાએ હોય છે. દીક્ષિત થનારમાં એકાદ-બે ટકા એવા પણ નીકળી જાય, પણ સગીરોને ઉઠાવી, પટાવી, ફોસલાવી અને છેવટે ભગાડી અનુમતિ વિના મુંડી લેવામાં આવે છે, એ વાત તદ્દન જુઠી, બનાવટી અને દીક્ષાને નિંદવાના દુષ્ટ ઈરાદે ઉપજાવી કાઢવામાં આવી છે.
બીજી વાત એ છે કે જૈનદીક્ષા જેવા પવિત્ર માર્ગમાં દીક્ષિત થયા પછી બાળક કે મોટા કોઈ ઉપર જુલમ ગુજારાતો જ નથી. ધર્મ એ શક્તિ મુજબ કરવાનો છે, ઈચ્છાથી કરવાનો છે. એના માટે બળજબરી છે નહિ અને વપરાતી પણ નથી.
સગીર વયમાંથી પતિત થનારા કોઈ અપવાદ સિવાય નીકળી શકે એમ નથી. મોટી ઉંમરમાંથી પડવાનો સંભવ વધુ છે અને પડે પણ છે. પરંતુ જેટલો ઘોંઘાટ થાય છે તેવા તો નહિ જ. એમ તો શાહુકાર બજારોમાંથી પણ બારે મહિને બે-પાંચ દેવાળું કાઢનાર નીકળે છે, તેથી કાંઈ બજારો બંધ થઈ જતા નથી.
આવી વાતોને આગળ કરીને ધર્મી લોકોના વાજબી હક્કો પર તરાપ મારવી, તે ભયંકર પાપાચરણ છે.
( ૧૮
'
: POST,
પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા- ૦૫
PSI,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org