Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ સમાજને સમજી લેવા દો અને ધર્મની બાબત ધર્માત્માઓને જ સમજી લેવા દો ! માટે યુગધર્મની વાત કોઈ પણ રીતે તમારી સલાહને બંધબેસતી નથી. આ લખાણ તમે પોતાની બુદ્ધિથી લખ્યું હોય, તો તેને પુરવાર કરવાની તમારી પવિત્ર ફરજ છે અને પુરવાર ન કરી શકતા હો તો જાહેરમાં તે લખાણ પાછું ખેંચી લેવું જોઈએ. અને તેમ કરીને પત્રકાર તરીકેના તમારા ન્યાયીપણાની પ્રતીતિ તમારે કરાવવી જ જોઈએ. સગીરના વાલીઓ અને ધર્મગુરુઓ વચ્ચે ખુલ્લા ઝઘડા-મારામારી થઈ, પોલીસ અને ન્યાયની અદાલતોએ કેસો કાઢવા માંડ્યા આવી આવી જે વસ્તુઓ આજ દિન સુધી બની નથી, તેને બની એમ લખવામાં આવ્યું છે અને એથી ધર્મસંપ્રદાયોના નાયકો ઉપર ભયંકર જાતનો આક્ષેપ કર્યો છે. એકેએક ધર્મસંપ્રદાયના સાચા ધર્મનિષ્ઠ આગેવાનો જરૂર એ આક્ષેપની ખબર લેવા પ્રયત્ન કરશે. કોઈ પણ સંપ્રદાય બાલબ્રહ્મચર્ય કે એવી જ જાતના યોગ્યપણાનો ઈનકાર કરતા નથી. ઉપસંહાર : આ તો પર પત્રકારની વાત કરી, પણ આપણા ઘરનાં એટલે જૈન સમાજનાં પેટભરા પત્રો તો એથી પણ આગળ વધે છે. હું જાણું છું ત્યાં સુધી આ પત્રકાર તો જૈન નથી પણ ઈતર છે, એટલે એ તો જેટલું સૂછ્યું-સાંભળ્યું હોય તે ઉપર મદાર બાંધીને પણ લખવા પ્રેરાય અગર રાજ્ય તરફથી કાયદાનો મુસદ્દો બહાર પડ્યો, તો એના હિતનું જ લખવું, એમ માનીને પણ લખ્યું હોય, તે છતાં લખેલી વાત અસત્ય હોય તો રાજ્યને પણ ખોટી સલાહ આપનાર તરીકે પુરવાર થાય. એટલું જ નહિ પણ જે વખતે મુસદ્દો બહાર પડે છે તે વખતે ખોટી-ભળતી વાતો ન લખી શકાય. જે વખતે રાજ્ય સઘળાઓ પાસેથી અભિપ્રાયો માંગ્યા છે, તે વખતે આ રીતે અભિપ્રાય એક પત્રકારે લખી દેવો, એ બહુ અન્યાય છે. હજુ પણ દરેકેદરેક, પ્રમાણિક ગણાતા પત્રકારોને મારી ભલામણ છે કે પેટભરા પેપરો જેમ ફાવે તેમ લખી નાખે છે, એની વાત બાજુ પર મૂકી છે, કારણ કે એમને તો ગમે તે રીતે પેટ ભરવું છે. એવાઓની તો ૧૬ પૂઆ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા - ૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38