Book Title: Jain Diskha ange Patrakaronu Valan
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ ધર્મગુરુઓને યુગધર્મની સલાહ આપતાં, પોતે યુગધર્મમાં માને છે કે કેમ, તેની જ અમને શંકા થાય છે. આજનો યુગધર્મ તો કહે છે કે દરેકે પોતાના વાજબી હક્કો જાળવવા પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે ધર્મગુરુઓ અને યોગ્ય વાલીઓના વાજબી હક્કો આ જ છે કે કુમળી વયનાં બાળકોમાં ખોટી વાસના પડે તે પહેલાં સારી જગ્યાએ મૂકી દેવાં તથા ઉત્તમ સંસ્કારોથી સંસ્કારિત થયેલાં સગીર બાળકોનો એ જ વાજબી હક્ક છે કે ઉત્તમ સ્થાનમાં સ્થાન મેળવવું કારણ કે મોટી ઉંમરે વિષયવાસનાના કુસંસ્કારોથી સંસ્કારિત થયા પછી ધર્મમાર્ગે ચડાવવા કઠિન છે અને ચડ્યા પછી સાચવવા કઠિન છે. આથી ધર્મકુટુંબમાં જન્મેલા બાળકોને તેમનામાં કુસંસ્કારો આવે તે પહેલાં, એમના વડીલો. એમને સારા માર્ગે લઈ જાય, જેથી તેઓ નીતિસંપન્ન બને, સાચા જ્ઞાની બને અને જગતના સહવાસમાં આવતાં અનેક યોગ્ય આત્માઓને શુદ્ધ નીતિસંપન્ન બનાવી શકે. સયાજી વિજય'ના તંત્રી જો યુગધર્મ શીખવતા હોય, તે તેમને કહી દેવું જોઈએ કે અમારો યુગધર્મ તમે કહો છો તેથી–એટલે એવા હિતવિરુદ્ધના કાયદાઓ કરાવવાથી–વિરુદ્ધનો છે. આજે કહેવાય છે કે દેશના હિતને હાનિ પહોંચે તેવી કેળવણી લેવી એ પણ પાપ છે, તો અમે પણ કહીએ છીએ કે દીક્ષાની પવિત્ર ભાવનાને હાનિ પહોંચાડે એવા સંસર્ગમાં રહેવું એ પણ પાપ છે, બાળકોને એવા સંસર્ગમાં રાખવાં, એ મા-બાપને શિરે પણ પાપ છે, કારણ કે તેઓ એટલી બાળક પ્રત્યેની ફરજ ભૂલે છે. અમારો યુગધર્મ તો અત્યારે આ છે. આજની પ્રવૃત્તિ કહે છે કે “ઉંમર યોગ્ય થયા પછી મા-બાપને કહી દેવું કે અમારી આ ઈચ્છા છે, સમજે તો ઠીક નહિ તો છોડી દેવા અને કુટુંબ કે ઘરની દેશહિતની આગળ ચિંતા કરવી એ પણ પાપ છે.' એવા ઘણા દાખલાઓ બન્યા છે. એ યુગધર્મ અમારી પાસે બતાવવો હોય, તો અમે આ ઠરાવને ટેકો શી રીતે આપી શકીએ ? યુગધર્મની સલાહ આપીને તો તમે અમને ટેકો આપવાનું નથી કહેતા, પણ એ કાયદાની સામે થવાનું કહો છો ! આજનો યુગ તો કહે છે કે ઘરની બાબતમાં રાજ્યને વચમાં ન લાવો. સમાજની બાબત દ ૧૦- જૈનદીક્ષા અંગે પત્રકારોનું વલણ ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38