Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ શાસ્ત્રકાર બનેલા સુવિહિત શિરોમણિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણ ફરમાવે છે. બાલદીક્ષા અને સંસ્કરણ : બાલવયે દીક્ષિત થનારાઓ, બાલવયથી જ સ્વાધ્યાયમાં રત બની જાય છે, એટલે યુવાનવય આવતાં સુધીમાં તો તેમના આત્માઓ એટલા બધા સુસંસ્કારિત બની ગયા હોય છે કે તેમને દુનિયાની વાસનાઓ આકર્ષી શકતી નથી, પીડી શકતી નથી અને એથી પાડી પણ શકતી નથી. ક્વચિત્ તીવ્ર મોહોદય થઈ જાય અને તેના યોગે પતન પણ થઈ જય, તો તે એક જુદી જ વાત છે ઃ બાકી સંસ્કાર, શિક્ષણ અને વાતાવરણ હિંસક પશુઓની પણ હિંસવૃત્તિને ફેરવી નાખી શકે છે, તો બાલદીક્ષિતો ઉપર સંસ્કાર, શિક્ષણ અને વાતાવરણની અસર ન થાય, એ કેમ બને ? હિંસક સ્વભાવનાં પશુઓ પણ કેવાં સંસ્કારી બની જાય છે, એની સરકસ જોનારાઓને ખબર નહિ હોય ! છે જ, તો પછી સંયમના સંસ્કાર, સંયમનું શિક્ષણ, સંયમનું જ વાતાવરણ અને સંયમની જ ક્રિયાઓમાં રોજ લાગ્યા રહેવાનું આ બધાની અસ૨ થાય નહિ અને બાલદીક્ષિતોનું પતન થયા વિના રહે જ નહિ, આવું માનનારા અને બોલનારા શું ડહાપણવાળા છે ? નહિ જ. વળી એવું જેઓ બોલે છે, તે બાલદીક્ષિતો વિરાધનાના ઘોર પાપમાં પડે તે ઠીક નહિ, એવી બુદ્ધિએ બોલે છે એમ ? નહિ જ, કારણ કે તેઓ જો વિરાધનાથી ડરતા હોત, તો તેઓ જ્ઞાનિઓની આજ્ઞાને સમજવાનો પ્રયત્ન કર્યા વિના રહ્યા હોત નહિ. બાલવયે દીક્ષિત થયેલા પુણ્યાત્માઓએ, વિષયભોગોનો ઉપભોગ નહિ કરેલો હોવાથી, તેનું સ્મરણ થવાનો અને તેવા સ્મરણના યોગે તે ભોગો તરફ આકર્ષાઈ જવાનો પણ તેમને માટે ભય નથી ! જ્યારે ભુક્તભોગિઓ માટે તો તે પણ ભયનું કારણ છે : બાલવયમાં જે રીતિએ શુભ સંસ્કારોને ઝીલી શકાય છે, તે રીતિએ યુવાનવય ભોગો ભોગવવામાં જ વ્યતિત કરીને દીક્ષિત થનારાઓ શુભ સંસ્કારોને પ્રાયઃ ઝીલી શકતા નથી ઃ કારણ કે વર્ષોનાં અયોગ્ય આચરણોના સંસ્કાર તેમનામાં પડેલા હોય છે. શિક્ષણ જેવું બાલવયથી જ લેવા માંડેલું હોય અને ખીલે છે, તેવું મોટી વયે દીક્ષા લે તેનામાં ઓછું ખીલે છે. ૨૮ ૪ પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38